E Shram Card Scholarship : બાળકનું ભણતર ખૂબ જ જરૂરી હોય છે પરંતુ શ્રમિક વર્ગના લોકો પોતાના બાળકોને ભણાવી શકતા નથી કારણ કે તેઓ પાસે તેના બાળકને ભણાવવા માટે જરૂરી આર્થિક સગવડ હોતી નથી તેથી ભારત સરકાર દ્વારા આ શ્રમિક વર્ગોના લોકોને ઈ શ્રમ કાર્ડ આપવામાં આવે છે અને આ કાર્ડ ધારકોના બાળકોને ભણતર માટે 25000 રૂપિયા સુધી શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
જો તમે ઈ શ્રમ કાર્ડ ધારક છો તો તમને ઘણા બધા લાભ મળવા પાત્ર તો છે જ પરંતુ તમે તમારા બાળકને ભણતર માટે 25 હજાર સુધીની શિષ્યવૃત્તિ મેળવી શકો છો તો ચાલો જાણીએ કેવી રીતે તમારા બાળકને ₹25,000 સુધીની સ્કોલરશીપ પર મળશે.
આ યોજના દ્વારા મળતા લાભ | e Shram Card Scholarship Yojana
- આ યોજના દ્વારા ઈ શ્રમકાર્ડ ધારકોના મેધાવી સંતાનોને ₹25,000 સુધીની શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે.
- આ યોજના દ્વારા મળતી શિષ્યવૃત્તિથી શ્રમિક વર્ગના લોકો પોતાના બાળકના ભણતર માટે આર્થિક સગવડ મળી રહે છે.
- આ યોજના દ્વારા મળતી સ્કોલરશીપથી વિદ્યાર્થી પોતાના માટે શૈક્ષણિક સાધનો જેમકે પુસ્તકો તેમજ ટ્યુશન માટે ખાસ કરી શકે છે.
- 25000 રૂપિયાની સહાયથી જે તે પરિવારને ભણતર બોજ રૂપ લાગતું નથી.
સ્કોલરશીપ મેળવવા માટેની જરૂરી શરતો
- વિદ્યાર્થીને સ્કોલરશીપ અત્યારે જ મળવા પાત્ર થાય છે જ્યારે તેના માતા-પિતા ઈ શ્રમ કાર્ડ ધરાવે છે.
- વિદ્યાર્થી 12મા ધોરણમાં ઓછામાં ઓછા 75% મેળવેલ હોવા જોઈએ.
- આ ઉપરાંત જો વિદ્યાર્થીના પરિવારમાં કોઈ સભ્ય સરકારી નોકરી કરતા હોય તો તે વિદ્યાર્થીને આ શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે.
- જો વિદ્યાર્થીના પરિવારમાં કોઈ સરકારી ટેક્સ ચૂકવતો હોય તો તેને આ સ્કોલરશીપ નો લાભ નહીં મળે.
- વિદ્યાર્થીને સ્કોલરશીપ મેળવવા માટે નીચે મુજબ બધા જ ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
- સૌપ્રથમ તો વિદ્યાર્થીના માતા-પિતા પાસે સરકાર માન્ય ઈ શ્રમ કાર્ડ હોવું જોઈએ.
- વિદ્યાર્થી પાસે તેનું આધાર કાર્ડ હોવું જોઈએ
- રહેણાંક ના દાખલા માટે ચૂંટણી કાર્ડ, રાશનકાર્ડ કે લાઈટ બિલ વગેરે માંથી કોઈ એક રજૂ કરવું પડે છે
- વિદ્યાર્થીનું બેંકમાં ખાતું હોવું જોઈએ
- આવકનો દાખલો
- વિદ્યાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાહેબનો ફોટો
ઓનલાઇન અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં આ સ્કોલરશીપ માટે સત્તાવાર વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
- અહી જો તમે પહેલા રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો રજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે.
- આ યુઝર આઈડી અને પાસવર્ડ ની મદદથી લોગીન કરો.
- ત્યારબાદ આ યોજના માટેની અરજી કરવાની લિંક પર ક્લિક કરો.
- ત્યારબાદ તમારી સામે એક અરજી ફોર્મ ખુલી જશે આ અરજી ફોર્મ પૂછેલી વિગતોને ધ્યાન પૂર્વક કરો.
- આ બધી જ વિગત ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- હવે તમે આ અરજીને સબમિટ કરી શકો છો.
તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શિષ્યવૃતિનો લાભ મેળવી શકો છો, આ આર્ટીકલ તમારા મિત્રોને પણ શેર કરજો જેથી તેઓ પણ આ શિષ્યવૃત્તિનો લાભ લઇ શકે, ધન્યવાદ.