SBI Asha Scholarship 2024 : ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને એસબીઆઈ ₹10,000 ની સ્કોલરશીપ આપી રહ્યું છે. જો તમે ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છો અથવા તમારા બાળકો ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરી રહ્યા છે તો તમારા માટે આ માહિતી ખૂબ જ ઉપયોગી છે કેમ કે આ સ્કોલરશીપ ની મદદ થી તમને તમારા અભ્યાસ માટે સારી એવી નાણાકીય સહાય મળી રહે છે.
તો ચાલો જાણીએ આ સ્કોલરશિપ દ્વારા વિદ્યાર્થીઓને કેવી રીતે ₹10,000 મળશે ઉપરાંત કોણ કોણ આ સ્કોલરશિપ નો લાભ લઇ શકે છે અને જો આ સ્કોલરશિપ દ્વારા લાભ મેળવવા ઈચ્છો છો તો ઘરે બેઠા ઓનલાઇન અરજી કરવાની રીત.
આ સ્કોલરશિપ દ્વારા મળતા લાભ | SBI Asha Scholarship 2024
- એસબીઆઇ આશા સ્કોલરશીપ દ્વારા વિદ્યાર્થીઓને ₹10,000 સુધીની સ્કોલરશીપ મળે છે.
- આ સ્કોલરશીપ ધોરણ 6 થી 12 માં સરકાર માન્ય કોઈ પણ સરકારી કે પ્રાઇવેટ સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે.
- આ સ્કોલરશીપ માટે વિદ્યાર્થીની જાતિને ધ્યાને લેવામાં નથી આવતી જે વિદ્યાર્થી ભણવામાં હોશિયાર છે અને તે આ સ્કોલરશીપ માટે સિલેક્ટ થાય છે તો તેને આ સ્કોલરશીપ દ્વારા ₹10,000 મળે છે.
- ખાસ કરીને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ પરંતુ ભણવામાં હોશિયાર વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ ખૂબ જ ફાયદાકારક છે.
આ સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી માપદંડો
- એસબીઆઇ આશા સ્કોલરશીપનો લાભ લેવા માટે વિદ્યાર્થી ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
- વિદ્યાર્થી ભારત દેશનો કાયમી નિવાસી હોવો જોઈએ.
- વિદ્યાર્થીના પરિવારની વાર્ષિક આવક 3 લાખ થી વધારે ના હોવી જોઈએ.
- વિદ્યાર્થીએ પરીક્ષામાં 75% કે તેથી વધારે મેળવેલ હોવા જોઈએ.
- વિદ્યાર્થી પાસે જરૂરી તમામ દસ્તાવેજો હાજર હોવા જોઈએ.
એસબીઆઇ આશા સ્કોલરશીપ માટે જરૂરી દસ્તાવેજ
જો તમે ઉપર મુજબ ની પાત્રતા ધરાવો છો તો તમે આ સ્કોલરશીપ માટે પાત્રતા ધરાવો છો પરંતુ તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજ હોવા જોઈએ.
- વિદ્યાર્થી પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોવું જોઈએ
- વિદ્યાર્થીને પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો રજૂ કરવાનો રહેશે.
- આ ઉપરાંત આધાર કાર્ડ પણ રજૂ કરવાનું રહેશે
- આવકનો દાખલો
- તેમજ રહેણાંક ના પુરાવા માટે રાશન કાર્ડ, લાઇસન્સ, લાઈટ બીલ વગેરે માંથી કોઈ એક દસ્તાવેજ રજૂ કરવું પડશે.
- વિદ્યાર્થીનું રીઝલ્ટ
એસબીઆઇ આશા સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
₹10,000 સ્કોલરશીપ નો લાભ લેવા માટે તમારે ઓનલાઇન અરજી કરવી પડશે. આ માટે તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ વિનામૂલ્યે ઓનલાઇન અરજી નીચે મુજબના સ્ટેપ ફોલો કરી શકો છો.
- સૌ પ્રથમ તમારે ઓફિસિયલ વેબસાઇટ https://www.sbifoundation.in/focus-area-detail/SBIF-Asha-Scholarship ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઈટ પર જો તમે રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો સૌ પ્રથમ મોબાઈલ નંબરની મદદ થી રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ મળેલ યુઝર આઇડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરવાનું રહેશે.
- અહી તમને આ સ્કોલરશીપ માટે અરજી કરવાનું ઓપ્શન મળી જશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આ સ્કોલરશીપ માટેની અરજી ફોર્મ ખુલી જશે આ અરજી ફોર્મ માં પૂછેલ દરેક વિગત ભરવાની રહેશે.
- ધ્યાન રહે દરેક વિગત સાચી અને સરખી રીતે ભર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
- હવે દરેક માહિતી બીજીવાર ચેક કરી લો, બધી જ માહિતી બરાબર છે તો હવે સબમિટ બટન પર ક્લિક કરો.
આ રીતે તમે ઘરે બેઠા એસબીઆઇ આશા સ્કોલરશીપ માટે ઓનલાઇન અરજી કરી શકો છો. જો તમે આ સ્કોલરશીપ માટે સિલેક્ટ થાવ છો તો તમારા બેંક એકાઉન્ટ માં ₹10,000 જમાં થઈ જશે. આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી બની હશે, ધન્યવાદ.