Tractor subsidy Yojana 2024 : ખેડૂતો માટે એક સરસ મજાની યોજના આવી છે આ યોજના દ્વારા જો ખેડૂતને મીની ટેકટર સાથે ટ્રોલી ખરીદવી હોય તો ખેડૂતને રૂપિયા બે લાખ સુધીની નાણાકીય સહાય આપવામાં આવે છે. આ યોજનામાં તમને 20 HP ધરાવતા મીની ટ્રેક્ટરની ખરીદી પર ખેડૂતને આર્થિક સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ આ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર થશે તેમ જ જો તમારે મીની ટેકટર ખરીદવા માટે સબસીડી મેળવવી હોય તો ઓનલાઈન અરજી પ્રક્રિયા ની માહિતી પણ નીચે આપેલી છે.
ટ્રેક્ટર સબસીડી યોજના | Tractor subsidy Yojana 2024
Tractor subsidy Yojana 2024 નો મુખ્ય ઉદ્દેશ્ય પહેલાના સમયમાં ખેડૂતો વર્ષમાં ફક્ત એક જ પાકનું વાવેતર કરી શકતા કારણ કે એ સમયમાં ખેતી કરવા માટે આધુનિક સાધનોની વ્યવસ્થા ન હતી પરંતુ હાલ ખેતી કરવા માટે અતિ આધુનિક સાધનો ઉપલબ્ધ છે પરંતુ આ સાધનોની ખરીદી કરવા માટે ખેડૂતો પાસે પૂરતા નાણાની વ્યવસ્થા હોતી નથી તેથી ગુજરાતી સરકાર દ્વારા જો ખેડૂતને 20 HP ધરાવતા મીની ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો રૂપિયા બે લાખ સુધીની સબસીડી આપવામાં આવે છે જેથી ખેડૂત ઓછી મહેનતે ઝડપી ખેતી કરીને એક વર્ષમાં વધુમાં વધુ પાક લઈ વધુમાં વધુ આવક મેળવે.
તો ચાલો ટ્રેક્ટર સબસીડી યોજનાના લાભો વિશેની માહિતી મેળવી લઈએ.
Tractor subsidy Yojana 2024 ના ફાયદાઓ
આ યોજના દ્વારા ખેડૂતને મીની ટેકટર ની ખરીદી ના ખર્ચના 40% અથવા રૂપિયા બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. “રૂપિયા બે લાખ અથવા ટોટલ ખર્ચના 40%” આ બે માંથી જે ઓછું હશે તે મુજબની સહાય આપવામાં આવશે. તેમજ આ યોજના દ્વારા ખેડૂતને 20 HP સુધીના ટ્રોલી સાથેના મીની ટ્રેક્ટરની ખરીદી માટે સહાય આપવામાં આવે છે.
પરંતુ ધ્યાન રહે ટ્રેક્ટર સબસિડી યોજના ના લાભ મેળવવા માટે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું જરૂરી છે જેની માહિતી નીચે મુજબ છે.
ટ્રેક્ટર સબસીડી યોજના ના નિયમો અને શરતો
Tractor subsidy Yojana 2024 નો લાભ ફક્ત અને ફક્ત ઓઇલપામ નું વાવેતર કરતા બાગાયતી ખેડૂતોને જ મળશે તેમજ ઓછામાં ઓછા અડધા હેકટર માં ઓઇલપામનું વાવેતર કરેલું હશે તો જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે
આ ઉપરાંત સાત વર્ષમાં ફક્ત એક જ વાર આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે. તેમજ લાભ લેનાર ખેડૂત મિત્ર ગુજરાત રાજ્યનું નિવાસી હોવો જોઈએ તેમજ તેની પાસે આ યોજના માટેના જરૂરી તમામ દસ્તાવેજ હોવા જોઈએ.
જરૂરી દસ્તાવેજોની યાદી
- અરજી કરનાર ખેડૂત મિત્રનો તાજેતરમાં પાસપોર્ટ સાઈઝનો ફોટો
- જમીનના દસ્તાવેજ જેમ કે 7/12 અને 8-અ
- જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક
- જો ખેડૂતને જાતિનો દાખલો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો રજૂ કરવો પડશે
- રહેણાંકનો પુરાવા માટે ખેડૂતે રાશનકાર્ડ, લાઈટ બિલ અથવા પાનકાર્ડ વગેરેમાંથી કોઈ એક રજૂ કરવાનો રહેશે
- બેંક ખાતાની પાસબુક
અરજી કરવા માટેની છેલ્લી તારીખ
હાલ આઇ ખેડુત પોર્ટલ પર આ યોજનાના ફોર્મ ભરવાનું ચાલુ છે અને તારીખ 30/09/2024 સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે તેથી જો તમે આ યોજનામાં અરજી કરવા ઈચ્છતા હોય તો છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દે જો.
ટ્રેક્ટર સબસીડી યોજના માટે અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ મોબાઇલમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરો.
- અહી સૌથી ઉપરના ભાગમાં યોજનાઓ નામનો વિકલ્પ પાસે તેના પર ક્લિક કરો.
- હવે એક નવું પેજ ખુલશે અહીં તમારે “બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” લખેલું હશે તેની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે નવા પેજ પર તમને મીની ટેકટર માટે સબસીડી યોજનાનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમને આ યોજના વિશેની માહિતી દર્શાવતું ભેજ ખુલી જશે.
- આ પેજ પર તમારે “અરજી કરો” નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ઓનલાઇન અરજી કરવાનું તેમજ અરજી કર્યા બાદની પ્રક્રિયાનું સમગ્ર માર્ગદર્શન મળી જશે.
- અહીં દર્શાવેલા માર્ગદર્શન પ્રમાણે તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ મેળવી શકો છો.