Samsung Galaxy A06 Mobile : લો બજેટમા samsung દ્વારા મોબાઈલ લોન્ચ કરવામાં આવ્યો છે, આ મોબાઇલની કિંમત ફક્ત 9, 999 રૂપિયા છે. જે લોકો લો બજેટ ના મોબાઈલ શોધી રહ્યા હોય છે તેઓ ખાસ કરીને 10000 કે તેથી ઓછી કિંમતના મોબાઈલ શોધતા હોય છે તો તે લોકો માટે samsung નો આ મોબાઈલ બેસ્ટ ચોઈસ બની શકે છે, ઉપરાંત આ મોબાઇલ ભારતમાં લોન્ચ થઈ ગયો છે તો તમે આજે જ આ મોબાઈલ ખરીદી શકો છો. તો ચાલો આ મોબાઈલનો એક ઓવરવ્યુ જોઈ લઈએ.
Samsung Galaxy A06 Mobile Overview
Samsung ના આ મોબાઇલમાં 6.67 ઇંચની એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે તેમજ 5000 mAh ની બેટરી જોવા મળે છે આ ઉપરાંત બેક કેમેરામાં ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે, 50 મેગા પીક્સલ અને 2 મેગા પીક્સલ આ ઉપરાંત સેલ્ફી કેમેરો 8 મેગા પિક્સલ આપવામાં આવે છે. અને સ્ટોરેજની વાત કરીએ તો 4GB + 64GB અને 4GB + 128GB ના બે વેરિયન્ટ જોવા મળે છે. ચાલો હવે આ મોબાઈલના દરેક સ્પેસિફિકેશનની વિગતવાર માહિતી મેળવીએ.
Samsung Galaxy A06 Mobile ની ડિસ્પ્લે અને કલર ઓપ્શન
Samsung કંપનીના આ મોબાઇલમાં તમને 6.67 ઈંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવે છે આ મોબાઇલમાં તમને એચડી પ્લસ રિઝોલ્યુશન જોવા મળી જશે તેમજ રિફ્રેશ રેટની વાત કરીએ તો આ મોબાઇલમાં 60Hz રિફ્રેશરેટ જોવા મળે છે.
આ મોબાઇલની ખરીદી માટે તમને ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે.
- લાઈટ બ્લુ
- બ્લેક
- ગોલ્ડ
Samsung Galaxy A06 Mobile કેમેરા સેટ અપ
આ મોબાઇલમાં તમને પાછળનો કેમેરો એટલે કે રીઅર કેમેરામાં ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 50 મેગા પિક્સલ અને બીજો કેમેરો 2 મેગા પીક્સલનો જોવા મળે છે અને સેલ્ફી પાડવાના શોખીનોને 8 મેગા પીક્સલનો કેમેરો જોવા મળી જશે. આ ઉપરાંત આ મોબાઇલમાં પાછળ એક એલીડી ફ્લેશ લાઇટ પણ જોવા મળે છે.
આ મોબાઇલની બેટરી વિશેની માહિતી
Samsung કંપનીના મોબાઈલ તેની બેટરી ને લઈને પ્રખ્યાત છે, આ કંપની નાની પ્રાઇસમાં મોટી બેટરીની સુવિધા આપે છે તેથી જ ફક્ત 9,999 રૂપિયાની પ્રાઇસમાં જ તમને 5000 એમએએચ ની બેટરી આપે છે એટલું જ નહીં આ મોબાઈલમાં 25 વોટ નું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ જોવા મળે છે.
રેમ, પ્રોસેસર અને ઓપરેટિંગ સિસ્ટમ
Samsung Galaxy A06 Mobile મા રેમ મને સ્ટોરેજ ના આધારે બે વેરિયન્ટ આપવામાં આવે છે.
- 4GB RAM + 64GB Internal Storage
- 4GB RAM + 128GB Internal Storage
આ ઉપરાંત આ મોબાઇલમાં તમે 1 TB સુધીનો માઇક્રો એસડી કાર્ડ વાપરી શકો છો.
આ મોબાઇલના પ્રોસેસરની વાત કરીએ તો, MediaTek Helio G85 પ્રોસેસર આપવામાં આવે છે તેમજ આ મોબાઈલ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે આ ઉપરાંત આ મોબાઇલમાં પાવર અનલોક બટન પર ફિંગર પ્રિન્ટ અનલોક ની સુવિધા આપવામાં આવે છે.
Samsung Galaxy A06 price in india
આ મોબાઈલની કિંમત ની વાત કરીએ તો, 4GB RAM + 64GB Internal Storage માટે 9,999 રૂપિયા અને 4GB RAM + 128GB Internal Storage માટે 11,499 રૂપિયા છે.
Latest Vivo Mobile : 200MP નો કેમેરો, ફોટા પાડવાના શોખીનો આ મોબાઈલના દીવાના થઈ ગયા
આશા રાખું છું મિત્રો કે આ આર્ટીકલ દ્વારા આ મોબાઈલની જરૂરી તમામ માહિતી તમને મળી ગઈ હશે જો તમારો બજેટ 10,000 ની આસપાસ છે તો તમે આ મોબાઇલ વિશે જરૂર વિચારી શકો છો, જો તમારો મિત્ર આ બજેટમાં નવો મોબાઈલ ખરીદવાનો વિચારી રહ્યો છે તો તેને આ આર્ટીકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.