CISF Constable Bharati 2024 : 12 પાસ ઉમેદવારો માટે ₹69,100 પગાર ધોરણ વાળી ભરતીની જાહેરાત, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

CISF Constable Bharati 2024 : CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ દ્વારા ટોટલ 1130 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરવામાં આવી છે તેથી યુવા ઉમેદવાર મિત્રોને સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે અને આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ફક્ત 12 પાસ જ છે. તેથી જો તમે ઓછા માં ઓછી 12 પાસ ની લાયકાત ધરાવો છો તો તમારે આ ભરતીમાં જરૂર અરજી કરવી જોઈએ.

યુવા ઉમેદવાર મિત્રો માટે સુવર્ણ તક | CISF Constable Bharati 2024

હું વારંવાર યુવા ઉમેદવાર મિત્રો એટલા માટે બોલી રહ્યો છું કારણકે આ ભરતીમાં ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવાર તેમજ વધુમાં વધુ 23 વર્ષની ઉમર ધરાવતા ઉમેદવાર મિત્રો જ ભાગ લઈ શકે છે. તેથી યુવા જાગૃત ઉમેદવાર મિત્રો માટે આ સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક છે. તેમજ આ નોકરી મેળવવા માટે તમે ફક્ત 12 પાસ છો તો પણ અરજી કરી શકો છો.

અરજી કરવા માટે જરૂરી તારીખો

જો તમે આ ભરતીમાં અરજી કરવા ઈચ્છો છો તો આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 30/08/2024 ના રોજ થશે અને તમે આ ભરતીમાં એક મહિના સુધીમાં ફોર્મ ભરી શકો છો એટલે કે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30/09/2024 છે.

પગાર ધોરણની માહિતી

જો તમે સીઆઈએસએફની આ ભરતીમાં સફળ થાવ છો અને નોકરી મેળવો છો તો તમને ભારત સરકારના ગૃહ મંત્રાલય હેઠળ સી.આઇ.એસ.એફ દ્વારા પે સ્કેલ ₹21,700 થી ₹69,100 મળવા પાત્ર થશે આ ઉપરાંત અન્ય સરકારી ભથ્થાનો પણ લાભ મળે છે.

કેટેગરી મુજબ ખાલી જગ્યાઓ

સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર દ્વારા જાહેરાત કરાયેલ 1130 ની ફાયરમેનની કેટેગરી મુજબ જગ્યા ની માહિતી નીચે મુજબ છે.

  • જનરલ કેટેગરી માટે 466 જગ્યાઓ
  • ઇડબલ્યુએસ માટે 144 જગ્યાઓ
  • એસસી માટે 153 જગ્યાઓ
  • એસટી માટે 161 જગ્યાઓ
  • ઓબીસી માટે 236 જગ્યાઓ

ફોર્મ ભરવા માટે અરજી ફી અને ઉંમર મર્યાદા

સીઆઇએસએફ દ્વારા જાહેરાત કરાય ફાયરમેન કોન્સ્ટેબલની ભરતીમાં ફોર્મ ભરવા માટે જનરલ કેટેગરી, ઇડબલ્યુએસ કેટેગરી અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ₹100 ભરવાના રહેશે, આ સિવાયની કેટેગરીના ઉમેદવારો વિનામૂલ્યે અરજી કરી શકે છે.

અને ફાયરમેન કોન્સ્ટેબલની ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષની ઉંમર તેમજ વધુમાં વધુ 23 વર્ષની ઉંમરને ધ્યાને લેવામાં આવે છે પરંતુ એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે આવી જ રીતે ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે.

PM Vishwakarma Toolkit E Voucher 2024 : ₹15,000 સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે, આ 18 પ્રકારના વ્યવસાયકરોને મળે છે સહાય

પસંદગી કેવી રીતે થશે અને ઓફિસિયલ વેબસાઈટ

કોન્સ્ટેબલ ફાયરમેન બનવા માટે તમારે સૌ પ્રથમ ફિઝિકલ ટેસ્ટ પાસ કરવી પડશે ત્યારબાદ તમારે લેખિત પરીક્ષા આપવી પડશે આ બંને પરીક્ષામાં પાસ થયા બાદ તમારે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા પડશે. જો તમે આ ત્રણ સ્ટેજ પાસ કરો છો તો તમને આ સરકારી નોકરી મળી જશે.

જો તમે આ ભરતી માટે જરૂરી લાયકાત ધરાવો છો તો તમે સીઆઇએસએફની ઓફિસિયલ વેબસાઈટ https://cisfrectt.cisf.gov.in/ પર જઈ ઓનલાઇન ફોર્મ ભરી શકો છો.

આશા રાખું છું કે તમને અમારા દ્વારા અપાયેલી આ માહિતી મદદરૂપ થઈ હશે આ ઉપરાંત જો તમે વધારે માહિતી મેળવવા ઈચ્છતા હોય તો ઉપર દર્શાવેલી વેબસાઈટ પર ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત દરેક સરકારે નોકરીની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a Comment