PM Vishwakarma Silai Machine Yojana : પ્રધાનમંત્રી સિલાઈ મશીન યોજના દ્વારા મહિલાઓને ફક્ત સિલાઈ મશીન જ નહીં પરંતુ સિલાઈ કામ માટે તાલીમ પણ આપવામાં આવે છે આ ઉપરાંત રૂપિયા 15000 ની સહાય પણ આપવામાં આવે છે. મહિલા સશક્તિકરણ ની દિશામાં આગળ વધવા માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આ એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. તો ચાલો પીએમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના ની સંપૂર્ણ માહિતી મેળવીએ જેમકે આ યોજના દ્વારા કોને લાભ મળશે તેમજ અરજી પ્રક્રિયા તેમજ આ યોજનાના લાભો.
PM Vishwakarma Silai Machine Yojana 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવી છે, પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા અલગ અલગ બધા પ્રકારના વ્યવસાયો કરતા વ્યવસાયકારોને તેના વ્યવસાય ને લગતા સાધનોની ખરીદી માટે નાણાકીય સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને વિના મૂલ્ય સિલાઈ મશીન આપવામાં આવે છે અથવા 15000 રૂપિયાની નાણાકીય સહાય તેમજ સિલાઈ કામ શીખવા માટે તાલીમ પણ આપવામાં આવે છે.
આ યોજનાના મુખ્ય હેતુ એ જ છે કે મહિલાઓ આત્મનિર્ભર બને તેમજ મહિલા સશક્તિકરણ માટે લોકોમાં જાગૃતતા ફેલાય.
પીએમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના ના ફાયદાઓ
આ યોજના હેઠળ ભારતની 50 હજાર મહિલાઓને સિલાઈ મશીન ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. જો મહિલા આ યોજના માટે યોગ્ય પાત્રતા ધરાવે છે તો તેને સિલાઈ મશીન ખરીદવા માટે રૂપિયા 15000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે. તેમજ જો મહિલા સિલાઈ કામ શીખવા ઈચ્છે છે તો તેને વિના મૂલ્ય સિલાઈ કામ માટેની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે.
આ યોજના દ્વારા જે મહિલા ટ્રેનિંગ મેળવે છે તે મહિલાને ટ્રેનિંગ પૂર્ણ થયા બાદ, જો તે સિલાઈ કામનું પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે તો તેને સરકાર તરફથી રૂપિયા બે લાખની લોન પણ મળવાપાત્ર થશે અને આ લોન પર ઓછામાં ઓછું વ્યાજ દર ચૂકવવાનું રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી માપદંડો
કોઈપણ ભારતીય મહિલા આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તો તે મહિલાની ઓછામાં ઓછી 20 વર્ષની ઉંમર હોવી જોઈએ તેમજ વધુમાં વધુ 40 વર્ષની ઉંમર ની મહિલાઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે ઉપરાંત જો મહિલાના પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરી રહ્યું છે તો તેને આ યોજનાનો લાભ મળતો નથી તેમજ લાભાર્થી મહિલાના પરિવારની આવક બે લાખ રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ અને કોઈ પણ મહિલા આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત એક જ વાર મેળવી શકે છે.
પીએમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના માટે અરજી પ્રક્રિયા
જો તમે આ યોજનાનો લાભ લેવા ઈચ્છો છો તો તમારે આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ https://pmvishwakarma.gov.in/ વિઝીટ કરવાની રહેશે. અહીં તમારે આ યોજના માટેનું ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ જરૂરી તમામ દસ્તાવેજો સ્કેન કર્યા બાદ અપલોડ કરવાના રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે તમારી અરજીને સબમિટ કરવાની રહેશે.
જો તમે પીએમ વિશ્વકર્મા સિલાઈ મશીન યોજના દ્વારા ટ્રેનિંગ લેવા ઈચ્છો છો તો તમારે તમારી અરજીની પ્રિન્ટ કાઢી તમારી નજીકના ટ્રેનિંગ સેન્ટર જમા કરાવવાનું રહેશે. ત્યારબાદ તમે અહી સિલાઈ કામ માટેની ટ્રેનિંગ મેળવી શકશો.
આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવ્યા છે જો તમારા કોઈ મહિલા મિત્રને સિલાઈ કામ શરૂ કરવું છે પરંતુ સિલાઈ મશીન માટે જરૂરી નાણાકીય વ્યવસ્થા નથી તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.