Pradhan Mantri Kaushal Vikas Yojana : ભારતમાં જેમ જેમ વસતી વધતી જાય છે તેમ તેમ બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે, આ બેરોજગારીનું પ્રમાણ ઘટાડવા ભારત સરકાર દ્વારા એક યોજના અમલમાં મૂકવામાં આવી છે, આ યોજનાનું નામ છે, પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના. આ યોજના ના નામ પરથી જ ખ્યાલ આવે કે આ યોજના દ્વારા યુવાનોના કૌશલ્ય વિકાસ કરે છે, આ ઉપરાંત આ યોજના દ્વારા યુવાનને 8000 રૂપિયા પણ આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણકારી મેળવીએ.
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના | Pradhan Mantri Kaushal Vikas Yojana
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ભારતના યુવાનો અલગ અલગ ક્ષેત્રમાં કૌશલ્ય હાસલ કરી અને પોતાના કૌશલ્ય નો ઉપયોગ કરી રોજગારી મેળવે જેથી ભારતમાં બેરોજગારી દર પણ ઘટે અને યુવાનને રોજગારી પણ મળી જાય અને એટલા માટે જ ભારત સરકાર આ યોજના દ્વારા વિનામૂલ્યે તાલીમ પણ આપે છે અને સાથે સાથે 8000 રૂપિયા પણ આપે છે. તો ચાલો હવે આ યોજના વિશેના ફાયદાઓ જાણી લઈએ.
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજના ના ફાયદા
- આ યોજના દ્વારા યુવાનોને વિનામૂલ્ય પોતાની પસંદગી અનુસાર ના ક્ષેત્રમાં તાલીમ આપવામાં આવે છે.
- તાલીમ દરમિયાન યુવાનને સરકાર તરફથી ₹8,000 પણ આપવામાં આવે છે.
- તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ લેનાર યુવાનોને જે તે ક્ષેત્રમાં લીધેલ તાલીમ અંગેનું સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે.
- આ સર્ટિફિકેટ એની મદદથી તાલીમાર્થીને જે તે ક્ષેત્રમાં નોકરી મેળવવાનું સરળ થઈ જાય છે.
આ યોજનામાં કોણ કોણ અરજી કરી શકે છે ?
- આ યોજનામાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર અને વધુમાં વધુ 45 વર્ષની ઉંમર ધરાવતા ભારતના નાગરિકો જ અરજી કરી શકે છે.
- આ યોજનામાં અરજી કરતી વખતે તમે જે ક્ષેત્રની તાલીમ લેવા ઇચ્છો છો તે ક્ષેત્રની યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- આ યોજનામાં બેરોજગાર લોકો તાલીમ મેળવી શકે છે.
પ્રધાન મંત્રી કૌશલ વિકાસ યોજનામા અરજી કરવાની રીત
- જો તમે આ યોજના દ્વારા વિનામૂલ્યે તાલીમ મેળવવા તેમજ ₹8,000 મેળવવા ઈચ્છો છો તો તમારે ભારતીય સરકારની સત્તાવાર વેબસાઈટ https://www.pmkvyofficial.org પર અરજી કરવી પડશે.
- આ વેબસાઈટ ઓપન કર્યા બાદ તમારે આ વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરવું પડશે, જેથી લોગીન કરવા માટે તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે.
- હવે તમારે આ વેબસાઈટ પર લોગીન કરવાનું છે.
- ત્યારબાદ આ યોજના માટે ઓનલાઇન અરજીમાં પૂછવામાં આવેલી દરેક વિગત ભરવાની રહેશે.
- વિગત ભરાઈ ગયા બાદ તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
- આ પ્રમાણે તમે આ યોજનામાં અરજી કરી ને સબમિટ કરી શકો છો.
આશા રાખું છું કે આ યોજના દ્વારા તમે તમારા વ્યવસાય ને લગતી તાલી મેળવી અને જલ્દીથી જલ્દી રોજગારી મેળવી લો, આ માહિતીની જે યુવાનોને જરૂર છે તે યુવાનોને શેર જરૂર કરજો, ધન્યવાદ.
ખુશાલ વિકાસ યોજના