Pashupalan yojana gujarat : ગુજરાતના દરેક જિલ્લાઓના વ્યક્તિગત પશુપાલકો તેમજ ગૌ શાળા અને પાંજરાપોળ જેવી પશુઓને લગતી સંસ્થાઓને ગુજરાત સરકાર દ્વારા એક પશુ દીઠ 500 રૂપિયાની સહાય આ યોજના દ્વારા મળે છે મળે છે. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ, જેમકે આ યોજનાના અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ, અરજી કરવાની પ્રક્રિયા વગેરે.
પશુપાલનની આ કઈ યોજના છે | Pashupalan yojana gujarat
ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર પશુપાલનની એક યોજના ની જાણકારી આપવામાં આવી છે આ યોજનાનું નામ છે “રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના”. આ યોજના પશુપાલક નિયામક શ્રી ને કચેરી દ્વારા અમલીકરણ થાય છે તેમજ આ યોજના દ્વારા ગુજરાતના દરેક પશુપાલકોને તેમજ સંસ્થાઓને લાભ મળવાપાત્ર થાય છે. હાલ આ યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી પ્રક્રિયા ચાલુ છે. જો તમે પશુપાલન ને લગતી સંસ્થાઓ અથવા પશુપાલક છો તો તમને આ યોજના વિશેની માહિતી ખબર હોવી જ જોઈએ.
રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના દ્વારા મળતા લાભ
- આ યોજના દ્વારા ગુજરાતના દરેક પશુપાલક અથવા પશુપાલન ને લગતી સંસ્થાઓને વાછરડા દીઠ 500 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે.
- આ નાણાકીય સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
- જો અરજી કરનાર અરજદાર દિવ્યાંગ કેટેગરીમાં આવે છે તો તેને આ યોજના માટે 5% અનામત પણ આપવામાં આવે છે.
રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના માટે જરૂરી નિયમ
ગુજરાતી સરકારની હાલ ચાલુ યોજના : આર્થીક રીતે નબળા વર્ગ માટે ગુજરાત સરકારની નવી યોજના, મહિને 2000 રૂપિયા અને વિનામૂલ્યે તાલીમ આપવામાં આવે છે
- આ યોજના દ્વારા ફક્ત વ્યક્તિગત પશુપાલકો તેમજ પશુપાલનને લગતી સંસ્થાઓ દ્વારા નર વાછરડાના ખસીકરણની પ્રક્રિયા માટે જ લાભ આપવામાં આવે છે.
- અરજી મંજૂર થયા ને 30 દિવસની અંદર વાછરડાની ખસીકરણની પ્રક્રિયા કરવાની રહેશે.
- ખસીકરણની પ્રક્રિયા બે પદ્ધતિથી કરવામાં આવશે તો જ લાભ મળશે. ક્લોઝ પદ્ધતિ અને સર્જીકલ પદ્ધતિ
- ક્લોઝ પદ્ધતિ : આ પદ્ધતિમાં વૈજ્ઞાનિક રીતે વાછરડાની ખસીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે.
- સર્જીકલ પદ્ધતિ : આ પદ્ધતિમાં સર્જીકલ સાધનોની મદદથી ખસીકરણની પ્રક્રિયા કરવામાં આવે છે.
- અરજદાર પાસે અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ તેમજ છેલ્લી તારીખ પહેલા અરજી કરેલી હોવી જોઈએ.
રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના માટે અગત્યની તારીખ
ગુજરાતના દરેક પશુપાલકો અને પશુપાલન ને લગતી સંસ્થાઓ તારીખ 15/06/2024 થી 30/09/2024 સુધી આઇ ખેડૂત પોર્ટલ અરજી કરી શકે છે.
આ ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે
- જો અરજદાર દિવ્યાંગ હોય તો પાંચ ટકા અનામત મેળવવા માટે દીવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું
- સરકાર માન્ય કોઈ પણ ફોટા વાળો આઇડેન્ટી પ્રૂફ
- જો સંસ્થા દ્વારા અરજી કરવાની હોય તો સંસ્થાના રજીસ્ટ્રેશનની નકલ
- બેંક ખાતાની પાસબુક અથવા રદ કરેલ ચેક
આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી માર્ગદર્શન
આ યોજનામાં અરજી કરવા માટે અરજદારે આઇ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
આઇ ખેડૂત પોર્ટલ ના હોમ પેજ પર “યોજનાઓ” નામના વિકલ્પ પસંદ કરવો.
હવે તમારે “પશુપાલન ની યોજનાઓ” વિકલ્પ પસંદ કરવો.
અહી તમને “રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજના” નામની યોજના પસંદ કરવી પડશે.
આ યોજનાની માહિતી વાચ્યા બાદ “અરજી કરો” પર દબાવશો એટલે આ યોજના માં અરજી કરવા માટેની માહિતી મળી જશે. તે મુજબ આગળ અરજી પ્રક્રિયા કરો.
નોંધ : આ અરજીની પ્રિન્ટ કાઢી, સહી સાથે જરૂરી દસ્તાવેજો જોડીને, નજીકના વેટેરીનરી પોલિક્લિનિકમાં જમા કરાવવી અથવા આઇ ખેડુત પોર્ટલ પર જ અપલોડ કરવાની રહેશે.
આશા રાખું છે કે આ આર્ટિકલ દ્વારા તમને આ યોજના વિશેની માહિતી મળી ગઈ હશે. આવી જ રીતે યોજનાનો ની સમયસર માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા પશુપાલક મિત્ર ને આ આર્ટિકલ જરૂર થી શેર કરજો.