Sauchalay Yojana Registration 2024: શૌચાલય બનાવવા માટે ભારત સરકાર 12,000 રૂપિયાની સહાય આપી રહી છે, ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ

Sauchalay Yojana Registration 2024: આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ લોકોને સ્વચ્છતા પ્રતિ જાગૃત કરવામાં આવતા હતા અને આ જાગૃતતા ના એક ભાગરૂપે ભારતના નાગરિકોને શૌચાલય બનાવવા માટે 12000 રૂપિયાની નાણાકીય સહાય આપવાનું શરૂ કરવામાં આવ્યું જેથી ભારતના દરેક કુટુંબ પોતાના ઘરે શૌચાલય બનાવે અને તેનો ઉપયોગ કરે. હવે ફરી 2024 માં સૌચાલય યોજના માટે રજીસ્ટ્રેશનની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તો ચાલો આ યોજનાની જરૂરી માહિતી મેળવી ઓનલાઇન અરજી કઈ રીતે કરી શકાય તેની માહિતી મેળવીએ.

શૌચાલય યોજના દ્વારા મળતું સહાય ધોરણ

આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કોઈ નિશ્ચિત કેટેગરી નક્કી કરેલ નથી એટલે કે ભારતના દરેક ગરીબ નાગરિક આ યોજનાનો લાભ લઇ નાણાકીય સહાય મેળવી પોતાના ઘરે સૌચાલય બનાવી શકે છે. જે નાગરિક આ યોજના હેઠળ અરજી કરે છે તે અરજદારોની અરજી માન્ય થયા બાદ થોડા સમય પછી તેઓના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા 12000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા કેટલાક માપદંડ તૈયાર કરવામાં આવ્યા છે, એ માપદંડ અનુસાર તમે યોગ્યતા ધરાવતા હોવા જોઈએ તેમજ જરૂરી તમામ ડોક્યુમેન્ટસ તમારી પાસે હોવા જોઈએ તો ચાલો તે વિશેની માહિતી મેળવીએ.

… તો જ યોજનાનો લાભ મળશે

  • આ યોજનાનો લાભ લેવા માટે તમારા ઘરે પહેલેથી જ સૌચાલય હોવું ના જોઈએ.
  • ભારતના એવા નાગરિકો કે જે ગરીબી રેખા ની નીચેના વર્ગમાં આવે છે તે લોકો જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
  • ફક્ત ભારતના નાગરિકો જ આ યોજનામાં રજીસ્ટ્રેશન કરી શકે છે.

આ યોજનામાં અરજી કરવા માટે દસ્તાવેજ ની યાદી

  • અરજદાર પાસે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો હોવો જોઈએ
  • કોઈપણ સરકાર માન્ય આઈડેન્ટિ પ્રૂફ
  • અરજી કરનારનું આધાર કાર્ડ
  • ગરીબી રેખાની નીચે આવો છો તે માટેનો સરકાર માન્ય પુરાવો
  • બેંક ખાતાની પાસબુકની નકલ
  • અરજી કરનારના મોબાઈલ નંબર

શૌચાલય યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા | Sauchalay Yojana Registration 2024

  • આ યોજનામાં અરજી કરવા માટે તમારે ભારત સરકારની સત્તાવાર વેબસાઇટ https://swachhbharatmission.gov.in ઓપન કરવી પડશે.
  • ઓપન થતા મેન મેનુમાં તમારે “Citizan Corer” ઓપ્શન પસંદ કરવાનો છે.
  • આ ઓપ્શન પસંદ કરતા “Application Form for IHHL” ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું છે.
  • હવે નવા પેજ પર તમારે “Citizen Registration” બટન પર ક્લિક કરવાનું છે.
  • હવે તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની રહેશે.
  • રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા થઈ ગયા બાદ તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે.
  • હવે તમારે “Sign In” પર આવી જવાનું છે અને અહીં લોગીન ની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે.
  • હવે તમારે “મેનુ” પર જવાનું રહેશે.
  • ત્યારબાદ તમારે “New Application” પસંદ કરવું પડશે.
  • હવે તમારી સામે આ યોજના માટે અરજી ફોર્મ ખુલી જશે, અરજી ફોર્મમાં દરેક વિગત ધ્યાનપૂર્વ સાચી ભરવાની છે.
  • છેલ્લે તમે અરજી સબમીટ કરશો એટલે તમારી અરજી ઓનલાઇન ભરાઈ જશે.
  • જો તમારી અરજી રિજેક્ટ ન થઈ તો તમને સરકાર તરફથી ₹12,000 સહાય રૂપે મળી જશે.

યોજનામાં થયો મોટો ફેરફાર : સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને લાગશે ઝટકો

આ ઉપરાંત જે પણ ઉમેદવાર મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેઓ ગ્રામ પંચાયતની મુલાકાત લઇ ત્યાંથી આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવી શકે છે. આ અરજી ફોર્મમાં દરેક વિગત ભર્યા બાદ જરૂરી દસ્તાવેજ જોડવાના રહેશે. જરૂરી વિગતો અને દસ્તાવેજ જોડાઈ ગયા બાદ તમે આ અરજી ગ્રામ પંચાયતમાં જમા કરી દેવાની છે.

Leave a Comment