oppo f27 pro plus 5g: હેલો ગુજરાતી મિત્રો, જો તમે નવો મોબાઈલ ખરીદવાનો વિચારી રહ્યા છો તો આ મોબાઇલ વિશે એક વર જરૂર વિચારજો. ચાલો સૌ પ્રથમ આ મોબાઈલનો એક ઓવર વ્યુ જોઈ લઈએ. આ મોબાઈલમાં 5000mAh ની બેટરી આપવામાં આવે છે, ડ્યુઅલ કેમેરા સેટ અપ જોવા મળે છે તેમજ આ મોબાઇલ રેમ અને સ્ટોરેજ ને આધારે બે વેરિયન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે તેમજ આ મોબાઈલની ખરીદી માટે બે કલર ઓપ્શન આપવામાં આવે છે. આ ઉપરાંત ઓપો એ દાવો કર્યો છે કે આ મોબાઈલ વોટર પ્રુફ છે. તો ચાલો હવે આ મોબાઇલને વિગતવાર દરેક સ્પેસિફિકેશન વિશે માહિતી મેળવીએ.
oppo f27 pro plus 5g Display And Colour
ઓપ્પો કંપનીના આ મોબાઇલમાં 6.7 ઇંચની એમોલેટ થ્રીડી કર્વડ ડિસ્પ્લે આપવાનો આવે છે, આ ઉપરાંત આ મોબાઈલ ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે સાથે 2412×1080 પિક્સલ રિઝોલ્યુશન ધરાવે છે તેમજ આ મોબાઇલની રિફ્રેશની વાત કરીએ તો આ મોબાઇલમાં 120Hz રિફ્રેશ રેટ આપવામાં આવે છે.
તો આ હતી oppo f27 pro plus 5g મોબાઈલની ડિસ્પ્લે અંગેની માહિતી હવે આ મોબાઇલના કલર વિશેની માહિતી જોઈએ તો આ મોબાઇલમાં તમને બે કલર ઓપ્શન આપવામાં આવે છે.
- મીડનાઇટ નેવી
- ડસ્ક પિંક
આ ઉપરાંત આ મોબાઇલમાં કોર્નીગ ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન જોવા મળે છે તેમજ ઓપ્પો કંપની ના જણાવ્યા મુજબ આ મોબાઇલનો વજન 177 g છે.
ઓપ્પો ના આ મોબાઈલની બેટરી વિશેની માહિતી
oppo f27 pro plus 5g મોબાઇલમાં તમને 5000mAh ની બેટરી જોવા મળી જશે આ ઉપરાંત આ મોબાઇલમાં 67W સુપર વુક ચાર્જિંગ સપોર્ટ મળે છે અને ખાસ જ તમને જણાવી દઈએ કે આ મોબાઇલ સાથે પાવર એડેપ્ટર પણ આપવામાં આવે છે, આ વાત એટલે જણાવી કેમ કે હવે લેટેસ્ટ મોબાઈલ માં ઘણીવાર પાવર એડેપ્ટર આપવામાં આવતું નથી. ઓપ્પો કંપની દાવો કરી રહી છે કે આ મોબાઇલને ઝીરો થી સો ટકા ચાર્જિંગ કરવામાં ફક્ત 44 મિનિટનો જ સમય લાગે છે.
કેમેરા વિશેની જાણકારી
ઓપ્પો કંપનીના આ મોબાઇલમાં બેક કેમેરાની વાત કરીએ તો ડ્યુઅલ અલ્ટ્રા ક્લીયર કેમેરા સેટઅપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 64MP અને બીજો પ્રોટેઈટ 2MP નો જોવા મળે છે. આ ઉપરાંત સેલ્ફી કેમેરો એટલે કે ફ્રન્ટ કેમેરો 8MP નો આપવામાં આવે છે.
રેમ, સ્ટોરેજ અને અન્ય સ્પેસિફિકેશન
આ મોબાઈલ રેમ અને સ્ટોરેજના આધારે બે વેરિએન્ટ જોવા મળે છે. વેરિએન્ટના આધારે કિંમત પણ અલગ અલગ રાખવામાં આવેલી છે.
- 8GB RAM + 128GB Internal Storage
- 8GB RAM + 256GB Internal Storage
આ મોબાઈલ ના પ્રોસેસર ની વાત કરીએ તો, આ મોબાઇલમાં MediaTek Dimensity 7050 પ્રોસેસર આપવામાં આવ્યું છે તેમજ આ મોબાઇલ Android 14 ઓપરેટિગ સિસ્ટમ પર કાર્ય કરે છે.
oppo f27 pro plus 5g mobile price in india
હવે આ મોબાઈલની કિંમત વિશે વાત કરીએ, આ મોબાઇલની 1/09/2024 એ ભારતમાં અલગ-અલગ વેરીએન્ટના આધારે કિંમત નીચે પ્રમાણે છે.
Realme Latest Mobile : ગેમિંગના શોખીન વીરલાઓ માટે રીયલ મી કંપની એ લોન્ચ કર્યો Realme 13+ 5G Mobile, જાણો આ મોબાઇલના તમામ સ્પેસિફિકેશન
મોબાઈલ વેરીએન્ટ | ભારતમાં હાલની કિંમત |
8GB RAM + 128GB Internal Storage | ₹27,999 |
8GB RAM + 256GB Internal Storage | ₹29,999 |
આશા રાખું છું મિત્રો કે તમને આ મોબાઇલ વિશેની જરૂરી તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મળી ગઈ હશે, જો તમે આ મોબાઈલ ખરીદવા ઈચ્છો છો તો હાલ એમેઝોન અને ફ્લિપકાર્ટમાં અવેલેબલ છે તેમજ કોઈ મોબાઈલની દુકાન પરથી પણ ખરીદી શકો છો. જો તમારો કોઈ મિત્ર નવો મોબાઈલ ખરીદવાનું વિચારી રહ્યો છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.