મોટોરોલા નો આ મોબાઇલ ગ્લોબલી ધૂમ મચાવી રહ્યો છે જાણો Moto G55 5G Specification ની વિગતવાર માહિતી

Moto G55 5G Specification : જો તમે નવો મોબાઈલ ખરીદવાના વિચારી રહ્યા છો અને તમારું બજેટ ખૂબ વધારે પણ નહીં અને ખૂબ ઓછું પણ નહીં એટલે કે મધ્યમ રેન્જના ભાવમાં મોબાઈલ સૌથી રહ્યા છો તો તમારે મોટોરોલા ના આ મોબાઈલ વિશે જરૂર જાણકારી મેળવવી જોઈએ. સૌપ્રથમ આ મોબાઇલનું ઓવરવ્યુ જોઈને ત્યારબાદ દરેક સ્પેસિફિકેશનની વિગતવાર માહિતી મેળવીએ.

Moto G55 5G mobile મા 5000mAh ની બેટરી આપવામાં આવે છે તેમજ 8GB રેમ અને 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ ની સુવિધા પણ આપે છે આ ઉપરાંત આ મોબાઈલમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ જોવા મળે છે, 50MP + 8MP. અને સેલ્ફી કેમેરો 16MP નો આપવામાં આવે છે આ ઉપરાંત આ મોબાઇલમાં 6.49 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે.

તો હવે આ મોબાઈલ ના દરેક સ્પેસિફિકેશન વિશેની વિગતવાર માહિતી મેળવીએ તેમજ આ મોબાઇલની કિંમત વિશેની જાણકારી મેળવીએ.

Moto G55 5G Mobile Display

મોટોરોલા કંપનીના આ મોડલમાં તમને 6.49 ઇંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે જોવા મળી જશે. આ ઉપરાંત આ મોબાઇલની ડિસ્પ્લે એલસીડી ટેકનોલોજી પર કાર્ય કરે છે. આ મોબાઇલમાં તમને 2400 x 1080 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવે છે અને 120Hz રિફ્રેશ રેટ જોવા મળે છે.

આ મોબાઇલની ખરીદી માટે ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે.

  1. Forest Grey
  2. Smoking Green
  3. Twilight Purple

આ મોબાઈલ ની બેટરી વિશેની માહિતી

Moto G55 5G Mobile ની એકદમ દમદાર છે, આ મોબાઇલમાં 5000 mAh ની બેટરી જોવા મળે છે આ ઉપરાંત આ મોબાઇલ 30W નું ફાસ્ટ ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ પણ આપે છે. એટલે કે આ મોબાઈલ સો ટકા ચાર્જિંગ થવા માં વધારે સમય નહીં લેશે.

Moto G55 5G Mobile Camera

આ મોબાઇલની કેમેરા ક્વોલિટી પણ સારી છે, આ મોબાઇલમાં પાછળ ડ્યુલ કેમેરા સેટઅપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 50MP અને બીજો કેમેરો 8MP નો આપવામાં આવે છે તેમજ સેલ્ફી કેમેરાની વાત કરીએ તો 16MP આપવામાં આવે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં એક એલઇડી ફ્લેશ લાઈટ જોવા મળે છે.

Moto G55 5G Mobile RAM, ROM and Processor

મોટોરોલા કંપનીના આ મોબાઇલમાં 8GB રેમ અને 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવે છે. હાલ આ મોબાઇલમાં આ 8GB + 256GB નો એક જ વેરીએંટ લોન્ચ કરવામાં આવ્યો છે.

આ મોબાઈલ ના પ્રોસેસર ની વાત કરીએ તો, Moto G55 5G Mobile મા MediaTek Dimensity 7025 પ્રોસેસર આપવામાં આવે છે. તેમજ આ મોબાઇલ Android 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.

Moto G55 5G Mobile In India

હાલ મોટોરોલા કંપનીનો આ મોબાઇલ ગ્લોબલી લોન્ચ થઈ ગયો છે પરંતુ ભારતમાં આ મોડલ લોન્ચ નથી થયું તેથી આ મોબાઇલની ગલોબલી કિંમત ભારતના રૂપિયા મુજબ જોઈએ તો ₹23,000 ની આસપાસ થાય છે. આ મોબાઇલ ભારતમાં વહેલી તકે લોન્ચ થવાની સંભાવના છે એટલે ભારતમાં પણ આ કિંમતની આસપાસ જ લોન્ચ થશે તેવી આશા છે.

Leave a Comment