Sarasvati Sadhana Cycle Yojana 2024: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે તેમાંની એક યોજના એટલે, સરસ્વતી સાધના સાયકલ યોજના. તો આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે જેમ કે આ યોજના દ્વારા કોને કોને સાયકલમાં પત્ર છે તેમજ આ યોજના નો લાભ લેવા માટે શું શું શરતો છે.
સરસ્વતી સાધના સાયકલ યોજના | Sarasvati Sadhana Cycle Yojana 2024
સરસ્વતી સાધના સાયકલ યોજના દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સાયકલ આપવામાં આવે છે, આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે વિદ્યાર્થીઓ શાળાથી દૂરના વિસ્તારમાં રહે છે તે વિદ્યાર્થીઓ શાળાએ સાઇકલ પર સમયસર અને સરળતાથી પહોંચી શકે. તેમજ જે પણ વિદ્યાર્થીઓ ફક્ત પોતાના ઘર અને શાળા વચ્ચેના અંતરના કારણે શાળામાં એડમીશન નથી લેતા તે વિદ્યાર્થીઓ શાળામાં એડમિશન લેતા થાય.
ચાલો આ યોજના દ્વારા મળતા લાભ વિશે માહિતી મેળવી લઈએ.
સરસ્વતી સાધના સાયકલ યોજના મળતા લાભ
- આ યોજના દ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને મફતમાં સાયકલ આપવામાં આવેછે.
- આ યોજના દ્વારા મફતમાં સાયકલ મળતી હોવાથી દૂરના વિસ્તારથી શાળા એ આવવા માટે વિદ્યાર્થીનીઓને આવક જાવકનો ખર્ચ કરવો પડતો નથી.
- આ યોજના અમલમાં આવવાથી શાળામાં વિદ્યાર્થિનીઓના એડમીશનની સંખ્યામાં વધારો થયો છે.
આ યોજનાઓ લાભ લેવા માટે કેટલીક શરતો આપેલી છે જે લોકો આ શરતોનું પાલન કરે છે તેઓને જ આ યોજનાનો લાભ મળે છે.
વિનામુલ્યે સાયકલ મેળવવા માટે નિયમો
આ યોજના દ્વારા ફક્ત ધોરણ 9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને જ લાભ આપવામાં આવશે.
સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ અનુસૂચિત જાતિની દીકરીઓને જ આપવામાં આવે છે.
ગુજરાતની વિદ્યાર્થીનીઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
દીકરીના પરિવારની આવક છ લાખ થી વધારે ના હોવી જોઈએ.
આ દસ્તાવેજ રજૂ કરવા પડશે
- વિદ્યાર્થીની નો જાતિનો દાખલો
- વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો દાખલો
- શાળામાં ફી ભર્યાની પહોચ
- ધોરણ 9 માં અભ્યાસ કરે છે તે અંગેનો પુરાવો
- આવકનો દાખલો
અરજી કયાં કરવી ?
આ યોજનામાં અરજી કરવા માટે વિદ્યાર્થી કે વાલીઓને કોઈ ભાગ દોડ કરવાની રહેતી નથી, જે પણ વિદ્યાર્થીની આ સરસ્વતી સાધના સાયકલ યોજના માટે યોગ્યતા ધરાવે છે તેણે પોતાની શાળાના આચાર્ય શ્રી ને આ યોજનામાં અરજી કરવા માટે કહેવાનું રહેશે અને તેઓને જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે, ત્યારબાદ શાળા તરફથી તમારું અરજી ફોર્મ ભરી દેવામાં આવશે.
આશા રાખું છું કે તમને આ યોજના વિશે મહત્વપૂર્ણ માહિતી મળી ગઈ હશે, આવી જ રીતે સરકારી યોજનાની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ તમારા મિત્રોને પણ આ લેખ જરૂર શેર કરજો.