Ghar Ghanti Sahay Yojana 2024: વિનામૂલ્યે ઘરઘંટી આપવામાં આવી રહી છે, આવી રીતે કરો અરજી

Ghar Ghanti Sahay Yojana 2024: ઘર ઘંટી સહાય યોજના, માનવ કલ્યાણ યોજના હેઠળ કાર્યરત છે. માનવ કલ્યાણ યોજનામાં 18 પ્રકારના વ્યવસાય માટે સાધન સહાય આપવામાં આવે છે તે સાધન સહાયમાં જ એક સાધન તરીકે ઘરઘંટી વિનામૂલ્યે આપવામાં આવે છે. જો તમારે ઘર ઘંટી સહાય યોજના દ્વારા વિનામૂલ્યે ઘર ઘંટીનો લાભ લેવો હોય તો તમારે આ લેખ છેલ્લે સુધી વાંચવુ પડશે જેથી તમને આ યોજનાની બધી જ માહિતી મળી જાય.

ઘરઘંટી સહાય યોજનાની સામાન્ય માહિતી | Ghar Ghanti Sahay Yojana 2024

આ યોજના માનવ કલ્યાણ યોજના હેઠળ ચાલે છે, આ યોજના દ્વારા લાભાર્થીને વિના મૂલ્યે ઘર ઘંટી આપવામાં આવે છે. આ યોજના દ્વારા જો તમારે વિનામૂલ્યે ઘર ઘંટી જોઈતી હોય તો આ યોજના માટેના સરકાર દ્વારા નક્કી કરેલા કેટલાક નિયમોનું પાલન કરવું પડશે, આ નિયમો જોતા પહેલા આ યોજના દ્વારા મળતા લાભ વિશે જાણી લઈએ.

સરકારી યોજના : આ યોજના દ્વારા બાળકને રૂપિયા 36,000 ના સહાય આપવામાં આવે છે, છેલ્લી તારીખ પહેલા અરજી કરવી પડશે

ઘરઘંટી સહાય યોજના દ્વારા મળતા લાભ

  • આ યોજના દ્વારા ગુજરાતના દરેક જાતિના નાગરિકને આપવામાં આવે છે.
  • આ યોજના દ્વારા લાભાર્થીને વિનામૂલ્યે ઘરઘંટી આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે નિયમો

  • આ યોજનાનો લાભ ગુજરાતના 18 વર્ષ થી 60 વર્ષ સુધીની ઉંમરના લોકોને જ આપવામાં આવે છે.
  • ગામડાના વિસ્તારોમાં રહેતા લોકો અરજી કરવા ઈચ્છે છે તો તેની વાર્ષિક આવક એક લાખ વીસ હાજર થી વધારે ના હોવી જોઈએ.
  • શહેરના લોકો આ યોજનામાં અરજી કરવા ઈચ્છે છે તો તેની વાર્ષિક આવક એક લાખ પચાસ હાજરથી વધારે ના હોવી જોઈએ.
  • અરજદારના એક પણ કુટુંબ સભ્ય એ આ યોજનાનો લાભ લીધેલ ના હોવો જોઈએ.
  • અરજદારના કુટુંબ માં કોઈને સરકારી નોકરી ન હોવી જોઈએ.
  • જો આ યોજનાનો લાભ એકવાર મળી જાય છે તો બીજી વાર આ યોજનાનો લાભ મળતો નથી.

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • સ્વઘોષણા પ્રમાણપત્ર
  • અરજદારનું આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • અરજદારનું રાશનકાર્ડ
  • અરજદારનો આવકનો દાખલો
  • તાજેતર ની પાસપોર્ટ સાઈઝ નો ફોટો

આ યોજના માટે અરજી કેવી રીતે કરવી ?

  • સૌ પ્રથમ https://e-kutir.gujarat.gov.in/ નામની વેબસાઇટ ઓપન કરો.
  • અહી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.
  • યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
  • ત્યારબાદ “Commissioner of Cottage and Rural Industries” નામનો ઓપ્શન પસંદ કરવાનો.
  • હવે તમારે માનવ કલ્યાણ યોજના પસંદ કરવાની છે.
  • હવે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ભરવાની રહેશે.
  • વિગતો ભર્યા બાદ જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે અરજી સબમિટ કરી શકો છો.

આ રીતે તમે ઘરઘંટી યોજના માટે ઓનલાઇન અરજી કરી શકો છો, દરેક સરકારી યોજનની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

1 thought on “Ghar Ghanti Sahay Yojana 2024: વિનામૂલ્યે ઘરઘંટી આપવામાં આવી રહી છે, આવી રીતે કરો અરજી”

Leave a Comment