Solar Pump Subsidy : ભારત સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે વીજળી ખર્ચ ન થાય તે માટે એક યોજના અમલમાં મૂકી છે, આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કુસુમ યોજના. આ યોજના દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવવા ઈચ્છે છે તો સરકાર દ્વારા તેને રૂપિયા 75 હજાર સુધીની સહાય આપવામાં આવે છે. જો તમે આ યોજના દ્વારા સોલાર પંપ લગાવી રૂપિયા 75 હજારની સહાય મેળવવા ઈચ્છો છો તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
Solar Pump Subsidy | પ્રધાનમંત્રી કુસુમ યોજના
પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસીડી આપવામાં આવે છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં સિંચાઈ માટે વીજળીથી ચાલતા પંપનું ઉપયોગ ઘટાડે અને સોલાર પંપ નો ઉપયોગ કરે જેથી ખેડૂતને વીજળી ખર્ચ પણ ન કરવા પડે અને પર્યાવરણની પણ જાળવણી થાય. તેથી આ યોજના દ્વારા ખેડૂતોને સોલાર પંપ માટે રૂપિયા 75000 સુધીની સહાય આપવામાં આવે છે જેથી વધુમાં વધુ ખેડૂતો આ નાણાકીય સહાય મેળવી સોલાર પંપનો ઉપયોગ કરે.
પ્રધાનમંત્રી કુસુમ યોજના દ્વારા મળતા લાભ
- આ યોજના દ્વારા ખેડૂતોને તેની પસંદગી અનુસારના હોર્સ પાવર ધરાવતા સોલાર પંપ સ્થાપવા માટે નીચે મુજબના ઓપ્શન આપવામાં આવે છે.
- ખેડૂત 1 થી 5 હોર્સ પાવર સુધીના સોલર પંપ સ્થાપી શકે છે અથવા 7.5 હોર્સ પાવર તેમજ વધુમાં વધુ 10 હોર્સ પાવર સુધીના સોલાર પંપ લગાવી શકે છે.
- જો આ યોજના દ્વારા ખેડૂત પોતાના ખેતરમાં સોલાર પંપ લગાવે છે તો તેને કેન્દ્ર સરકાર તરફથી 30% સબસીડી અને રાજ્ય સરકાર તરફથી 30 ટકા સબસીડી મળવા પાત્ર થાય છે, એટલે કે ખેડૂતને ટોટલ 60 ટકા સબસીડી મળે છે. અને બાકીના 40% ખર્ચ લાભાર્થી ખેડૂતને કરવાનો રહેશે.
- જો સોલાર પંપ લગાવવામાં ખેડૂતને ₹1,20,000 નો ખર્ચ થાય છે તો આ ખર્ચના 60 ટકા રકમ સબસીડી રૂપે મળે છે એટલે કે રૂપિયા 75,000 સહાય આ યોજના દ્વારા મેળવી શકાય છે.
આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
- અરજદાર રહેઠાણના પુરાવા તરીકે લાઈટ બિલ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઇસન્સ વગેરેમાંથી કોઈ એક રજૂ કરવું પડશે.
- લાભાર્થીનો આધારકાર્ડ
- જમીનના જરૂરી દસ્તાવેજ
- જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક ફરજિયાત થશે
- અરજદારના મોબાઈલ નંબર
- અરજદારની બેંક ખાતાની પાસબુક ની નકલ
નીચે મુજબના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો
- આ યોજનામાં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ https://pmkusum.guvnl.com વેબસાઈટ વિઝીટ કરવાની રહેશે.
- જો આ વેબસાઈટની તમે પ્રથમ વાર મુલાકાત લઇ રહ્યા હોય અને તમે રજીસ્ટ્રેશન કરેલું ના હોય તો સૌપ્રથમ તમારે આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરી અને યુઝર આઇડી અને પાસવર્ડ મેળવી લેવાના છે.
- હવે આ વેબસાઈટ પર તમે લોગીન કરીને આ યોજના માટે અરજી કરી શકો છો, આ માટે અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરી દીધા પછી તમારે આ યોજના માટેના જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
- ઉપરની બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમે અરજીના સબમીટ કરી શકો છો.
મિત્ર આ રીતે તમે ઘરે બેઠા આ યોજનામાં અરજી કરી શકો છો અને સોલાર પંપ પર ૬૦ ટકા ની સબસીડી મેળવી શકો છો, જો તમારો કોઈ ખેડૂત મિત્ર સોલાર પંપ લગાવવા ઈચ્છે રહ્યા હોય તો તેને આ માહિતી જરૂર શેર કરજો, ધન્યવાદ.