Solar Pump Subsidy: સોલાર પંપ લગાવવા માટે ₹75,000 ની સહાય મળી રહી છે, અહીથી અરજી કરો

Solar Pump Subsidy : ભારત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ખર્ચ ન થાય તે માટે એક યોજના અમલમાં મૂકી છે, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કુસુમ યોજના. આ યોજના દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવવા ઈચ્છે છે તો સરકાર દ્વારા તેને રૂપિયા 75 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જો તમે આ યોજના દ્વારા સોલાર પંપ લગાવી રૂપિયા 75 હજારની સહાય મેળવવા ઈચ્છો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.

Solar Pump Subsidy | પ્રધાનમંત્રી કુસુમ યોજના

પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસીડી આપવામાં આવે છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનું ઉપયોગ ઘટાડે અને સોલાર પંપ નો ઉપયોગ કરે જેથી ખેડૂતને વીજળી ખર્ચ પણ ન કરવા પડે અને પર્યાવરણની પણ જાળવણી થાય. તેથી આ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ માટે રૂપિયા 75000 સુધીની સહાય આપવામાં આવે છે જેથી વધુમાં વધુ ખેડૂતો આ નાણાકીય સહાય મેળવી સોલાર પંપનો ઉપયોગ કરે.

પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા મળતા લાભ

  • આ યોજના દ્વારા ખેડૂતોને તેની પસંદગી અનુસારના હોર્સ પાવર ધરાવતા સોલાર પંપ સ્થાપવા માટે નીચે મુજબના ઓપ્શન આપવામાં આવે છે.
  • ખેડૂત 1 થી 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ સ્થાપી શકે છે અથવા 7.5 હોર્સ પાવર તેમજ વધુમાં વધુ 10 હોર્સ પાવર સુધીના સોલાર પંપ લગાવી શકે છે.
  • જો આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવે છે તો તેને કેન્દ્ર સરકાર તરફથી 30% સબસીડી અને રાજ્ય સરકાર તરફથી 30 ટકા સબસીડી મળવા પાત્ર થાય છે, એટલે કે ખેડૂતને ટોટલ 60 ટકા સબસીડી મળે છે. અને બાકીના 40% ખર્ચ લાભાર્થી ખેડૂતને કરવાનો રહેશે.
  • જો સોલાર પંપ લગાવવામાં ખેડૂતને ₹1,20,000 નો ખર્ચ થાય છે તો આ ખર્ચના 60 ટકા રકમ સબસીડી રૂપે મળે છે એટલે કે રૂપિયા 75,000 સહાય આ યોજના દ્વારા મેળવી શકાય છે.

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો

  • અરજદાર રહેઠાણના પુરાવા તરીકે લાઈટ બિલ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઇસન્સ વગેરેમાંથી કોઈ એક રજૂ કરવું પડશે.
  • લાભાર્થીનો આધારકાર્ડ
  • જમીનના જરૂરી દસ્તાવેજ
  • જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક ફરજિયાત થશે
  • અરજદારના મોબાઈલ નંબર
  • અરજદારની બેંક ખાતાની પાસબુક ની નકલ

નીચે મુજબના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો

  • આ યોજનામાં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ https://pmkusum.guvnl.com વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે.
  • જો આ વેબસાઈટની તમે પ્રથમ વાર મુલાકાત લઇ રહ્યા હોય અને તમે રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી અને યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના છે.
  • હવે આ વેબસાઈટ પર તમે લોગીન કરીને આ યોજના માટે અરજી કરી શકો છો, આ માટે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરી દીધા પછી તમારે આ યોજના માટેના જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
  • ઉપરની બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમે અરજીના સબમીટ કરી શકો છો.

મિત્ર આ રીતે તમે ઘરે બેઠા આ યોજનામાં અરજી કરી શકો છો અને સોલાર પંપ પર ૬૦ ટકા ની સબસીડી મેળવી શકો છો, જો તમારો કોઈ ખેડૂત મિત્ર સોલાર પંપ લગાવવા ઈચ્છે રહ્યા હોય તો તેને આ માહિતી જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment