I khedut Portal Yojana : ₹50,000 સુધીની સહાય મળી રહી છે ખેડૂતોને, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો

I khedut Portal Yojana : ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂતો માટે અવારનવાર નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. આ યોજનાઓ દ્વારા ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે છે તેથી તેઓ સરળતાથી ખેત ઉત્પાદનમાં વધારો કરી શકે તેમજ પોતાની આવકમાં વધારો કરી શકે છે. ગુજરાત સરકાર દ્વારા ખેતીમાં ઉપયોગ લેવાતા સાધનોની ખરીદી માટે રૂપિયા 50,000/- સુધીની આપે છે તો ચાલો આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવીએ.

ખેતીમાં વાપરતા સાધનો માટે નાણાકીય સહાય | I khedut Portal Yojana

ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર ખેતીમાં લણણી માટે સાધનોની ખરીદી માટે નવી યોજના અમલમાં મૂકી છે, આ યોજના દ્વારા જે ખેડૂત મિત્રો લણણી માટેના સાધનોની ખરીદી કરવા માટે સરકારી સહાય મેળવવાની ઈચ્છે છે તેઓ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, તેથી આપણે આ યોજના દ્વારા મળતા ફાયદાઓ, આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો તેમજ ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા વિશેની માહિતી મેળવીશું. તો આ લેખ છેલ્લે સુધી જરૂર વાંચજો.

આ યોજના દ્વારા મળતા લાભ

  • હાથથી ચાલતા ઓઇલપામ કટર માટે રૂપિયા 2,500 સુધીની સહાય
  • પ્રોટેકટીવ વાયરમેશ માટે રૂપિયા 20,000 સુધીની સહાય
  • મોટરાઇઝ્ડ ચીઝલ રૂ. 15,000/- સુધીની નાણાકીય સહાય
  • એલ્યુમીનીયમપોર્ટેબલ લેડર/ પોલ્સ માટે રૂ. 5000/- સુધીની નાણાકીય સહાય
  • ચાફ કટર રૂ.50,000/- સુધીની નાણાકીયા સહાય

લણણી સાધનો માટે સહાય મેળવવા જરૂરી નિયમો

  • આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના ખેડૂતોને જ મળવા પાત્ર છે.
  • જો તમે આ યોજનાનો લાભ એકવાર મેળવી લીધો હોય તો બીજી વાર આ યોજનાનો લાભ મળતો નથી.
  • આ યોજનાનો લાભ ફક્ત ઓઇલપામ નું વાવેતર કરતા ખેડૂતોને જ આપવામાં આવે છે.
  • લણણી માટેના સાધનો ખરીદવા માટે ખેડૂત પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ્સની યાદી

  • જો જાતિનો દાખલો લાગુ પડે તો હોય તો જાતિનો દાખલો
  • દિવ્યા ખેડૂત મિત્રોએ દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનો રહેશે
  • જમીન ના જરૂરી દસ્તાવેજ જેમકે 7/12 અને 8-અ
  • આધારકાર્ડ
  • બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
  • જો સંયુક્ત ખાતુ ધરાવતા હોય તો સંમતિ પત્રક ની જરૂર પડે છે

અરજી કરવા માટેની જરૂરી તારીખો

જો તમે આ યોજના દ્વારા લણણી માટેના સાધનો પર સરકારી સહાય મેળવવા માગો છો તો તમારે 18/08/2024 થી 30/08/2024 સુધીમાં અરજી કરવાની રહેશે. અરજી કરતા માટેની પ્રક્રિયા નીચે મુજબ આપેલ છે.

આ યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

  • સૌપ્રથમ મોબાઇલમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરો
  • અહી સૌથી ઉપરના ભાગમાં યોજનાઓ નામનો વિકલ્પ પાસે તેના પર ક્લિક કરો
  • હવે તમારે બાગાયતી યોજનાઓ લખેલું છે ત્યાં ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવા પેજ પર સૌથી નીચે તમને “લણણી સાધનો” નામ નો વિકલ્પ દેખાશે ત્યાં ક્લિક કરો.
  • હવે તમને આ યોજના વિશેની માહિતી દેખાશે અને સાઈડમાં અરજી કરો નામનું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.
  • અહીં તમને ઓનલાઇન અરજી કરવાનું તેમજ અરજી કર્યા બાદની પ્રક્રિયાનું સમગ્ર માર્ગદર્શન મળી જશે.
  • અહીં દર્શાવેલા માર્ગદર્શન પ્રમાણે તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.

Leave a Comment