Vahali dikri Yojana 2024 : સરકાર દ્વારા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે. મહિલાઓ માટેના બધી જ યોજનાઓમાંથી વાલી દિકરી યોજના સૌથી વધુ પ્રખ્યાત છે કેમકે આ યોજના દ્વારા દીકરીને ટોટલ 1,10,000 ની આર્થિક સહાય મળે છે. જો તમારા પરિવારમાં પણ દીકરી છે તો તમારે આ યોજનાનો લાભ જરૂર લેવો જોઈએ. તો ચાલો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ.
વ્હાલી દિકરી યોજનાનો મુખ્ય હેતુ | Vahali dikri Yojana 2024
આ યોજનાનો મુખ્ય હેતુ સ્ત્રી સશક્તિકરણ જ છે, આ યોજનાથી લોકોમાં દીકરીઓને શિક્ષણ આપવા માટે પ્રેરણા મળે છે તેમજ સ્ત્રી શિક્ષણ દર માં વધારો થાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે. જેથી સ્ત્રી ભણી ગણીને આત્મનિર્ભર બને.
Vahali dikri Yojana 2024 દ્વારા મળતું સહાય ધોરણ
વ્હાલી દિકરી યોજનામાં લાભાર્થી દીકરીને ટોટલ ₹1,10,000 ની નાણાકીય સહાય મળે છે જે નીચે મુજબ રીતે ચૂકવવામાં આવે છે.
- જ્યારે મા બાપ પોતાની દીકરીને પહેલા ધોરણમાં ભણવા મૂકે છે ત્યારે લાભાર્થીને ₹4,000 ની સહાય આપવામાં આવે છે.
- જ્યારે આ દીકરી નવમા ધોરણમાં એડમિશન લે છે, ત્યારે દીકરીને રૂપિયા 6000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- જ્યારે આ દીકરી 18 વર્ષની થાય છે ત્યારે દીકરીને રૂપિયા 1,00,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે.
આમ દીકરી અઢાર વર્ષની થાય ત્યાં સુધીમાં દીકરીને એક લાખ દસ હજાર રૂપિયા મળવા પાત્ર થાય છે.
આ યોજના ના લાભ લેવા માટેના નિયમો
- જે દીકરી નો જન્મ 2 ઓગસ્ટ 2019 ના દિવસે કે ત્યારબાદ થયો હોય તે જ દીકરીને આ યોજનાનો લાભ મળે છે.
- ફક્ત ગુજરાતના નાગરિકો માટે આ યોજના અમલ માં છે.
- જો દીકરીના માં અથવા બાપ, બેમાંથી એક જ હયાત છે અથવા દીકરીને માં બાપ નો સહારો નથી તો આવક મર્યાદા ધ્યાને લેવામાં નથી આવતી.
- જો દીકરીના મા અને બાપ બંને હયાત છે તો દીકરીના પરિવારની આવક ₹2,00,000 થી વધારે ન હોવી જોઈએ.
- આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થી પાસે જરૂરી દસ્તાવેજ તેમજ આ યોજનામાં અરજી કરવી ફરજીયાત છે.
Realme P2 Pro 5g Launch Date : 80 વોટ ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આ મોબાઈલ ભારતમાં આ તારીખે લોન્ચ થશે.
વ્હાલી દિકરી યોજના માટેના દસ્તાવેજો
આ યોજના નો લાભ લેવા માટે લાભાર્થી પાસે દીકરીએ પહેલા ધોરણ માં પ્રવેશ લીધો છે, નવમા ધોરણમાં પ્રવેશ લીધો છે તેના પુરાવા હોવા જોઈએ તેમજ બેંક ખાતાના પાસબુકની નકલ અને દીકરીનો જન્મ નો દાખલો આ સિવાય માતા પિતા નું આધાર કાર્ડ આ ઉપરાંત રેશનકાર્ડની જરૂર પડશે.
આવી રીતે અરજી કરો
ગ્રામ્ય વિસ્તારના લોકોને ગામના પાસે આ યોજના અંગેનું અરજી ફોર્મ મેળવવાનો રહેશે, આ ફોર્મમાં દરેક વિગત ભર્યા બાદ જરૂરી તમામ દસ્તાવેજો જોડવાના રહેશે, ત્યારબાદ આ અરજીને પરત જમા કરાવવાની રહેશે. પરંતુ જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તે લોકોએ સંબંધિત જનસેવા કેન્દ્ર અથવા મામલતદાર કચેરીએ આ યોજના અંગેનું અરજી ફોર્મ મેળવી લેવાનું રહેશે ત્યારબાદ તેમાં જરૂરી વિગતો ભરી, બધા જ ડોક્યુમેન્ટ અટેચ કર્યા બાદ આ અરજી ફોર્મ ભરત જમા કરાવવાનું રહેશે.
આ રીતે તમે વાલી દિકરી યોજના માટે અરજી કરી, આ યોજનાનો લાભ મેળવી શકો છો, ધન્યવાદ.