Residue Testing Yojana: દર વર્ષે ખેડૂતને રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે, હાલ અરજી પ્રક્રિયા શરૂ છે

Residue Testing Yojana : ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના નાગરિકો માટે અવારનવાર ઘણી બધી યોજનાઓ અમલમાં મુકાય છે તેમજ આ યોજનાઓ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે પરંતુ લોકોને આ સરકારી યોજનાઓ વિશેની માહિતી ન હોવાથી તેવું આ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકતા નથી, તેથી અમારો પૂરો પ્રયત્ન રહે છે કે ગુજરાતના દરેક નાગરિકને દરેક સરકારી યોજનાની માહિતી મળી રહે તેથી આજે અમે હાલ ચાલી રહી ખેડૂતો માટેની યોજના વિશે માહિતી લાવ્યા છે, આ યોજના દ્વારા ખેડૂતોને 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.

રેસીડ્યુ ટેસ્ટીગ યોજના | Residue Testing Yojana

રેસીડ્યુ ટેસ્ટીંગ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળે અને ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરાય. આ યોજના દ્વારા ખેડૂતોને પોતાના પાકની રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવા માટે સરકાર દ્વારા 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. આપણા ઘણા ખેડૂત મિત્રોને રેસીડ્યુ ટેસ્ટીંગ કોને કહેવાય તે વિશે જાણકારી નહીં હોય તો તેના વિશે પણ સરળ સમજૂતી મેળવી લઈએ.

ખેડૂતોને જેટલો ખર્ચ થશે તે ખર્ચના 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર આપશે, જો એક લાખ રૂપિયાનું ખર્ચ થયો તો 50,000 રૂપિયા રાજ્ય સરકાર આપશે.

રેસીડ્યુ ટેસ્ટીંગ એટલે શું ?

જે ખેડૂત મિત્ર ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે તે ખેડૂત મિત્રોને ઓર્ગેનિક ખેતી દ્વારા ઉગાડેલા પાક જેમકે ભીંડા, રીંગણા, બટેટા વગેરેમાં કોઈ રાસાયણિક પદાર્થ નથી ને..? તે ચેક કરવાની એક રીત છે. જો તમે તમારા પાકનું રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવા માંગો છો તો તમારે રેસીડ્યુ ટેસ્ટીંગ કરતી લેબોરેટરીમાં તમારા પાકનો નમુનો લઈને જવાનું છે, અહીં તમારા પાકના નમૂનાનું ટેસ્ટિંગ કરવામાં આવશે અને તમને જણાવવામાં આવશે કે તમારા પાકમાં રાસાયણિક પદાર્થ છે કે નહીં… આ માટેનો રિપોર્ટ પણ તમને આપવામાં આવે છે.

Residue Testing Yojana દ્વારા મળતા લાભ

  • જો તમે ઓર્ગેનિક ખેતી કરો છો અને તમે તમારા પાકનું રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવા ઈચ્છો છો તો આ ટેસ્ટિંગ માટે ગુજરાત સરકાર ખેડૂતને ₹10,000 સુધીના ખર્ચની સહાય આપે છે. જો રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવામાં ખેડૂતને રૂપિયા 8,000 નો ખર્ચ થયો તો સરકાર તરફથી ખેડૂતને રૂપિયા 8000 આપવામાં આવશે પરંતુ રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવામાં ખેડૂતને ₹12,000 નો ખર્ચ થયો તો ખેડૂતને સરકાર તરફથી ₹10,000 ની જ સહાય આપવામાં આવશે.
  • જો ખેડૂત દર વર્ષે રેસીડ્યુ ટેસ્ટીંગ કરાવવા ઈચ્છે છે તો તેને દર વર્ષે ₹10,000 સુધીની સહાય મળે છે.

પરંતુ જો તમે આ યોજના દ્વારા ₹10,000 સુધીની સહાય મેળવવા ઈચ્છો છો તો તમારે કેટલાક નિયમો અને શરતોનું પાલન કરવું પડશે જેની માહિતી નીચે મુજબ છે.

Residue Testing Yojana માટેના નિયમો

  • ફક્ત ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત મિત્રોને જ આ યોજનાનો લાભ મળે છે.
  • આ યોજના દ્વારા ₹10,000 ની આર્થિક સહાય ફક્ત ગુજરાતના ખેડૂત મિત્રોને જ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ વર્ષમાં ફક્ત એક વાર મેળવી શકાય છે. એટલે કે તમે આ યોજના દ્વારા દર વર્ષે ₹10,000 ની સહાય મેળવી શકો છો.
  • નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર લેબોરેટરીઝ સંસ્થાની માન્યતા ધરાવતી લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરાવનાર ખેડૂત મિત્રને લાભ મળે છે.

અરજી કરવા માટે છેલ્લી તારીખ

Residue Testing Yojana મા અરજી કરવા માટે ખેડૂતે તારીખ 19/07/2024 થી 31/10/2024 સુધીમાં આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી દેવી પડશે. ઓનલાઇન અરજી કરવા માટે તમે નીચે મુજબના સ્ટેપ્સ જોઈ કરી શકો છો.

ઓનલાઇન અરજી કરવા માટેના પગલાં

  • જો તમે આ યોજના દ્વારા અરજી કરવા ઈચ્છો છો તો અરજદારે ગૂગલ પર આઇ ખેડૂત પોર્ટલ સર્ચ કરવું, સર્ચ રીઝલ્ટ માં દેખાતી પહેલી વેબસાઈટ પર ક્લિક કરવું.
  • હવે આઇ ખેડૂત પોર્ટલના હોમપેજ પર “યોજનાઓ” નામના વિકલ્પ ઉપર ક્લિક કરો.
  • અહીં નવા પેજ પર તમને નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે” લખેલું દેખાશે. તેની સામે અહીં ક્લિક કરો હશે ત્યાં ક્લિક કરવાનું છે.
  • ત્યારબાદ ત્રીજા નંબરની યોજના “સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ” હશે તેના વિભાગમાં અરજી નો વિકલ્પ પસંદ કરવાનો છે.
  • હવે નવા પેજ પર તમને પહેલી જ રેસીડ્યુ ટેસ્ટીંગ યોજના દેખાશે તેના માટે અરજી કરવાની છે.
  • હવે નવા પેજ પર તમને ઘણી બધી સૂચનાઓ જોવા મળશે આ સૂચનાઓ ફરજિયાત પણે વાંચી લેવી.
  • હવે નીચે “નવી અરજી કરો” તેના પર ક્લિક કરો.
  • હવે અરજી માટે પૂછેલી દરેક વિગત ધ્યાનથી ભરવી તેમજ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરી. અરજી સબમીટ કરવી.

આ સરકારી યોજના દ્વારા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં સીધા જ રૂપિયા 12000 જમા કરાવવામાં આવે છે.

આશા રાખું છું કે તમને અમારા આ લેખ દ્વારા આ યોજના વિશેની સંપૂર્ણ વિગતવાર સમજૂતી મળી ગઈ હશે, આવી જ રીતે ગુજરાતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી નવી નવી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a Comment