ખેડૂતોને હેકટર દીઠ ₹2000ની સહાય આપવામાં આવી રહી છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરો-Gujarat Government Scheme For Organic Farming

Gujarat Government Scheme For Organic Farming : કેમ છો ખેડૂત મિત્રો આજે અમે ફરી તમારા માટે એક નવી યોજના ની માહિતી લઈને આવી ગયા છે. આ યોજના દ્વારા ગુજરાત સરકાર તમને હેકટર દીઠ 2000 રૂપિયાની આર્થિક સહાય આપી રહી છે અને હજુ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા આ યોજનાની માહિતી મેળવી આ યોજનામાં અરજી કરી દો જેથી તમે પણ હેકટર દીઠ રૂપિયા 2000 સહાયનો લાભ મેળવી શકો. તો ચાલો આ યોજના વિશે માહિતી મેળવી લઈએ.

શું છે આ યોજના | Gujarat Government Scheme For Organic Farming

આ યોજનાનું નામ “સેંદ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન / ઇન્સ્પેકશન / સર્ટીફીકેશન ના વળતર” છે સામાન્ય રીતે આ યોજના દ્વારા ગુજરાતના ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને ઓર્ગેનિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તેથી જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તેઓને સરકાર વધુ પ્રોત્સાહન આપવા માટે હેકટર દીઠ 2000 રૂપિયાની સહાય આપે છે. તો ચાલો હવે જોઈ લઈએ કે આ યોજના દ્વારા કેવી રીતે લાભ મળે છે.

કેવી રીતે લાભ મળે છે ?

જો કોઈ ખેડૂત મિત્ર ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે અને તેને પોતાની ઓર્ગેનિક ખેતી માટે ઇન્સ્પેક્શન કરાવવું છે, રજીસ્ટ્રેશન કરાવવું છે કે ઓર્ગેનિક ખેતી માટેનું પ્રમાણપત્ર મેળવવું છે તો આ કામમાં જેટલો ખર્ચ થાય તે ખર્ચના 50% અથવા હેક્ટર દીઠ 2000 રૂપિયા. બેમાંથી જે ઓછું હોય તે સહાય ગુજરાત સરકાર આપે છે.

ઉદાહરણ તરીકે તમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો અને તમારે તમારી ઓર્ગેનિક ખેતી માટે ઇન્સ્પેક્શન, રજીસ્ટ્રેશન અથવા પ્રમાણપત્ર મેળવવું છે અને તે માટે રૂપિયા 8,000 નો ખર્ચ થયો, તો ગુજરાતી સરકાર તમને આ ખર્ચના 50 ટકા એટલે કે ₹4,000 સહાયરૂપે આપે છે.

આ યોજનાનો લાભ લેવા માટેના કેટલાક નિયમો છે જો આ નિયમોનું પાલન થાય તો જ આ યોજના હેઠળ ખેડૂતને સહાય આપવામાં આવે છે.

હાલ ચાલુ સરકારી યોજનાઓ :

આ યોજના માટેના નિયમો

  • આ યોજનાનો લાભ ફક્ત ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોને જ આપવામાં આવે છે.
  • માત્ર ગુજરાતના ખેડૂતોને જ આ યોજના દ્વારા લાભ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ વર્ષમાં એક જ વાર મળવા પાત્ર થાય છે.
  • આ યોજના દ્વારા બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવે છે, એટલે કે આ યોજના દ્વારા વધુમાં વધુ રૂપિયા 4000 ની સહાય મળવાપાત્ર થાય છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત પાસે જરૂરી તમામ દસ્તાવેજ હાજર હોવા જોઈએ.

જરૂરી દસ્તાવેજોની યાદી

  • અરજી કરનાર ખેડૂતનું ઓળખ પત્ર કે જેમાં ફોટો હોય (આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વગેરેમાંથી કોઈ એક)
  • જમીનના જરૂરી દસ્તાવેજ જેમકે 7/12 અને 8-અ
  • ઓર્ગેનિક ખેતી માટે ઇન્સ્પેક્શન કરાવેલું છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે અથવા પ્રમાણપત્ર મેળવેલું છે તો તે અંગેનો પુરાવો
  • ખેડૂતની બેંક ખાતાના પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેકની નકલ
  • જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

જો તમે ઉપરના બધા નિયમોનું પાલન કરો છો તેમજ ઉપર દર્શાવેલા બધા જ દસ્તાવેજ ધરાવો છો તો તમે આઇ ખેડૂત પોર્ટલ પર 19/07/2024 થી 31/10/2024 સુધીમાં અરજી કરી આ સરકારી યોજનાનો લાભ મેળવી શકો છો.

અરજી કેવી રીતે કરવી ?

  • આ યોજનામાં અરજી કરવા માટે સૌપ્રથમ ગૂગલપર આઇ ખેડૂત પોર્ટલ લખો.
  • સર્ચ રીઝલ્ટ માં આવતી પહેલી જ વેબસાઈટ સત્તાવાર વેબસાઈટ તેઓ ઓપન કરો.
  • હોમ પેજ પર સૌથી ઉપર યોજનાઓ નામનો વિકલ્પ પસંદ કરો.
  • હવે ના પેજ પર સૌથી નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે અહી ક્લિક કરો” એવું લખેલું છે તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે “સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ” માટેનો વિકલ્પ પસંદ કરવાનું છે.
  • હવે તમારે “સેંદ્રીય ખેતી માટે રજીસ્ટ્રેશન / ઇન્સ્પેકશન / સર્ટીફીકેશન ના વળતર” નામની યોજના પસંદ કરવાનું છે.
  • ત્યારબાદ ઘણી બધી સૂચનાઓ આપવામાં આવશે તે બધી સૂચનાઓ વાંચીને નીચે નવી અરજી માટે નો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • હવે આ યોજના માટે પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ભરવાની છે તેમજ જરૂરી તમામ દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
  • આ બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ અરજીને કન્ફર્મ કરવી ફરજિયાત છે.

મિત્રો તમને જણાવી દઈએ કે જો તમને અમારા દ્વારા આપવામાં આવેલી યોજનાઓ વિશેની માહિતી પસંદ આવે છે તો ઉપર મેનુમાં જઈ સરકારી યોજનાનો વિકલ્પ પસંદ કરો, ત્યાં તમને હાલ ચાલુ બધી જ સરકારી યોજનાઓની માહિતી મળી જશે, ધન્યવાદ.

Leave a Comment