Cold storage Sahay Yojana: ટોટલ ખર્ચના 50% ખર્ચ સરકાર આપશે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો.

Cold storage Sahay Yojana : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના ખેડૂત મિત્રો માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે, પરંતુ આ યોજનાઓની માહિતી ખેડૂત સુધી પહોંચતી નથી તેથી ખેડૂત મિત્ર ગુજરાત સરકારની આ યોજનાનો લાભ લેવાથી ચૂકી જાય છે અને પરિણામે હજારો રૂપિયાનું નુકસાન પણ ભોગવે છે. પરંતુ આજે અમે તમને એક એવી યોજના વિશેની માહિતી આપશું કે જેમાં ગુજરાત સરકાર ગુજરાતના ખેડૂત મિત્રોને લાખો રૂપિયાની નાણાકીય સહાય આપે છે. તો ચાલો આ યોજનાની સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીએ.

શીત સંગ્રહ ક્ષમતા વધારવા માટેની યોજના | Cold storage Sahay Yojana

ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના બાગાયતી ખેડૂતો માટે આ યોજના અમલમાં મૂકે છે, આ યોજના દ્વારા બાગાયતી પેદાશોને વધુ સમય સુધી સાચવી રાખવા માટે ગુજરાતી સરકાર ખેડૂતોના શિત સંગ્રહની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરી રહી છે, પરિણામે આ યોજના હેઠળ બાગાયતી ખેડૂત મિત્રને લાખો રૂપિયાની આર્થિક સહાય પણ આપવામાં આવે છે. તો ચાલો આ યોજનાનો લાભ કેવી રીતે મળે છે તે અંગેની માહિતી મેળવીએ.

કેવી રીતે સહાય મળે છે ?

ગુજરાતી સરકાર દ્વારા આઇ ખેડૂત પોર્ટલ પર જણાવેલ માહિતી અનુસાર…

  • જો તમારું કોલ્ડ સ્ટોરેજ 5000 મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવે છે, તો તમને ₹8000 પ્રતિ મેટ્રિક ટન ખર્ચ થશે
  • જો તમારું કોલ્ડ સ્ટોરેજ 5001 થી 6500 મેટ્રિક ટન ક્ષમતા માટે, ₹7600 જેટલો પ્રતિ મેટ્રિક ટન ખર્ચ થશે.
  • જો તમારું કોલ્ડ સ્ટોરેજ 6501 થી 8000 મેટ્રિક ટન ક્ષમતા માટે, ₹7200 જેટલો પ્રતિ મેટ્રિક ટન ખર્ચ થશે.
  • જો તમારું કોલ્ડ સ્ટોરેજ 8001 થી 10000 મેટ્રિક ટન ક્ષમતા માટે, ₹6800 જેટલો પ્રતિ મેટ્રિક ટન ખર્ચ થશે.

હવે ઉપર આપેલ ખર્ચની માહિતી પ્રમાણે તમારું કોલ્ડ સ્ટોરેજ જેટલી ક્ષમતા ધરાવે છે, તે ક્ષમતાના આધારે ખર્ચના 50% ખર્ચ ગુજરાત સરકાર દ્વારા સહાય રૂપે આપવામાં આવે છે.

ઉદાહરણ તરીકે.. તમે 7000 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતું કોલ્ડ સ્ટોરેજ બનાવો છો તો સરકાર દ્વારા જણાવેલ ઉપરની માહિતી પ્રમાણે પ્રતિ મેટ્રિક ટન પર તમને 7200 રૂપિયાનો ખર્ચ થશે એટલે ટોટલ ખર્ચ 5,04,00,000 રૂપિયા થશે. તો સરકાર તરફથી તમને આ ટોટલ 5,04,00,000 રૂપિયાના 50% રકમ એટલે કે 2,52,00,000 રૂપિયા સહાય આપશે.

નોંધ : આ યોજના દ્વારા અપાતી સહાય પ્રોજેક્ટ આધારિત છે અને આ સહાય ક્રેડિટ લિંક બેક એન્ડેડ સબસીડી તરીકે આપવામાં આવે છે એટલે કે પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જ તમને સહાય મળે છે.

આ યોજનાનો લાભ લેવા માટે નિયમો

  • ગુજરાત સરકારની આ કોલ્ડ સ્ટોરેજ યોજના ભારત સરકારની મિશન ફોર ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ ઓફ હોર્ટિકલ્ચર યોજના હેઠળ કાર્ય કરે છે એટલે કે જો ભારત સરકાર આ યોજનાના સહાય ધોરણમાં કંઈક ફેરફાર કરે છે તો તે પ્રમાણે ભારત સરકાર દ્વારા થયેલા ફેરફાર પ્રમાણે લાભાર્થીને આ કોલ્ડ સ્ટોરેજ સહાય યોજના માટે સહાય આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે છેલ્લી તારીખ પહેલા અરજી કરી દેવાની રહેશે.
  • તેમજ આ યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો અરજદાર પાસે હોવા જોઈએ.

કોલ્ડ સ્ટોરેજ યોજના માટે જરૂરી દસ્તાવેજની યાદી

  • જમીનના જરૂરી દસ્તાવેજ જેમ કે 7/12 અને 8-અ
  • પ્રોજેક્ટર નું રિપોર્ટ
  • ભાગીદારના સરકાર માન્ય ઓળખના પુરાવા
  • આ પ્રોજેક્ટ અંતર્ગત બેંકના તમામ દસ્તાવેજ
  • આ ઉપરાંતના જરૂરી દસ્તાવેજની યાદી આઇ ખેડૂત પોર્ટલ પરથી મેળવી શકો છો.

અરજી કરવા માટેની તારીખો

જો તમે આ યોજના દ્વારા નાણાકીય સહાય મેળવવા ઈચ્છો છો તો તમારે તારીખ 12/08/2024 થી 11/102024 સુધીના સમયગાળામાં અરજી કરી દેવાની રહેશે. અરજી કેવી રીતે કરવી તેની માહિતી નીચે મુજબ આપેલી છે.

કોલ્ડ સ્ટોરેજ યોજના માટે અરજી પ્રક્રિયા

  • અરજદારે સૌપ્રથમ ગૂગલપર આઇ ખેડુત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે અહીં પહેલી જ વેબસાઈટ ઓપન કરવાની થશે.
  • હવે અહીં તમારે “યોજનાઓ” પર ક્લિક કરવું પડશે.
  • અહીં તમારી સામે અલગ અલગ વિભાગની યોજનાઓ દેખાશે પરંતુ તમારે બાગાયતી વિભાગની યોજનાઓ પસંદ કરવાની થશે.
  • હવે તમારે “રાજયમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ” લખેલું હશે તેના પર ક્લિક કરવાનું છે.
  • હવે તમને નવા પેજ પર આ યોજનાની માહિતી દેખાશે અહીં તમે “ડોક્યુમેન્ટ” નામના ઓપ્શન પર ક્લિક કરશો એટલે આ યોજનામાં જરૂર પડતા તમામ ડોક્યુમેન્ટસ ની માહિતી તમને મળી જશે.
  • ડોક્યુમેન્ટ અંગેની માહિતી મેળવ્યા બાદ ફરી પાછળના પેજ પર આવી તમારે “અરજી કરો” નામના ઓપ્શન પર ક્લિક કરવાનું થશે.
  • હવે તમને આ યોજનામાં અરજી કરવા માટેના પગલાં ની માહિતી મળી જશે તે મુજબ આગળ અરજી પ્રક્રિયા કરો.

ભારત સરકારની યોજના : ભારતના દરેક નાગરિક અરજી કરી શકશે, આ યોજના દ્વારા 12000 રૂપિયા સીધા ખાતામાં જમા કરી દેવામાં આવે છે.

આશા રાખું છું કે તમને આ યોજનાની માહિતી સરળતાથી સમજાઈ ગઈ હશે, તમને યોજનાઓ ની માહિતી સરળતાથી સમજાઈ જાય તે માટે અમે ઉદાહરણ સાથે તમને માહિતી આપીએ છીએ જો તમને અમારા દ્વારા અપાયેલી માહિતી પસંદ આવતી હોય તો જરૂર કમેન્ટ કરજો તેમજ તમારા ખેડૂત મિત્રને પણ આ માહિતી શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment