Bhagyalakshmi Bond Yojana: દીકરીઓને ₹25,000 ની સહાય મળી રહી છે, આ યોજનાનો લાભ લેવા આ રીતે ઓનલાઇન અરજી કરો

Bhagyalakshmi Bond Yojana : ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવે છે, આ યોજના દ્વારા દીકરીને ₹25,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે આ યોજનાનો લાભ દ્વારા ₹25,000 મેળવવા ઈચ્છતા હોય તો તમને આ યોજનાની બધી જ માહિતી ખબર હોવી જોઈએ તો ચાલો આ યોજનાની દરેક માહિતી એક પછી એક જોઈએ.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના | Bhagyalakshmi Bond Yojana

આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ગુજરાતમાં દીકરી નો જન્મદરના પ્રમાણમાં વધારો થાય અને તેથી જ ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકી છે અને દીકરીના જન્મ પર આ યોજના દ્વારા રૂપિયા 25000 લાભાર્થી ના ખાતામાં જમા કરાવવામાં આવે છે, પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક શરતો અને નિયમો બનાવવામાં આવ્યા છે. જો આ શરતો અને નિયમોનું પાલન થાય તો જ આ યોજના દ્વારા લાભ મળે છે તો ચાલો આ યોજનામાં નિયમો વિશે જાણકારી મેળવીએ.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાના નિયમો

  • આ યોજનાનો લાભ ફક્ત ગુજરાતના શ્રમયોગીમાં આવતા નાગરિક કોને દીકરીઓને જ આપવામાં આવે છે.
  • દીકરી નો જન્મ થયાના એક વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવાની રહેશે, એક વર્ષ પછી કોઈપણ પ્રકારની અરજીને ધ્યાનમાં લેવામાં આવતી નથી.
  • નિશ્ચિત સમયમાં અરજી કરનાર લાભાર્થીને બોન્ડ સ્વરૂપે રૂપિયા 25000 આપવામાં આવે છે અને જ્યારે દીકરી અઢાર વર્ષની થાય છે ત્યારે લાભાર્થી નથી આ ₹25,000 ની સહાય મળે છે.
  • આ યોજનાનો લાભ ફક્ત દીકરીને માતા અથવા પિતાને જ મળવા પાત્ર છે.

સરકારી યોજના : આ યોજના દ્વારા દરેક ગુજરાતીઓને વિનામૂલ્યે ઘરઘંટી આપવામાં આવે છે, આવી રીતે ઓનલાઇન અરજી કરો

આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની યાદી

  • દીકરીના જન્મનું પ્રમાણ પત્ર
  • માતા અથવા પિતાના બેંક ખાતાની પાસબુકની નકલ
  • માતા અથવા પિતાનું આધાર કાર્ડ
  • બાંધકામ શ્રમિકના ઓળખકાર્ડની નકલ
  • અરજી કરનારનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • આ યોજનામાં અરજી કરવા માટે તમારે sanman.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • હવે તમે આ વેબસાઈટ પર રજી્ટ્રેશન ના કરેલું હોય તો સૌ પ્રથમ રજી્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરશો એટલે તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે.
  • આ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી તમારે આ વેબાઈટ પર લોગીન કરવાનું રહેશે.
  • લોગીન કરતાની સાથે જ તમને ઘણી બધી યોજનાઓનું લીસ્ટ દેખાશે, તેમાંથી તમારે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના પસંદ કરવાની રહેશે.
  • હવે આ યોજના માટેનું અરજી ફોર્મ ખુલી જશે જેમાં તમારે વિગતો ભરાવાની રહેશે.
  • આ અરજી ફોર્મમાં વિગતો ભરાઈ ગયા બાદ તમારે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
  • આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ તમે આ અરજી સબમિટ કરી શકો છો.

મિત્રો આ રીતે તમે ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના માટે ઓનલાઇન અરજી કરી અને ₹25,000 ની સહાય મેળવી શકો છો, જો તમે સમયસર સરકારી યોજનાઓની માહિતી મેળવવા ઈચ્છતા હોય તો અમારી સાથે જોડાયા રહો તેમજ આ યોજના વિશે વધુ વધુ લોકોને જાણ થાય તે માટે આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment