બાંધકામ માટે 5 લાખ રૂપિયાનીની સહાય આપી રહી છે ગુજરાત સરકાર, આ યોજનાનો લાભ લેવા જલ્દી અરજી કરો-Dairy farm loan Yojana in Gujarat

Dairy farm loan Yojana in Gujarat: ભારતની વધતી જતી વસ્તીને પરિણામે ભારતમાં બેરોજગારી પણ વધી રહી છે એવામાં લોકો હોય કમાણી કરવા માટે પોતાના ધંધો કે વ્યવસાય શરૂ કરવા ઈચ્છી રહ્યા છે પરંતુ પોતાનો વ્યવસાય કરવા માટે પણ રૂપિયાની જરૂર પડે છે અને તેથી લોકો લોન લઈ રહ્યા છે પરંતુ લોન લીધા પછી લોકો વ્યાજદરની જાળ માં ફસાઈ જાય છે તેથી હવે ગુજરાત સરકાર જે લોકો ડેરી ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે તે લોકોએ મેળવેલ લોન પર વ્યાજદર ની ચૂકવણી માટે સહાય આપે છે, આ સહાય કેવી રીતે મળે છે અને કોને મળે છે તે વિશે સંપૂર્ણ માહિતી આ આર્ટીકલમાં મેળવીએ.

ડેરી ઉદ્યોગ શરૂ કરવા માટે મળતું સહાય ધોરણ | Dairy farm loan Yojana in Gujarat

  • જો તમે બેંક વિભાગ દ્વારા લોન લઈ ને પશુઓની ખરીદી કરો છો તો તમને બેંક દ્વારા મળેલ લોન પર જે વ્યાજદર નક્કી થયું છે તે વ્યાજ દર પર 7.5% વ્યાજ દર માટે ગુજરાત સરકાર નાણાકીય સહાય આપે છે પરંતુ આ લોનની રકમ નાબાર્ડ દ્વારા નક્કી કરેલ યુનિટ કોસ્ટ થી ઓછી હોવી જોઈએ નહિતર નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટ મુજબ ની સહાય મળવાપાત્ર થાય છે.
  • જો તમે ડેરી ફાર્મ નું બાંધકામ કરાવો છો તો બાંધકામના ખર્ચના 50% નાણાકીય ખર્ચ અથવા પાંચ લાખ રૂપિયા. બે માંથી જે ઓછું હશે તે ગુજરાત સરકાર ચૂકવશે.
  • આ યોજના હેઠળ તમારે પશુઓનો વીમો કરાવવો પડશે, પશુઓના વીમો કરાવવા માટે જેટલો ખર્ચ થાય તે ખર્ચના 75% રૂપિયા ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે.
  • આ ઉપરાંત જો તમે ડેરી ઉદ્યોગ માટે કોઈ મશીન વગેરે ખરીદો છો તો તેની ખરીદીના ખર્ચ ના 75% ખર્ચ ગુજરાત સરકાર આપશે, પરંતુ ધ્યાન રહે આ સહાય મરજિયાત છે.

જો તમે ઉપર મુજબની સહાય મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે મુજબના નિયમોનું પાલન કરવું પડશે.

… તો જ સહાય મળવાપાત્ર થશે

  1. આ યોજના હેઠળ અરજદારને લોન પર ત્યારે જ લાભ મળે છે જ્યારે અરજદાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સંસ્થા કે બેંક દ્વારા લોન મેળવે છે.
  2. આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરેલ હોવી જોઈએ.
  3. આ ઉપરાંત અરજદાર પાસે જરૂરી તમામ દસ્તાવેજ હોવા જોઈએ.
  4. અરજદારે 2024-25 વર્ષમાં જ લોન મેળવેલ હોવી જોઈએ.

આ યોજનાનો લાભ માટે આ દસ્તાવેજ જરૂરી છે

  • કોઈ પર સરકાર માન્ય ઓળખપત્ર કે જેમાં ફોટો આપેલો હોય
  • લોન મેળવેલ છે તે અંગેનો પુરાવો
  • બેંક ખાતાની પાસબુકની નકલ અથવા રદ કરેલ ચેક
  • જો અરજદાર જાતિનો દાખલો ધરાવે છે તો રજૂ કરવાનો રહેશે
  • અરજદાર નો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • અરજદારના મોબાઈલ નંબર

અરજી કરવા માટે જરૂરી તારીખો

Dairy farm loan Yojana in Gujarat માટે અરજી ની શરૂઆત તો તારીખ 15/06/2024 ના રોજ થઈ ચૂકી છે પરંતુ હજુ અરજદાર 30/09/2024 સુધી અરજી કરી શક્શે.

અરજી કરવા માટે જરૂરી પગલા

Read More : લોન તમે લેશો પણ વ્યાજ ગુજરાત સરકાર ચૂકવશે, જાણો આ યોજનાની તમામ વિગત

  • અરજી કરવા માટે અરજદારે સૌ પ્રથમ આઇ ખેડુત પોર્ટલ પર જવાનું રહેશે.
  • અહી તમારે “યોજનાઓ” નામનો વિકલ્પ પસંદ કરવાનો છે.
  • ત્યારબાદ તમને અલગ અલગ વિભાગ ની યોજનાઓ દેખાશે અહી તમારે “પશુ પાલનની યોજનાઓ” પસંદ કરવાનું છે.
  • હવે અહી તમને “પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર ૫૦ દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના” નો વિકલ્પ પસંદ કરવો પડશે.
  • હવે આ યોજનાની માહિતી વાચી અને “અરજી કરો” ઓપ્શન પસંદ કરો.
  • અહીં તમને આગળ અરજી કરવાની તમામ માહિતી મળી જશે તે મુજબ આગળ અરજી કરો.

મિત્રો આ મુજબ Dairy farm loan Yojana in Gujarat ની માહિતી છે, જો તમને આ માહિતી ઉપયોગી લાગી તો તમારા મિત્ર ને પણ આ આર્ટિકલ શેર કર જો, ધન્યવાદ.

Leave a Comment