Namo Lakshmi Yojana Gujarat: વિધાર્થીઓને ₹50,000 સહાય મળી રહી છે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો

Namo Lakshmi Yojana Gujarat: ગુજરાતની શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે તે મને એક યોજના છે વાલી દિકરી યોજના જેના વિશેની માહિતી અમે તમને આપેલી છે તો આજે આપણે દીકરીઓ માટેની અન્ય યોજના એટલે કે નમો લક્ષ્મી યોજના વિશે વાત કરવાના છીએ, તો ચાલો આ યોજના દ્વારા કઈ કઈ વિદ્યાર્થીનીઓને લાભ મળવા પાત્ર છે તેમજ નમો લક્ષ્મી યોજના લાભ લેવા માટે કઈ પ્રોસેસ અનુસરવી પડશે તે અંગેની માહિતી મેળવીએ.

નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ | Namo Lakshmi Yojana Gujarat

આ યોજનાનો મુખ્ય હેતુ સ્ત્રી સશક્તિકરણ જ છે, આ યોજના દ્વારા લોકોમાં દીકરીઓને ભણાવવા માટે વધારેમાં વધારે પ્રોત્સાહિત અને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી ગુજરાતની દીકરીઓ ભણી-ગણીને પોતાના પગ ભર થઈ આત્મનિર્ભર થઈ શકે. તેથી જ આ યોજના દ્વારા વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે ₹50,000 ની સહાય આપવામાં આવે છે. તો ચાલો આ યોજના માં કેવી રીતે લાભ મળે છે તે વિશેની માહિતી મેળવી લઈએ.

Namo Lakshmi Yojana Gujarat દ્વારા મળતા લાભો

નમો લક્ષ્મી યોજના દ્વારા વિદ્યાર્થીની જ્યારે નવમા ધોરણમાં પ્રવેશ કરે છે ત્યારે તેને રૂપિયા 10,000 ની સહાય આપવામાં આવે છે તેમજ દસમા ધોરણ માટે પણ તેને રૂપિયા 10,000 આપવામાં આવે છે અને જ્યારે આ વિદ્યાર્થીને ધોરણ 11 માં આવે છે ત્યારે તેને 15000 રૂપિયા મળે છે અને જ્યારે આ જ વિદ્યાર્થીની ધોરણ 12 માં આવે છે ત્યારે તેને રૂપિયા 15000 આપવામાં આવે છે.

આવી રીતે ધોરણ નવ થી 12 સુધીમાં વિદ્યાર્થીને ₹10,000 +₹10,000 + ₹15,000 + ₹15,000 = ₹50,000 મળવા પાત્ર થાય છે.

પરંતુ આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જે નિયમોની માહિતી નીચે મુજબ છે.

નમો લક્ષ્મી યોજના માટેના નિયમો

  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીની શાળામાં 80 ટકા હાજરી હોવી જરૂરી છે.
  • આ યોજનાનો લાભ ફક્ત દીકરીઓ માટે જ છે.
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીના પરિવારની વાર્ષિક આવક ₹6,00,000 થી વધારે ન હોવી જોઈએ.

સ્ત્રીઓ માટે યોજના : ગુજરાત સરકાર દ્વારા આટલા દિવસ સુધી 18 વર્ષથી વધારે ઉંમરની મહિલાઓને દરરોજ 250-250 રૂપિયા આપવામાં આવશે.

નોંધ : સરકાર શ્રી દ્વારા આપેલી માહિતી અનુસાર આ યોજનાની અરજી પ્રક્રિયા ચાલુ જ છે પરંતુ ધ્યાન રાખવાની બાબત એ છે કે આ યોજનામાં દસ લાખ અરજીઓનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે આ ટાર્ગેટ પૂર્ણ થતા અરજી પ્રક્રિયા બંધ કરી દેવામાં આવશે, તેથી તમારે વહેલામાં વહેલી તકે આ યોજનામાં અરજી કરવી પડશે. તેમજ સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ યોજના દ્વારા અપાતી સહાય માટે પ્રથમ હપ્તાની રકમ 84 કરોડ રૂપિયા ફાળવવામાં આવી છે.

તો જે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓ આ લેખ વાંચ્યો છે તે લોકોને નમ્ર વિનંતી કે આ પાર્ટીકલ વધુમાં વધુ અને વિદ્યાર્થીઓ સુધી શેર કરો જેથી દરેક વિદ્યાર્થીનીઓને આ યોજનાના લાભ દ્વારા રૂપિયા 50,000 ની આર્થિક સહાય મેળવી શકે, તેમજ નવી નવી સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Leave a Comment