Ayushman Bharat Yojana Gujarat: નવો સુધારો, હવે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને મહિલાઓ માટે 15 લાખ

ayushman bharat yojana gujarat : આયુષ્યમાન ભારત યોજના હેઠળ હવે વીમા કવચને પાંચ લાખની જગ્યાએ દસ લાખનું કરવામાં આવશે એટલે કે વીમા કવચને બમણું કરવામાં આવશે તેમજ મહિલાઓ માટે રૂપિયા 15 લાખ કરવામાં આવશે.

Ayushman Bharat Yojana Gujarat ની સામાન્ય માહિતી

આયુષ્યમાન ભારત યોજના ને વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના કહેવામાં આવે છે. આ યોજના દ્વારા ભારત સરકાર ભારતના 12.34 કરોડ પરિવારોને આરોગ્ય કવચની સુવિધા પૂરી પાડે છે. હાલમાં આ યોજનાનો લાભ ભારતના 55 કરોડ લોકો લઈ રહ્યા છે ઉપરાંત આ યોજના દ્વારા હાલ દરેક પરિવારને દર વર્ષે 5 લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે.

આ આયુષ્યમાન ભારત યોજના દ્વારા ખાસ કરીને ભારતના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આશીર્વાદરૂપ બને છે. કારણ કે આ યોજના દ્વારા 5 લાખનો વીમો કવચ આપવામાં આવે છે અને હવે તો આ રકમ બમણી થવા જઈ રહી છે.

આ યોજનામાં જે સકારાત્મક ફેરફારો થવા જઈ રહ્યા છે તેનો રિપોર્ટ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (GoS) એ સબમિટ કર્યો છે. વધુમાં તમને જણાવી દે કે આ યોજનામાં અત્યાર સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થઈ ચૂક્યો છે અને હવે છે સુધારા થવા જઈ રહ્યા છે તેમાં આ ખર્ચમાં પણ વધારો થશે.

શું સુધારો કરવામાં આવ્યો છે ?

  • ભારત સરકાર દ્વારા આ યોજનામાં 5 લાખ વીમા કવચ ને બમણો કરી 10 લાખ કરવા જઈ રહી છે ઉપરાંત મહિલાઓ માટે રૂપિયા 15 લાખ થશે.
  • અત્યાર સુધી આ યોજનાનો લાભ ભારતના 55 કરોડ નાગરિકો લઈ રહ્યા હતા પરંતુ હવે આ સંખ્યા લગભગ બમણી કરી 100 કરોડ નાગરિકો આ યોજનાનું લાભ લઇ શકે તેવી વિચારણા કરવામાં આવી રહી છે.
  • આ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલોમાં ચાર લાખ નવા બેડ ઉમેરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
  • વધુમાં તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા મેનિફેસ્ટોમાં જણાવવામાં આવ્યું હતું કે આ યોજના દ્વારા હવે 70 વર્ષથી વધારે ઉંમરના નાગરિકોને પણ આવરી લેવામાં આવશે.

જો તમે હજુ સુધી આયુષ્યમાન કાર્ડ બનાવ્યું નથી તો તમે પણ આયુષ્યમાન કાર્ડ બનાવી લ્યો પરંતુ નીચે આપેલા માપદંડો જરૂરથી જાણી લેજો કારણ કે નીચે મુજબના માપદંડ ધરાવતા નાગરિકોને જ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવે છે.

Ayushman Bharat Yojana Eligibility

સૌપ્રથમ આયુષ્યમાન કાર્ડ બનાવનાર વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ, આ વ્યક્તિ સરકારી નોકરી કે ટેક્સ ભરતો ન હોવો જોઈએ અને આ આયુષ્યમાન કાર્ડ ફક્ત આર્થિક રીતે પછાત તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો જ બનાવી શકે છે અને આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે તમારી ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ આ ઉપરાંત જે લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે તેઓ આ કાર્ડ કઢાવી શકે છે તેમજ બીપીએલ કાર્ડ ધારકોને આ યોજના માટે કાર્ડ બનાવી શકે છે.

જો તમે ઉપર મુજબની પાત્રતા ધરાવે છે તો તમે ઓનલાઇન જ આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો. આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ પડી હશે જો આવી જ રીતે દરેક યોજનાની માહિતી મેળવવી હોય તો અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Read More:

Leave a Comment