આર્થીક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારની નવી યોજના, મહિને 2000 રૂપિયા અને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે – Maragha palan yojana

Maragha palan yojana: ભારતમાં વધતી જતી બેરોજગારી ની સ્થતિમાં લોકોને નોકરી મળતી નથી અને નોકરી મળે તો પણ પગાર ધોરણ એટલું નીચું હોય છે કે ઘરનું ગુજરાન ચાલતું નથી પરિણામે લોકો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારે છે પરંતુ યોગ્ય કૌશલ્ય અને પૈસાની કમી ને કારણે લોકો વ્યવસાય શરૂ કરવામાં પણ સફળ થતાં નથી પરંતુ ગુજરાત સરકાર આવા લોકોને સફળ બનાવવા માટે યોજના દ્વારા સહાય કરે છે જેથી આ લોકો પોતાના શરૂ કરેલા નવા વ્યવસાયમાં સફળતા મેળવી શકે.

મરઘાં પાલન વ્યવસાય માટે તાલીમ યોજના | Maragha palan yojana

સામાન્ય રીતે ગુજરાત સરકાર આ યોજના દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને મરઘાં પાલનનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા લોકોને તે વ્યવસાય અંગેની તાલીમ આપે છે, આ તાલીમમાં મરઘાં પાલન વ્યવસાય કેવી રીતે કરવો, મરઘાઓના ખોરાક તેમજ બજારમાં વેચાણ માટેની માહિતી તેમજ તાલીમ આપવામાં આવે છે અને ફક્ત તાલીમ જ નહીં પરંતુ તાલીમ સાથે સાથે રોજ બરોજ ના ખર્ચ માટે 2000 રૂપિયા ની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે.

તો ચાલો હવે આ યોજના દ્વારા મળતા લાભ વિશેની માહિતી મેળવી લઈએ.

આર્થીક રીતે નબળા વર્ગ માટે યોજના : બાંધકામ માટે 5 લાખ રૂપિયાનીની સહાય આપી રહી છે ગુજરાત સરકાર, આ યોજનાનો લાભ લેવા જલ્દી અરજી કરો

Maragha palan yojana દ્વારા મળતું સહાય ધોરણ

આ યોજના દ્વારા અરજી કરનાર અરજદારને વિનામૂલ્યે મરઘાં પાલન વ્યવસાયની તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત આ યોજના દ્વારા સ્ટાઈપેન્ડ સ્વરૂપે રૂપિયા 2000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ વર્ષમાં 3 વાર મેળવી શકાય છે.
તાલીમ મેળવ્યા બાદ તાલીમ લેનારને આ અંગેનું પ્રમાણ પત્ર પણ આપવામાં આવે છે.
મરઘાં પાલનની તાલીમ મેળવ્યા બાદ વ્યક્તિને આ વ્યવસાય અંગેની માહિતી મળી જાય છે તેથી તે આ વ્યવસાય શરૂ કરી સારી આવક કરી શકે છે.

Maragha palan yojana માટે અગત્યની તારીખો

જો તમે આ યોજનામાં અરજી કરવા માંગો છો તો તમારે 15/06/2024 થી 31/12/2024 સુધી અરજી કરવાની રહેશે, અરજી કરવા માટે નીચે અરજી કરવાની રીત પણ આપેલ છે તે મુજબ તમે અરજી કરી શકો છો.

અરજદારે આ નિયમોનું પાલન કરવું પડશે

  • આ યોજનામાં ગુજરાતમાં રહેવાસી ને લાભ આપવામાં આવે છે.
  • આર્થિક રીતે નબળા વર્ગના લોકો ને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • અરજદાર પાસે આ યોજનામાં અરજી કરવા માટેના તમામ દસ્તાવેજ હજાર હોવા જોઈએ.
  • અરજીની છેલ્લી તારીખ પહેલાં અરજી કરનાર વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી

  • અરજી કરવા માટે સરકાર માન્ય કોઈ પણ ફોટો વાળું ઓળખ પત્ર.
  • જો અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યંગતા અંગેનું પ્રમાણપત્ર
  • આવક નો દાખલો ફરજિયાત રજૂ કરવાનો છે.
  • જો મરઘાં પાલન અંગેનું સર્ટિફિકેટ ધરાવતા હોય તો તે રજૂ કરવું

અરજી કેવી રીતે કરવી

  • આ યોજનાના તમામ માપદંડો ને અનુસરતા વ્યક્તિને પોતાના મોબાઈલ માં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવું
  • અહી તમારે “યોજનાઓ” નામનો ઓપ્શન પસંદ કરવો.
  • ત્યાર બાદ નવા પેજ પર તમારે “પશુ પાલનની યોજનાઓ” નામનો વિકલ્પ પસંદ કરવો.
  • હવે તમને “આર્થિક રીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના” લખેલું દેખાશે તેના પર ક્લિક કરવું.
  • અહી તમને આ યોજનાની જાણકારી આપવામાં આવશે તેમજ અરજી કરવા માટેનું ઓપ્શન પણ આપવામાં આવશે તેના પર ક્લિક કરો.
  • અહી આ યોજના માં અરજી કરવા માટે સ્ટેપ બાય સ્ટેપ વિગતો હશે તે મુજબ તમારે આગળ અરજી પ્રક્રિયા કરવાની રહેશે.

આશા રાખું છું કે આ યોજનાની તમામ જાણકારી થી તમે સંતુષ્ટ હશો, આવી જ રીતે સરકાર ની અવનવી યોજનાઓ વિશે માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો અને જરૂરિયાત મંદ લોકો ને આ યોજના વિશે માહિતી જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment