Mahila vrutika yojana 2024 : મહીલા વૃતિકા યોજના, આ યોજનાના નામ પરથી જ ખ્યાલ આવે કે આ યોજના મહિલાઓ માટે છે. આ યોજના દ્વારા મહિલાઓને અમુક દિવસો સુધી દરરોજ ₹250-₹250 આપવામાં આવે છે પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી મહિલાઓ એ કેટલીક શરતોનું પાલન કરવાનું રહેશે તો ચાલો તે શરતો અને અન્ય મહત્વની માહિતી પણ આ લેખ મા જોઈએ.
મહીલા વૃતિકા યોજના | Mahila vrutika yojana 2024
મહિલા વૃતિકા યોજના દ્વારા સરકાર એવું ઈચ્છી રહી છે કે ગુજરાતની મહિલાઓ પોતાના પગભર થઈ આત્મનિર્ભર બને અને તે માટે સરકાર મહિલાઓ માટે આ યોજના લાવી છે. આ યોજના દ્વારા કેવી રીતે લાભ મળે છે તે વિશે જાણકારી મેળવીએ.
આ યોજના દ્વારા કેવી રીતે સહાય મળે છે ?
આ યોજનામાં જે પણ મહિલાઓ એ અરજી કરી હોય તે મહિલાઓને દિવસ દીઠ ₹250 સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે.
પરંતુ સરકાર દ્વારા આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમો બનાવાવમાં આવ્યા છે, આ નિયમોનું પાલન કરનાર મહિલાઓને જ આ યોજનનો લાભ આપવામાં આવે છે.
સરકાર દ્વારા બનાવેલા નિયમો
નવી યોજના : પહેલાં વર્ષે ₹1,43,000, બીજા અને ત્રીજા વર્ષે ₹64,800 ની સહાય મળી રહી છે આ યોજના દ્વારા, આ રીતે અરજી કરો.
- આ યોજનાનો લાભ ફક્ત એવી મહિલાઓને જ આપવામાં આવે છે જેઓ સરકાર દ્વારા રજૂ કરાયેલ બાગાયતી ખેતીની તાલીમના કાર્યક્રમમાં ભાગ લે છે.
- આ યોજના દ્વારા મહિલાને બાગાયતી ખેતીની તાલીમ 2 અથવા 5 દિવસની આપવામાં આવે છે, તેથી જો મહિલા 2 દિવસની તાલીમમાં ભાગ લે શે તો તેને ₹500 સહાય મળશે અને 5 દિવસની તાલીમમાં ભાગ લે શે તો તેને ₹2,500 ની સહાય આપવામાં આવે છે.
- આ યોજના ફક્ત ગુજરાતની મહિલાઓ માટે જ અમલમાં છે, તેમજ મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
મહીલા વૃતિકા યોજના માટે દસ્તાવેજની યાદી
- આ યોજનામાં મહિલાને અરજી કરવા માટે મહિલાએ પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો રજૂ કરાવો પડશે.
- મહિલાની બેંક ખાતાની પાસબુક
- રાશનકાર્ડની નકલ
- મહિલાનું સરકાર માન્ય કોઈ પણ આઇડેન્ટી પ્રૂફ
અરજી કેવી રીતે કરવી ?
- અરજી કરવા માટે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
- હવે અહી યોજનાઓ નામનો ઓપ્શન પસંદ કરવાનો છે.
- હવે તમારી સમક્ષ અલગ અલગ વિભાગની યોજનાઓ આવશે તેમાંથી તમારે બાગાયતી ની યોજના પસંદ કરવાની છે.
- હવે બાગાયતી યોજના માટે હાલ ચાલુ યોજનાઓનું લીસ્ટ આવી જશે.
- અહી તમારે મહીલા વૃતિકા યોજના પસંદ કરવી પડશે.
- હવે તમારે આ યોજના માટેના ઓનલાઇન અરજી ફોર્મ માં પૂછવામાં આવેલ માહિતી અને દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ તમે અરજી કંફરમ કરી શકો છો.
મિત્રો આશા રાખું છે કે તમને આ યોજનાની જરૂરી તમામ માહિતી અહીંથી જ મળી ગઈ હશે, આવી રીતે દરેક સરકારી યોજનાની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.