7 Krushi Yojana Announcement: ખેડુતો માટે એકસાથે સાત યોજનાઓ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી, જાણો સાતેય યોજના વિશેની વિગતવાર માહિતી

7 Krushi Yojana Announcement : કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક નહીં પણ એક સાથે સાત યોજનાઓ માટે મંજૂરી આપવામાં આવી છે, એટલું જ નહીં આ યોજનાઓ માટે કરોડો રૂપિયા ફાળવવાની વાત પણ કરવામાં આવી છે. તો ચાલો એક પછી એક આ સાતેય યોજના શું છે અને તે યોજના માટે કેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તે વિશેની માહિતી મેળવીએ.

સાત કૃષિ યોજનાનો મુખ્ય હેતુ

કેન્દ્ર સરકાર દ્વારા આ સાત ખેડૂતો માટેની યોજનાને મંજૂરી આપવાનો મુખ્ય હેતુ એ જ છે કે હવે નવા નવા સંશોધનો તેમજ ખેતી પર શિક્ષણ દ્વારા ખેતી કરવાની પદ્ધતિઓ પર સુધારો લાવવો તેમજ હાલ જેમ પર્યાવરણમા ફેરફારો જોવા મળી રહ્યા છે તે ફેરફારોને અનુસરીને ખેતી કરવી આ ઉપરાંત માટી, પાણી વગેરે જેવા સંસાધનોનો પૂરતા પ્રમાણમાં તેમજ યોગ્ય રીતે વપરાશ થાય અને હવે ખેતીની પ્રક્રિયાઓમાં પણ ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ થાય તેવો પ્રયાસ કરવો.

આ સાત યોજનાને મંજૂરી મળી | 7 Krushi Yojana Announcement

  1. ડિજિટલ એગ્રીકલ્ચર મિશન
  2. ક્રોપ સાયન્સ યોજના
  3. પશુપાલન અને આરોગ્ય યોજના
  4. બાગાયત યોજના
  5. કૃષિ શિક્ષણ મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સીસ
  6. નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ
  7. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો

ચાલો તો હવે આ સાતેય યોજના વિશે એક પછી એક માહિતી મેળવીએ તેમજ જાણીએ કે તે યોજના માટે કેટલા કરોડ રૂપિયા મંજૂર થયા છે.

1.ડિજિટલ એગ્રીકલ્ચર મિશન

આ યોજના હેઠળ ભારતના દરેક ખેડૂતની જરૂરી તમામ વિગત એક જ જગ્યાએ ભેગી કરવામાં આવશે, આ માહિતી કોઈ સરકારી વેબસાઈટ કે એપમા જોવા મળી જશે. હવે ખેડૂતે પોતાના જમીનને લગતી માહિતી માટે કોઈ સરકારી કચેરીના ધક્કા લેવા નહીં પડે. ખેડૂત ની બધી જ માહિતી સરકારી એપ અથવા સરકારી પોર્ટલ દ્વારા મળી જશે.

એટલું જ નહીં આ યોજના હેઠળ હવે ખેડૂતને સરકાર દ્વારા કોઈ એપ કે વેબસાઈટ દ્વારા ક્યાં સમયે કયા પાકનું વાવેતર કરવું તેમજ પાકના વિકાસ માટે જરૂરી તમામ માર્ગદર્શન આપવામાં આવશે.

આ યોજના માટે કેન્દ્ર સરકાર 2817 કરોડ રૂપિયા ફાળવશે.

2.ક્રોપ સાયન્સ યોજના

આ યોજના દ્વારા ખેડૂત દ્વારા ઉગાડવામાં આવતા પાકોના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરવો તેમજ પાકની ગુણવત્તામાં કેવી રીતે વધારો કરવો તે વિશેના પ્રયત્નો કરવામાં આવશે, આ યોજના માટે કેન્દ્ર સરકારે 3979 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે.

3.પશુપાલન અને આરોગ્ય યોજના

આ યોજના દ્વારા પશુઓના આરોગ્ય ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે એટલે કે આ યોજના દ્વારા પશુઓમાં આવતા નવા નવા રોગો માટેના સમાધાન તેમજ પશુનો વિકાસ તેમજ પશુના ટીકાકરણ અંગે વિશે ધ્યાન આપવામાં આવ્યું છે. આ યોજના માટે કેન્દ્ર સરકાર 1702 કરોડ રૂપિયાની ફાળવણી કરશે.

હાલ ચાલુ યોજનાઓ :

4.બાગાયત યોજના

આ યોજના હેઠળ બાગાયતી ખેતીને પ્રોત્સાહન આપવામાં આવશે તેમજ બાગાયતી ખેતી માટે નવા નવા સંશોધનો કરવામાં આવશે આ યોજના માટે કેન્દ્ર સરકારે 860 કરોડ રૂપિયા ફાળવવાની વાત કરી છે.

5.કૃષિ શિક્ષણ મેનેજમેન્ટ અને સોશિયલ સાયન્સીસ

આ યોજના હેઠળ ખેડૂતોને ખેતી અંગેનું શિક્ષણ આપવામાં આવશે જેમ કે ખેતીનું મેનેજમેન્ટ તેમજ ખેતરમાં પાકોનું વાવેતરથી વેચવા સુધીની મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવશે તેમજ આ યોજના હેઠળ ખેતીમા કેટલાક સંશોધનો કરવામાં આવશે. જેથી ખેતીમાં સમય સાથે નવી નવી પદ્ધતિઓ અપનાવી શકાય. આ યોજના માટે ભારત સરકાર 2291 કરોડ રૂપિયાનું બજેટ ફાળવશે.

6.નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ

આ યોજનામાં કુદરતી સંસાધનો જેમકે પાણી માટે વગેરેની કેવી રીતે યોગ્ય પ્રમાણમાં અને તેને નુકસાન ન થાય તે રીતે ઉપયોગી કરી શકાય તે બાબત પર ધ્યાન આપવામાં આવશે. આ યોજના માટે 1115 કરોડ રૂપિયા ફાળવવાની વાત થઈ છે.

7.કૃષિ વિજ્ઞાન કેન્દ્રો

હાલ ભારત દેશમાં 700 થી વધારે કૃષિ કેન્દ્ર આવેલા છે, આ કૃષિ કેન્દ્ર માટે ભારત સરકારે 1202 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે જેથી ખેડૂતો ખુશી કેન્દ્ર અને મદદ થી નવી નવી ટેકનોલોજી શીખી શકે અને આ ટેકનોલોજી નો ઉપયોગ કરી ખેતી કરી શકે.

આમ ઉપરની સાથે ખેડૂતો માટેની યોજના માટે લગભગ 1400 કરોડ રૂપિયા ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા છે. તો મિત્રો આશા રાખું છું કે તમને આ આર્ટિકલ થી નવી માહિતી મળી હશે, આવી જ રીતે ખેતી જગતમાં આવતી નવી નવી યોજનાઓ વિશેની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ આ આર્ટિકલ વધુ મા વધુ ખેડૂતોને શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment