Gujarat Aksmat Vima Yojana: અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને ₹50,000 ની સહાય આપવામાં આવે છે, જાણો આ યોજનાની માહિતી

Gujarat Aksmat Vima Yojana : ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત અકસ્માત વીમા યોજના ચલાવવામાં આવે છે, આ યોજના દ્વારા અકસ્માતમાં ઘવાયેલા ઈજાગ્રસ્ત વ્યક્તિને રૂપિયા 50 હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશેની તમામ માહિતી મેળવી જેમકે આ યોજના દ્વારા કેવી રીતે લાભ મેળવી શકાય છે તેમજ આ યોજના માટેની શરતો શું છે.

ગુજરાત અકસ્માત વીમા યોજના | Gujarat Aksmat Vima Yojana

તમને બધાને ખ્યાલ જ છે કે આજના જમાનામાં દરેકના ઘરે ઓછામાં ઓછું એક વાહન તો હોય જ છે, વાહનોના વધારો થતા રોડ પર વાહનોની અવરજવર પણ વધી છે અને પરિણામે રોડ એકસીડન્ટ વધુ જોવા મળે છે અને આ કારણ થી રોડ અકસ્માતના મૃત્યુદરમાં પણ વધારો થયો છે તેથી ગુજરાત સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે રોડ અકસ્માતના મૃત્યુદરમાં ઘટાડો થાય અને તેથી જ ગુજરાત અકસ્માત વીમા યોજના અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના દ્વારા રૂપિયા 50 હજાર સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી કોઈ ગરીબ વ્યક્તિનું અકસ્માત જ થાય તો પણ તે આ યોજનાનો લાભ લઇ પોતાની સારવાર વિનામૂલ્યે કરી શકે.

ગુજરાત અકસ્માત વીમા યોજના દ્વારા મળતું સહાય ધોરણ

  • આ યોજના દ્વારા રોડ અકસ્માતમાં ઇજાગ્રત વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 50,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • આ યોજના ના લાભ માટે કોઈપણ પ્રકારની આવક મર્યાદા કે કોઈપણ પ્રકારની જાતીને ધ્યાનમાં લેવામાં આવતી નથી, એટલે કે જે પણ વ્યક્તિ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય છે તે દરેક વ્યક્તિને આ યોજના દ્વારા લાભ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે અરજી ફોર્મ અને સંમતિ પત્રક સિવાય વધારાના કોઈપણ દસ્તાવેજની જરૂર પડતી નથી.

પરંતુ આ યોજના નો લાભ લેવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જે નિયમોનું પાલન થતું હોય તો જ રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને રૂપિયા 50 હજાર સુધીની સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે નિયમો

  • રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ જે સમયે હોસ્પિટલે દાખલ થાય છે તે સમયથી 48 કલાકના સમય સુધી ઇજાગ્રસ્ત વ્યક્તિને જે પણ સારવાર માટે ખર્ચ થાય તે ખર્ચ ગુજરાત સરકાર ચૂકવશે પરંતુ આ ખર્ચ રૂપિયા 50,000 થી વધારે ન હોવો જોઈએ, આ 48 કલાક માં જો 50,000 રૂપિયા થી વધારે ખર્ચ થાય છે તો તે વધારાની રકમ જે તે લાભાર્થી વ્યક્તિને આપવાની રહેશે.
  • ફક્ત ગુજરાત રાજ્યની હદની અંદર થયેલા રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ સીધો ઇજાગ્રસ્ત વ્યક્તિને આપવામાં આવતો નથી પરંતુ તે વ્યક્તિ જે હોસ્પિટલમાં દાખલ થયો છે તે હોસ્પિટલને સારવાર માટેનો જે ખર્ચ થયો હોય તે ખર્ચ આપવામાં આવે છે.

અરજી કેવી રીતે કરવી

આ યોજનાનો લાભ મેળવવા માટે રોડ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિ જે હોસ્પિટલમાં દાખલ થયા છે તે હોસ્પિટલથી આ યોજના માટેનું અરજી ફોર્મ લેવાનું રહેશે, આ અરજી ફોર્મ માં દરેક વિગત ભરવાની રહેશે. આ અરજી ફોર્મમાં બધી વિગતો ભરાઈ ગયા બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિના પરિવાર સભ્ય કે મિત્ર એ સંમતિ પત્રક પણ આપવાનો રહેશે. ત્યાર બાદ આ અરજી ફોર્મ હોસ્પિટલે જમાં કરાવવાનું રહેશે.

હાલ ચાલુ યોજના : ઘાસચારા પર થતા ટોટલ ખર્ચના 75% ખર્ચ સરકાર આપશે, જાણો આ યોજનાની વિગતવાર માહિતી

આશા રાખું છું કે તમને આ યોજના વિશે માહિતી ઉપયોગી થઈ હશે, આવી જ સરકારી યોજનાની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો તેમજ અમારા દ્વારા અપાયેલી અન્ય યોજનાની માહિતી મેળવવા ઉપર મેનુમાં જઈ યોજનાનો સિલેક્ટ કરશો એટલે સરકારી યોજનાઓની માહિતી મળી જશે.

Leave a Comment