Organic Farming Yojana: દર વર્ષે હેકટર દીઠ 5,000 રૂપિયાની સહાય મળશે, જાણો આ યોજનાની અરજી પ્રક્રિયા

Organic Farming Yojana : ગુજરાત સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાવી રહ્યું છે જેનાથી ગુજરાતના ખેડૂતોને આર્થિક લાભ મળે અને વધુ સારી રીતે ખેતી કરી શકે. ખેડૂતો માટેની યોજનાનો માંથી જ એક યોજના વિશે આજે અમે તમને માહિતી આપીશું, આ યોજના દ્વારા ખેડૂત મિત્રો ને હેકટર દીઠ 5000 રૂપિયા સહાય મળે છે. તો ચાલો જાણીએ આ યોજના દ્વારા ખેડૂતોને કેવી રીતે સહાય મળશે તેમજ આ યોજનામાં અરજી કરવા માટેની જરૂરી પ્રક્રિયા.

સેંદ્રીય ખેતી માટે ઇનપુટ સહાય | Organic Farming Yojana

ગુજરાત સરકાર ની આ યોજનાનું નામ “સેંદ્રીય ખેતી (કન્વર્ઝન સમય) માટે ઇનપુટ સહાય” છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ગુજરાતના ખેડૂતો વધુમાં વધુ ઓર્ગેનિક ખેતી તરફ વળે અને વધુ માં વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરવા માટે પ્રેરાય. આ માટે ગુજરાત સરકાર ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતને હેકટર દીઠ 5000 રૂપિયા સહાય રૂપે આપે છે. તો ચાલો હવે જાણી લઈએ કે કેવી રીતે આ યોજના દ્વારા સહાય આપવામાં આવે છે.

આ યોજના દ્વારા ખેડૂતોને દર વર્ષે રૂપિયા 10000 ની સહાય મળશે, ફોર્મ ભરવા માટે ગણતરીના દિવસો જ બાકી

Organic Farming Yojana દ્વારા મળતી આર્થિક સહાય

જે ખેડૂત મિત્ર રાસાયણિક ખેતી કરે છે એટલે કે રાસાયણિક ખાતર કે પદાર્થોનો ઉપયોગ કરી પાકનું વાવેતર કરે છે પરંતુ હવે આ ખેડૂતને ઓર્ગેનિક ખેતી કરવી છે તો સરકાર તેને હેકટર દીઠ 5000 રૂપિયા સહાય આપે છે, કેમ કે રાસાયણિક ખેતી માંથી સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી તરફ વળવામાં સમય લાગે છે અને તેથી ગુજરાત સરકાર ઓર્ગેનિક ખેતી તરફ વળતા ખેડૂતોને બિયારણ, સેન્દ્રીય ખાતર વગેરેની ખરીદી માટે હેકટર દીઠ 5000 રૂપિયા સહાય આપે છે.

ઉદાહરણ દ્વારા સમજીએ… ધારો કે વિશાલભાઈ નામના એક ખેડૂત છે કે જેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરીને ખેતી કરે છે પરંતુ એક દિવસ તેને ભરતભાઈ નામના એક મિત્ર એ ઓર્ગેનિક ખેતી કરવાના ફાયદા વિશે સમજાવ્યું તેથી વિશાલભાઈ હવે ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છે છે પરંતુ એકા એક ઓર્ગેનિક ખેતી તરફ વળવા માટે શરૂઆતમાં ખેતીમાં પાકનું વાવેતર ઓછુ થાય છે તેથી આ નુકશાનીને પહોંચી વળવા માટે ભરતભાઈ એ વિશાલભાઈને આ સરકારી યોજના માં અરજી કરવા જણાવ્યું, જેથી વિશાલભાઈને ઓર્ગેનિક ખાતર ખરીદવું હોય કે બિયારણ. તેના માટે સરકાર તેમને હેકટર દીઠ 5000 રૂપિયા સહાય રૂપે આપશે. આમ વિશાલભાઈ હવે સરળતાથી ઓર્ગેનિક ખેતી તરફ વળી શકશે.

આ ઉપરાંત મજાની વાત એ છે કે આ યોજનાનો લાભ તમે દર વર્ષે મેળવી શકશો, એટલે કે દર વર્ષે તમે હેકટરદીઠ 5000 રૂપિયાની સહાય મેળવી શકો છો. પરંતુ તમારે આ યોજના માટેના કેટલાક નિયમો જાણી લેવા જોઈએ જેથી તમને આ યોજના દ્વારા લાભ મેળવવા માટે કોઈ મુશ્કેલી ના પડે.

સેંદ્રીય ખેતી માટે ઇનપુટ સહાય યોજના માટે નિયમો

  • જે ખેડૂત મિત્રો સેંદ્રીય ખેતી કરવા ઈચ્છે છે તેવા ખેડૂતોને જ આ યોજનાનો લાભ મળે છે.
  • આ યોજના ફક્ત ગુજરાતના ખેડૂતો માટે જ છે.
  • આ યોજનાનો લાભ એક વર્ષમાં ફક્ત એક જ વાર મળે છે.
  • ખાસ જરૂરી બાબત કે આ યોજના દ્વારા મળતી સહાય બે હેકટર માટે જ મર્યાદિત છે એટલે કે તમને આ યોજના દ્વારા એક વર્ષમાં વધુમાં વધુ 10,000 રૂપિયાની સહાય મળે છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે છેલ્લી તારીખ પહેલાં અરજી કરવી ફરજીયાત છે.

સેંદ્રીય ખેતી માટે ઇનપુટ સહાય યોજનામાં અરજી કરવા માટેની છેલ્લી તારીખ

Organic Farming Yojana માં તમે અરજી કરવા ઈચ્છો છો તો તમારે તારીખ 19/07/2024 થી તારીખ 31/10/2024 સુધીના સમગાળામાં અરજી કરવાની રહેશે.

આ યોજનામા અરજી કરવા માટે અરજી પ્રક્રિયા

  • અરજી કરવા માટે અરજદારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
  • આઇ ખેડૂત પોર્ટલ ના હોમ પેજ પર તમને ઉપર યોજનાઓ નામનો વિકલ્પ દેખાશે, તેના પર ક્લિક કરો
  • અહી સૌથી નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે” લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજ પર “સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ” લખેલું હશે તે પસંદ કરો.
  • ફરી નવું પેજ ખુલશે અહી તમારે “સેંદ્રીય ખેતી (કન્વર્ઝન સમય) માટે ઇનપુટ સહાય” નામની યોજના પસંદ કરવાની રહેશે, અહી “અરજી કરો” નામનો વિકલ્પ પસંદ કરવો.
  • ત્યારબાદ આપેલી બધી સૂચના ધ્યાન થી વાંચવી અને નીચે “નવી અરજી કરો” આપેલ હશે તેના પર ક્લિક કરો.
  • હવે અરજી ફોર્મમાં પુંછેલ વિગતો ભરો અને ત્યારબાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • ધ્યાન રહે અરજી કનફરમ કરવાનું ના ભુલાય.

આ યોજના દ્વારા ખેડૂતને થતા ટોટલ ખર્ચ પર 50% ખર્ચ ગુજરાત સરકાર આપશે, એક લાખ રૂપિયાનો ખર્ચ થશે તો 50,000 રૂપિયા સરકાર આપશે

આશા રાખું છું મિત્રો કે તમને આ યોજનાની દરેક માહિતી મળી ગઈ હશે, આવી જ રીતે દરેક સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો તમારો કોઈ ખેડૂત મિત્ર ઓર્ગેનિક ખેતી તરફ વાળવાનું વિચારી રહ્યો છે તો તેને આ આર્ટીકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment