Transport sahay Yojana: ટ્રાન્સપોર્ટ માટે ખેડૂતોને ₹10,00,000 ની સહાય મળી રહે છે, જાણો યોજનાની માહિતી

Transport sahay Yojana: ખેડૂત પોતાના ખેતરમાં કેતુ ઉત્પાદન મેળવે છે પરંતુ જ્યારે આ પાકને વેચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો સમય આવે છે ત્યારે આ માટે ઘણો બધો ખર્ચ થઈ જતો હોય છે તેથી ખેડૂતોને વધારે નફો મળતો નથી, આ સમસ્યાનો સમાધાન કરવા માટે ગુજરાતી સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના દ્વારા ખેડૂતો પોતાના પાકને વેચવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવા માટે રૂપિયા દસ લાખ સુધીની સહાય આપે છે. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ.

Transport sahay Yojana | ટ્રાન્સપોર્ટ સહાય યોજના

આ યોજનાનું નામ “લાલ ડુંગળીને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય” આ યોજનાના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ યોજના લાલ ડુંગળીને રાજ્ય અથવા દેશની બહાર નિકાસ કરવા માટે ખેડૂતને સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે ખેડૂતને પોતાનો મોલ વેચવા માટે ટ્રાન્સપોર્ટ માટે વધારાનો ખર્ચ ન કરવો પડે અને તેથી ખેડૂત વધુમાં વધુ નફો મેળવે. તો ચાલો હવે આ યોજનાના લાભ વિશે જાણકારી મેળવીએ.

ટ્રાન્સપોર્ટ સહાય યોજનાના લાભ

  • જો ખેડૂત મિત્ર પોતાની લાલ ડુંગળીને રોડ મારફતે જ રાજ્યની બહાર નિકાસ કરાવવા માંગે છે તો તેને રાજ્ય સરકાર તરફથી પ્રતિ મેટ્રિક ટન પર રૂપિયા 750 ની સહાય આપવામાં આવશે.
  • જો ખેડૂત મિત્ર પોતાની લાલ ડુંગળીને રેલવે મારફતે ગુજરાત રાજ્યની બહાર નિકાસ કરાવવા માંગે છે તો રાજ્ય સરકાર આ માટે સો ટકા સહાય અથવા પ્રતિ મેટ્રિક ટન પર રૂપિયા 1150 ની સહાય આપવામાં આવશે, બેમાંથી જે ઓછું હોય તે.
  • જો ખેડૂત મિત્ર અથવા વેપારી પોતાની લાલ ડુંગળીને દેશની બહાર નિકાસ કરાવવા માંગતા હોય તો ગુજરાત સરકાર તરફથી તેને ટ્રાન્સપોર્ટ માટે જેટલો ખર્ચ થયો હોય તેટલા ખર્ચના 25% અથવા રૂપિયા દસ લાખની સહાય આપવામાં આવે છે, બેમાંથી જે ઓછું હોય તે.

આ યોજનાનો લાભ લેવા માટે વેપારી અથવા ખેડૂત મિત્રોએ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે જેની માહિતી નીચે પ્રમાણે છે.

આ નિકાસ યોજનાના કેટલાક નિયમો

  • આ યોજનાનો લાભ ફક્ત લાલ ડુંગળીના નિકાસ માટે જ આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ ખેડૂતો અથવા વેપારીઓને મળવા પાત્ર છે
  • આ યોજના ફક્ત ગુજરાત રાજ્ય માટે જ અમલમાં છે.
  • આ યોજના માટે અરજી કરનાર અરજદારે કેટલાક દસ્તાવેજ રજૂ કરવા પડે છે.

આ યોજના માટે જરૂરી દસ્તાવેજ ની યાદી

  • લાભાર્થીનું આધાર કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક અથવા રદ કરેલ ચેક ની નકલ
  • વાવેતર અંગે તલાટીનો દાખલો
  • જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક
  • અન્ય રાજ્યમાં વેપારીએ લાલ ડુંગળી વેચેલ હોય તો તે અંગેનો પુરાવો
  • જમીને ના જરૂરી દસ્તાવેજ

આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી ?

  • અરજી કરનારે સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પર જવાનું રહેશે.
  • અહીં આઇ ખેડૂત પોર્ટલ પર તમને યોજનાઓ નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
  • હવે તમને અલગ અલગ વિભાગની યોજનાઓ દેખાશે પરંતુ તમારે સૌથી નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” નામનો વિકલ્પ પસંદ કરવો.
  • હવે તમને નવા પેજ પર પાંચમા નંબરની “બટાટા અને લાલ ડુંગળી માટે સહાય” નામની યોજના દેખાશે તે પસંદ કરવી.
  • ફરી નવા પેજ પર તમને “લાલ ડુંગળીને અન્ય રાજયોમાં/દેશ બહાર નિકાસ કરવા માટે વાહતુક સહાય” નામની યોજના દેખાશે અહીં તમને ઘણી બધી માહિતી પણ આપે છે આ માહિતી જોઈને તમારે “અરજી કરો” નામના વિકલ્પ કરવાનું થશે.
  • હવે આ યોજના માટે અરજી ફોર્મ ખુલશે, જેમાં પૂછેલી દરેક વિગત ભરવાની રહેશે તેમજ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
  • આ બધી જ પ્રક્રિયા થઈ ગયા બાદ તમે તમારી અરજી સબમિટ કરી શકો છો.

મિત્રો આવી રીતે ઘરે બેઠા તમે આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકો છો, આવી જ રીતે સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Leave a Comment