Namo Sarasvati Yojana : શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાનો અમલમાં છે, તેમાની જ એક યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ જેનું નામ છે, નમો સરસ્વતી યોજના. આ યોજના દ્વારા ધોરણ 11-12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 25,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે અને સૌથી મોટી વાત એ છે કે સરકારી કે પ્રાઇવેટ, કોઈપણ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
નમો સરસ્વતી યોજના | Namo Sarasvati Yojana
આજના આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ખૂબ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તેથી ગુજરાતના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે આગળ વધે તે માટે નમો સરસ્વતી યોજના દ્વારા 25,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તો ચાલો હવે આ યોજના દ્વારા કેવી રીતે લાભ મળે છે તેની માહિતી મેળવીએ.
નમો સરસ્વતી યોજના દ્વારા કેવી રીતે લાભ મળે છે
- આ યોજના દ્વારા ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓને ટોટલ 25,000 રૂપિયાની સહાય મળે છે.
- વિદ્યાર્થીને 11 માં ધોરણ માટે રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવે છે.
- આ જ વિદ્યાર્થીને 12 માં ધોરણ માટે 15,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે આપવામાં આવે છે.
- આમ, ધોરણ 11 અને 12 પૂર્ણ થતાં વિદ્યાર્થીને 25,000 રૂપિયા શિષ્યવૃત્તિ તરીકે મળે છે.
પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીને કેટલીક શરતોનું પાલન કરવું પડે છે જે નીચે મુજબ છે.
આ યોજના માટેની શરતો
- નમો સરસ્વતી યોજનાનો લાભ ફક્ત વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીને જ આપવામાં આવે છે.
- સરકાર માન્ય ખાનગી કે સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જ લાભ આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીએ ફરજિયાત જરૂરી દસ્તાવેજ રજુ કરવા પડે છે.
જરૂરી દસ્તાવેજની યાદી
- વિદ્યાર્થીનું આધાર કાર્ડ
- એડમિશન લીધેલ છે તે અંગેની ફી પહોંચ
- બેંક ખાતાની પાસ બુકની નકલ
- રહેઠાણના પુરાવા માટે લાઈટ બીલ, રાશન કાર્ડ વગેરે માંથી કોઈ એક
- મોબાઈલ નંબર
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી
આ યોજનામાં ઓનલાઇન અરજી કરવા માટે તમારે તમારી શાળાના આચાર્ય શ્રી ને જણાવવાનું રહેશે, આચાર્ય શ્રી દ્વારા માંગવામાં આવેલ દસ્તાવેજ જમાં કરાવવાના રહેશે… ત્યારબાદ શાળા તરફથી આ યોજના માટે તમારી અરજી કરી દેવામાં આવશે.
આશા રાખું છું તમને આ યોજના વિશે માહિતી પસંદ આવી હશે, આવી જ સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવા ઇચ્છે છે તેઓને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.