75 લાખ રૂપિયા સુધીની સહાય મળી રહી છે, બાગાયતી ખેતી માટેની નવી યોજના-Bagayati Yojana 2024 Gujarat

Bagayati Yojana 2024 Gujarat: બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતો માટે એક સારા સમાચાર છે. સરકાર દ્વારા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને વ્યક્તિગત રીતે રૂપિયા 50 લાખની નાણાકીય સહાય આપે છે અને સંસ્થા કે કંપની હોય તો તેને 75 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી રહી છે. તો જો તમે બાગાયતી પાકોનું વાવેતર કરો છો તો તમને આ યોજના વિશેની માહિતી હોવી જ જોઈએ, તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

બાગાયતી યોજના 2024 ગુજરાત | Bagayati Yojana 2024 Gujarat

સૌપ્રથમ બાગાયત ખેતીની કઈ કામગીરી પર આ યોજના દ્વારા સહાય મળે છે તે વિશેની માહિતી મેળવીએ, આ યોજના બાગાયતી પાકોના ક્લસ્ટર માટે છે એટલે કે બાગાયતી ખેતી દ્વારા ઉત્પાદન થયેલ ખેત ઉત્પાદનના સમૂહ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે, આ યોજના દ્વારા બાગાયતી પાકોની કાપણી બાદ તે પાકને સાચવવો, તે પાકનું પેકેજીંગ કરવું, તે પાકને ગ્રેડ કરવો તેમજ આ પાકને પ્રોસેસ કરવાની પ્રક્રિયા માટે ગુજરાત સરકાર આ યોજના દ્વારા સહાય આપે છે. ટૂંકમાં કહું તો.. બાગાયતી પાકની કાપણી બાદ તેને સારી સ્થિતિમાં બજાર સુધી પહોંચાડવા માટે વચ્ચેની પ્રક્રિયા માટે આ યોજના દ્વારા સહાય મળે છે.

જો હજુ સમજાયું ના હોય તો તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું… માની લો કે એક ખેડૂત ભાઈ કેરીના પાકની બાગાયતી ખેતી કરે છે પરંતુ દર વખતે તેનો કેરીનો પાક કાપણી લાયક થાય ત્યારે વાતાવરણ બગડવાની લીધે બગડી જાય છે. આવી સ્થિતિમાં તે પોતાના કેરીના પાકને સારી સ્થિતિમાં બજાર સુધી પહોંચાડી શકતા નથી અને પરિણામે તેઓને સારો ભાવ મળતો નથી.

પરંતુ આ ખેડૂત ભાઈ જો આ યોજના દ્વારા રૂપિયા 50 લાખ સુધીની સહાય મેળવી પોતાનું એક કોલ્ડ સ્ટોરેજ બનાવી લે છે તો કેરીના પાકને કાપણી બાદ તે આ કોલ્ડ સ્ટોરેજમાં પોતાનો બાગાયતી પાક સાચવી શકે છે અને ત્યારબાદ સારી સ્થિતિમાં બજારમાં વેચી સારો ભાવ મેળવી શકે છે.

આમ આ ખેડૂત ભાઈના બાગાયતી પાકને કાપણી બાદ બજાર સુધી પહોંચાડવા સરકાર દ્વારા કોલ્ડ સ્ટોરેજ માટેની સહાય કરી, એટલે કે પાકને સાચવવા માટે વચ્ચેની પ્રક્રિયા માટે સહાય કરી.

આ યોજનાનો લાભ કોને મળે છે ?

બાગાયતી પાકના સંદર્ભને ધ્યાને લઈને આ યોજનાનો લાભ કોઈ વ્યક્તિગત બાગાયતી ખેડૂત મિત્રને અથવા પ્રાઇવેટ સંસ્થા આ યોજનાનો લાભ મેળવી શકે છે. આ ઉપરાંત ખેડૂત સંગઠન જેમ કે FPO (Farmer Producer Organization) અને FPC (Farmer Producer Company) અને સહકારી સંસ્થા ને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

ધ્યાન રહે કે વ્યક્તિગત ખેડૂત મિત્રને, પ્રાઇવેટ સંસ્થાને અને ખેડૂત સંગઠન, સહકારી સંસ્થાને મળતા લાભ અલગ અલગ છે.

આ યોજના દ્વારા મળતા લાભ

  • વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થાને આ યોજના દ્વારા ટોટલ ખર્ચના 50 ટકા અથવા વધુમાં વધુ 50 લાખ રૂપિયા. આ બે માંથી જે ઓછું હશે તે મુજબ સહાય મળશે.
  • વ્યક્તિગત ખેડૂત અને પ્રાઇવેટ સંસ્થાને એક એકમ માટે સહાય આપવામાં આવે છે.
  • ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થાને ટોટલ ખર્ચના 75% અથવા 75 લાખ રૂપિયા. આ બે માંથી જે ઓછું હોય તે મુજબ સહાય મળે છે.
  • ખેડૂત સંગઠન અને સહકારી સંસ્થાને બે એકમ માટે સહાય આપવામાં આવે છે.

નોંધ : આ યોજના દ્વારા ક્રેડીટ લિંક બેક એન્ડ સહાય આપવામાં આવે છે એટલે કે લાભાર્થીએ પહેલા પોતાના પૈસા લગાવવાના હોય છે ત્યારબાદ બાકીના પૈસા માટે સરકાર સહાય આપે છે અને આ યોજનાનો લાભ આજીવન ફક્ત એક વાર જ મળે છે.

ફોર્મ ભરવાની અગત્યની તારીખો

બાગાયતી વિભાગની આ યોજનામાં ફોર્મ ભરવાની શરૂઆત 12/08/2024 ના રોજ થઈ ચૂકી છે અને આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 11/10/2024 છે. તો જો તમે આ યોજના દ્વારા નાણાકીય સહાય મેળવવાની ઈચ્છા છે તો છેલ્લી તારીખ પહેલા અરજી કરી દેજો. અરજી કેવી રીતે કરવી તેની માહિતી પણ નીચે આપેલી જ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ ની યાદી

  1. વ્યક્તિગત ખેડૂત અરજી કરતા હોય તો આધાર કાર્ડની નકલ
  2. સંસ્થા દ્વારા અરજી કરવા માટે સંસ્થાના રજીસ્ટ્રેશન અંગેના પુરાવા
  3. છેલ્લા બે વર્ષનો ઓડીટ રિપોર્ટ, આ વ્યક્તિગત ખેડૂત મિત્રને લાગુ નહીં પડે
  4. પ્રોજેક્ટ સંલગ્ન સાધનિક કાગળો સાથેની દરખાસ્ત
  5. ડીટેઇલ્ડ પ્રોજેક્ટ રીપોર્ટ (નિયત નમુના મુજબનું), ખર્ચના અંદાજો અને ક્વોટેશન સાથે
  6. બેંક લોન સૈક્શન લેટર અને ડીટેઇલ્ડ બેંક એપ્રાઇઝલ નોટ (તમામ ઘટકવાર)
  7. ૭-૧૨ અને ૮-અ ના પુરાવા તથા જમીન બિન ખેતી હોવા અંગેના આધાર પુરાવા
  8. સંસ્થાકીય કિસ્સામાં કોઇપણ એકના નામે અરજી કરવાની અધિકૃતતા (લાગુ પડતું હોય તો)

માત્ર ખેડૂત માટેની યોજના : આ નવી યોજના દ્વારા બધા ખેડૂતોને 42,000 રૂપિયાની નાણાકીય સહાય મળી રહી છે, જાણો આ યોજનાની સંપૂર્ણ માહિતી

આ યોજના માટે અરજી પ્રક્રિયા

  1. જે ખેડૂત મિત્રને, સંસ્થા, કંપની કે સંગઠનને આ યોજના માં અરજી કરવી છે તો સૌપ્રથમ તમારે આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
  2. અહીં હોમ પેજ પર સૌથી ઉપર “યોજનાઓ” નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
  3. હવે નવા પેજ પર “બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” આ ઓપ્શન પસંદ કરો.
  4. હવે અહીં તમને “બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ખાનગી સંસ્થા /ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત” લખેલું દેખાશે તેના પર ક્લિક કરો.
  5. હવે આ યોજનાને લગતી માહિતી માટેનું પેજ ખુલી જશે.
  6. અહીં તમારે સાઈડમાં “અરજી કરો” નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  7. હવે તમને આ યોજના માટે આગળની અરજી પ્રક્રિયા કેવી રીતે કરવી તે માટેના સ્ટેપ્સ અને માર્ગદર્શન આપેલું હશે તે મુજબ આગળ અરજી પ્રક્રિયા કરો.

આશા રાખું છું કે તમને આ યોજના વિશેની સરળ સમજૂતી મળી ગઈ હશે જો તમે બાગાયતી ખેતી કરો છો અને બજાર સુધી પાક સારી સ્થિતિમાં પહોંચતો નથી અને જો તમને યોગ્ય ભાવ મળતા નથી તો આ યોજનાનો લાભ લઈ તમે તમારા બાગાયતી પાકને સારી સ્થિતિમાં બજાર સુધી પહોંચાડી સારો ભાવ મેળવી શકો છો, ધન્યવાદ.

Leave a Comment