200MP નો કેમેરો, ફોટા પાડવાના શોખીનો આ મોબાઈલના દીવાના થઈ ગયા, vivo x100 ultra smartphone

vivo x100 ultra smartphone : એક નોર્મલ મોબાઇલની ઉપર હોય છે પ્રો મોબાઈલ અને પ્રો મોબાઇલની ઉપર હોય છે પ્રો પ્લસ મોબાઇલ અને પ્રો પ્લસ મોબાઇલ ઉપર હોય છે અલ્ટ્રા મોબાઈલ. તો આજે આપણે અલ્ટ્રા મોબાઈલ ની જ વાત કરવાના છે, આ મોબાઇલને સ્પેસિફિકેશન જોઈને જ તમે આ મોબાઇલના દીવાના થઈ જશો. તો ચાલો સૌપ્રથમ આ મોબાઇલનો ઓવરવ્યુ જોઈ લઈએ.

vivo x100 ultra smartphone overview

વિવો કંપનીના આ મોબાઇલમાં તમને 6.78 ઈંચની LTPO એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે ઉપરાંત 1260×2800 નું રીઝોલ્યુશન જોવા મળે છે. આ મોબાઇલમાં તમને 5500 mAh ની બેટરી જોવા મળે છે, વાયરલેસ ચાર્જીંગ સપોર્ટ પણ જોવા મળે છે તેમજ રિઅર કેમેરામાં ત્રણ કેમેરાનું સેટ અપ જોવા મળે છે, 200MP + 50 MP + 50 MP તેમજ સેલ્ફી કેમેરો 50 MP નો જોવા મળે છે. આ મોબાઇલમાં ત્રણ વેરીન્ટ જોવા મળે છે, 12GB + 256GB, 16GB + 512GB અને 16GB + 1 TB.

હવે આ મોબાઇલમાં દરેક સપેસીફિકેશન વિશે વિગતવાર માહિતી જોઈએ.

કેમેરા વિશેની માહિતી

આ મોબાઇલનો કેમેરો જોઈને લાગે કે કેમેરામાં મોબાઈલ છે કે મોબાઇલમાં કેમેરો, આ મોબાઇલનો કેમેરો જ તેની સૌથી મોટી ખાસિયત છે. આ મોબાઇલમાં ત્રણ રિયર કેમેરા સેટ અપ જોવા મળે છે, 200MP ટેલિફોટો પેરી સ્કોપ કેમેરો + 50MP અલ્ટ્રા વાઈડ મેક્રો કેમેરા + 50MP નો ત્રીજો કેમેરો આ ઉપરાંત 50MP નો સેલ્ફી કેમેરો આપવામાં આવે છે.

આ મોબાઇલની બેટરી

આ મોબાઇલમા 5500 mAh ની બેટરી આપવામાં આવે છે એટલું જ નહીં 80 વોટ નું ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ પણ આપવામાં આવે છે તેમજ વાયરલેસ ચાર્જીંગ માટે 30 વોટનું ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ મળે છે આ ઉપરાંત રિવર્સ ચાર્જીંગની સુવિધા પણ મળે છે.

ડિસ્પ્લે અંગેની માહિતી

આ મોબાઇલમાં તમને 6.78 ઈંચની LTPO એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે ઉપરાંત 1260×2800 નું રીઝોલ્યુશન જોવા મળે છે અને રિફ્રેશ રેટની વાત કરીએ તો, 120 Hz રિફ્રેશ રેટ જોવા મળે છે.

આ મોબાઇલમાં પ્રોસેસરની વાત કરીએ તો આ મોબાઇલમાં તમને Qualcomm Snapdragon 8 Gen 3 5G પ્રોસેસર જોવા મળે છે.

રેમ અને સ્ટોરેજ

આ મોબાઇલમા રેમ અને સ્ટોરેજ ને આધારે ત્રણ વેરીન્ટ જોવા મળે છે.

  • 12GB RAM + 256GB Internal Storage
  • 16GB RAM + 512GB Internal Storage
  • 16GB RAM + 1 TB Internal Storage

કીંમત અને લોન્ચ ડેટ

Latest 5g Mobile : vivo ના આ મોબાઈલ ના લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે, જાણો આ મોબાઇલની ખાસિયત

તમને જણાવી દઈએ કે આ મોબાઇલ હજુ ભારતમાં લોન્ચ થયો નથી એટલે આ મોબાઇલ ની કિંમત પણ ભારતમાં જાહેર કરવામાં નથી આવી, પરંતુ જો આ મોબાઇલના સ્પેસિફિકેશન મુજબ કિંમતનો અંદાજો લગાવીએ તો આ મોબાઇલની કિંમત ₹80,000 કરતા ઓછી તો નહીં જ હોય.

Leave a Comment