Vivo Y36c specifications : વીવો કંપની દ્વારા નવો સ્માર્ટફોન લોન્ચ કરી દેવામાં આવ્યો છે, આ મોબાઈલ ના સ્પેસિફિકેશન જોઈને તમને વિશ્વાસ જ નહીં આવે કે આ મોબાઈલ આ પ્રાઈઝ પર લોન્ચ થયો છે. ખાસ કરીને જે લોકો વીવો કંપનીના ચાહક છે તે લોકો તો આ મોબાઈલ પર ફિદા થઇ જશે. કેમકે આ મોબાઇલની રેમ, સ્ટોરેજ, બેટરી અને કેમેરો બધું જ એકદમ જબરદસ્ત છે.
Vivo Y36c 5g Battery
Vivo Y36c 5g ની બેટરી જબરદસ્ત છે, આ મોબાઇલમાં તમને 5000MAh ની જોવા મળશે એટલું જ નહીં આ મોબાઈલ 15 Watt સુધી ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે.
Vivo Y36c 5g ની કિંમત મુજબ 5000MAh ની બેટરી મળે છે તે ખૂબ સારી બાબત કહેવાય કારણ કે મીડ રેન્જ ના મોબાઇલમાં બેટરી બેકઅપ ઓછું હોય છે અથવા તો કેમેરાની ક્વોલિટી ઓછી હોય છે, પરંતુ આ મોબાઇલમાં બંને બાબતો સારી જોવા મળે છે.
Vivo Y36c 5g ના જબરદસ્ત કેમેરા
તમને બધાને ખ્યાલ જ છે કે વિવો કંપની પોતાના મોબાઈલના કેમેરાઓ માટે કેટલી પ્રખ્યાત છે એટલે આ મોબાઇલમાં પણ તમને જોરદાર કેમેરાઓ જોવા મળે છે.
આ મોબાઇલના પાછળના એટલે કે બે કેમેરાની વાત કરીએ તો 50MP નો ડ્યુઅલ કેમેરા સેટઅપ જોવા મળે છે. તેવી જ રીતે ફ્રન્ટ કેમેરો એટલે કે સેલ્ફી કેમેરાની વાત કરીએ તો તે 5MP નો આપવામાં આવે છે.
આ મોબાઇલની ડિસ્પ્લે અને ડિઝાઇન
Vivo Y36c 5g મા 6.56″ સાઇઝની મોટી ડિસ્પ્લે આપવામાં આવે છે, આ મોબાઇલમાં તમને 1612 x 720 પિક્સલ રિઝોલ્યુશન જોવા મળશે તેમજ આ મોબાઈલની રિફ્રેશ રેટ ની વાત કરીએ તો આ મોબાઇલમાં 90Hz રિફ્રેશ રેટ જોવા મળે છે. તેમજ Vivo Y36c 5g મોબાઇલમાં એલસીડી ડિસ્પ્લે આપવામાં આવે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં 840 નિટ્સ ની પિક બ્રાઇટનેસ આપવામાં આવે છે. આ મોબાઇલમાં લો બ્લૂ લાઈટ સર્ટિફિકેશન પણ આપવામાં આવે છે.
આ મોબાઇલમાં વોટર ડ્રોપ નોચ ડિસ્પ્લે જોવા મળે છે જેમાં સેલ્ફી કેમેરો રહેલ હોય છે. ધૂળ અને પાણીથી બચવા માટે આ મોબાઇલમાં IP54 રેટિંગ પણ આપવામાં આવે છે, આ મોબાઇલ ની જાડાઈ 8.53mm છે અને વજન 185 ગ્રામ છે. આ મોબાઇલ માટે તમને ત્રણ કલર ઓપ્શન આપવામાં આવે છે.
- Moon Shadow Black
- Distant Mountain Green
- Diamond Purple
રેમ, સ્ટોરેજ અને પ્રોસેસ
Vivo ના આ મોબાઇલમાં રેમ અને સ્ટોરેજ ના આધારે ચાર વેરીએન્ટ લોન્ચ કરવામાં આવ્યા છે.
- 6GB RAM સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ
- 8GB RAM સાથે 128GB ઇન્ટરનલ સ્ટોરેજ
- 8GB RAM સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ
- 12GB RAM સાથે 256GB ઇન્ટરનલ સ્ટોરેજ
આ ઉપરાંત Vivo Y36c 5g મોબાઇલમાં તમને MediaTek Dimensity 6300 પ્રોસેસર જોવા મળી જશે.
Vivo Y36c 5G Price
હવે આ મોબાઇલને કિંમતની વાત કરીએ, આ મોબાઈલ હજુ ચીનમાં જ લોન્ચ થયો છે તેથી આ મોબાઇલની કિંમત ભારત માટે લોન્ચ નથી થઈ પરંતુ તમને આ મોબાઈલની ચીનમાં અલગ અલગ વેરિએન્ટ માટે કિંમત લોન્ચ થઈ તેની માહિતી જણાવીએ, જેથી તમને અંદાજ આવી શકે કે ભારતમાં આ મોબાઈલ કઈ કિંમત પર લોન્ચ થશે.
લેટેસ્ટ મોબાઈલ : 12GB RAM અને 256GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથેનો બજેટ મોબાઈલ લોન્ચ થયો, જાણો આ મોબાઈલની બધી માહિતી
સ્ટોરેજ આધારે વેરીએંટ | ચીનમાં અંદાજિત કિંમત |
6GB RAM + 128GB | ₹10,600 |
8GB RAM + 128GB | ₹11,200 |
8GB RAM + 256GB | ₹12,400 |
12GB RAM + 256GB | ₹14,200 |
આશા રાખું છું કે તમને આ મોબાઇલને મહત્વપૂર્ણ દરેક વિગત મળી ગઈ હશે જો તમને આ મોબાઈલ પસંદ છે અને આ મોબાઈલ ખરીદવા ઈચ્છો છો તો તમારે થોડી રાહ જોવી પડશે કારણ કે આ મોબાઈલ હજુ ભારતમાં લોન્ચ થયો નથી તેથી ભારતમાં લોન્ચ થયા બાદ તમે આ મોબાઈલ ખરીદી શકશો, જો તમારો કોઈ મિત્ર વિવો મોબાઈલ નો ચાહક છે અને નવો મોબાઈલ ખરીદવા નો વિચારી રહ્યો છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.