Namo Shri Yojana : મહીલાઓને સમાજ માં ઉચ્ચ દરજ્જો તેમજ સ્ત્રી સશક્તિકરણ માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાનો અમલમાં મુકાય છે પરંતુ સ્ત્રીઓને આ યોજના વિશે નિયત સમયે જાણકારી ના મળતી હોવાથી તેઓ આ યોજનાનો લાભ મેળવી શકતી નથી તેથી આજે આપણે સ્ત્રીઓ માટેની નમો શ્રી યોજના વિશે વાત કરવાના છીએ, જેમાં સ્ત્રીને તાત્કાલીક ₹15,000 ની સહાય મળવા પાત્ર થાય છે. તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.
નમો શ્રી યોજના | Namo Shri Yojana
નમો શ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ગુજરાતમાં બાળકના મૃત્યુ દર માં ઘટાડો થાય. તેથી આ યોજના દ્વારા સગર્ભા મહિલાઓને અને નવજાત શિશુ બાળકની માતાને નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ બાળકની માતા પોતાની અને પોતાના બાળકની સારવાર માટે આ પૈસા નો ઉપયોગ કરી પોતાનું અને પોતાના બાળકની સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખી શકે છે.
નમો શ્રી યોજનાના ફાયદાઓ
- આ યોજના દ્વારા સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુ બાળકની માતાઓને ₹12,000 ની સહાય આપવામાં આવે છે.
- આ ઉપરાંત જ્યારે સગર્ભા મહિલા અને તેનું બાળક હાઇ રિસ્ક જેવી પરિસ્થિતિમાં હોય ત્યારે તેને તાત્કાલીક ₹15,000 ની સહાય મળે છે, આ માટે ગુજરાત સરકાર દ્વારા 2024-25 માટે 53 કરોડનું ફાળવવામાં આવ્યું છે.
- આ યોજનાના અમલ બાદ ગુજરાતમાં બાળકના મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળ્યો છે.
- નમો શ્રી યોજના દ્વારા મળતી નાણાકીય સહાયથી માતા પોતાની અને પોતાના બાળકની સારવાર માટે આ પૈસા વાપરી શકે છે.
નમો શ્રી યોજનાના માટે નિયમો
આ યોજનાનો લાભ ફક્ત નવજાત શિશુની માતા અને સગર્ભા મહીલાઓને જ મળે છે.
ફક્ત ગુજરાતની નાગરિક મહિલાઓ જ આ યોજનાના લાભ માટે પાત્ર છે.
આ યોજનામાં અરજી કરવા માટે તમારી પાસે તમામ દસ્તાવેજ હાજર હોવા જોઈએ.
આ યોજના માટે જરૂરી દસ્તાવેજની યાદી
- લાભાર્થી મહિલા નું આધાર કાર્ડ
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- સગર્ભા મહિલા કે નવજાત શિશુની માતા છે તે અંગેના માન્ય હોસ્પિટલના પુરાવા
- બેંક ખાતાના પાસબુકની નકલ
- ઉંમરના પુરાવા માટે જન્મનો દાખલો અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
- રહેઠાણનો પુરાવો
નોંધ : આ યોજનામાં અરજી કરવા માટે તમારે https://gujaratindia.gov.in/ પર નમો શ્રી યોજના માટે ઓનલાઇન અરજી કરવી પડશે પરંતુ હાલ આ યોજના માટેના અરજી કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવી તેથી હાલ તમે આ યોજનામાં અરજી નહીં કરી શકો પરંતુ આ યોજનામાં અરજી પ્રક્રિયા શરૂ થશે ત્યારે અમે તમને જાણ કરી દેશું તેથી અમારી સાથે જોડાયા રહેજો, ધન્યવાદ.
નમો સરી યોજના
My wife