Pashu Palan Yojana Gujarat: કેવી મજા પડે જ્યારે લોન આપણે લઈએ અને લોનનું વ્યાજ બીજા ચૂકવે. હા તમે સાચું વિચારી રહ્યા છો, આ પશુપાલન યોજના તમને આવી જ મજા કરાવશે. આ યોજના હેઠળ પશુ ખરીદવા માટે જો તમે બેંક તરફથી લોન મેળવો છો તો આ લોન ચૂકવવા માટે ગુજરાત સરકાર સહાય આપે છે. તો વધારે સમય વેસ્ટ નથી કરવો સીધા કામની વાત પર આવીએ.
પશુ પાલન યોજના ગુજરાત | Pashu Palan Yojana Gujarat
આ યોજના એટલા માટે અમલમાં મૂકવામાં આવી છે કે ઘણા લોકો પાસે પોતાની જમીન હોય છે પરંતુ આ જમીન દ્વારા તેઓ વધારે નફો કમાવી શકતા નથી. આ સ્થિતિમાં તેઓ પાસે એક દરવાજો ખુલ્લો જ હોય છે કે આ જમીનમાં પશુઓ માટે ઘાસચારો ઉગાડી પશુપાલનનો વ્યવસાય શરૂ કરીએ, પરંતુ એક સાથે ઘણા બધા પશુઓ ખરીદવા માટે તેઓ પાસે તાત્કાલિક નાણાકીય વ્યવસ્થા હોતી નથી અને તેથી જ ગુજરાત સરકાર દ્વારા Pashu Palan Yojana Gujarat અમલમાં મુકાય છે.
આ યોજના દ્વારા પશુપાલનનો વ્યવસાય કરવા ઈચ્છતો વ્યક્તિ બેંક પાસેથી લોન લઈ પશુઓ ખરીદી શકશે અને આ પશુઓની ખરીદી અથવા લોનની રકમ પર ગુજરાત સરકાર આર્થિક સહાય આપશે.
પશુપાલન યોજના દ્વારા મળતું સહાય ધોરણ
- આ યોજના દ્વારા પશુઓ ખરીદનાર વ્યક્તિને ગુજરાત સરકાર દ્વારા પશુઓની ખરીદીની રકમ અથવા બેંક પાસેથી લીધેલી લોનની રકમ (વધુમાં વધુ 12%) સહાય આપવામાં આવે છે.
જો ના સમજાયું હોય તો એક ઉદાહરણ દ્વારા સમજાવું. માની લો કે તમારા જીગરી દોસ્તે 10 પશુઓ ખરીદવા માટે બેંક પાસેથી રૂપિયા પાંચ લાખની લોન લીધી, અને આ લોનનું વાર્ષિક વ્યાજ દર 10% છે. તો તમારા જીગરી દોસ્તને દર વર્ષે ₹50,000 જેટલી રકમ લોન તરીકે ચૂકવવી પડશે. પરંતુ તમારો જીગરી દોસ્ત હોશિયાર છે તેણે આ યોજના માટે અરજી કરી દીધી હતી તો હવે ગુજરાત સરકાર પાંચ વર્ષ સુધી તમારા જીગરી દોસ્તની વ્યાજની રકમ ચૂકવશે.
પરંતુ ધ્યાન રહે જો તમારા જીગરી દોસ્તને 20% ના વ્યાજદર એ લોન મળી હોત તો સરકાર 12% સુધીની જ સહાય આપત અને પશુઓની ખરીદી ની કિંમત મેળવેલ લોન ના વ્યાજદર કરતા ઓછી હોત તો સરકાર પશુઓની ખરીદીની રકમ સહાય તરીકે આપત.
આશા રાખું છું કે તમને ઉદાહરણ દ્વારા સમજાય ગયું હશે તો હવે આ યોજનાના નિયમો અને શરતો વિશેની માહિતી મેળવી લઈએ.
આ લોકોને જ લાભ મળશે
સરકારી યોજના : ટોટલ ખર્ચના 90% ખર્ચ સરકાર આપશે, છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દો દર વર્ષે લાભ મળશે
- અનુસૂચિત જનજાતિના લોકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
- 1 થી 20 દુધાળા પશુઓની ખરીદી માટે જ આ યોજના દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે.
- પાંચ વર્ષ સુધી આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
- લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે પશુઓ ખરીદવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે અરજી કરવા માટે જરૂરી તમામ દસ્તાવેજ હાજર હોવા જોઈએ.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી
- અરજી કરતી વખતે જાતિનો દાખલો ફરજિયાત રહેશે
- જો અરજદાર દિવ્યાંગ હોય તો અરજદારે દિવ્યાગતા અંગેનું પ્રમાણ પત્ર રજૂ કરવું
- જમીન માટેના જરૂરી આધાર પુરાવા
- બાર્કોડેડ રાશન કાર્ડ
- લોન એકાઉન્ટ પાસબુક અથવા બેન્ક દ્વારા લોનની રકમ ચુકવ્યા અંગેનું પ્રમાણપત્ર
- કોઈ પણ ફોટાવાળું આઈડેન્ટી પ્રૂફ
જો તમે બધા નિયમોનું પાલન કરો છો અને તમારી પાસે બધા જ દસ્તાવેજ હાજર છે તો તમારે સમયસર અરજી કરવી પણ આવશ્યક છે.
અરજી કરવા માટે છેલ્લી તારીખ
જો કે આ યોજનામાં અરજી કરવાની શરૂઆત તારીખ 15/06/2024 ના રોજ થઈ ગઈ હતી અને આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ 30/09/2024 છે તો આ સમયગાળા દરમિયાન તમારે અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટેના જરૂરી સ્ટેપ
- આ યોજના માટે યોગ્ય પાત્રતા ધરાવતા અરજદારે સૌપ્રથમ આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનો રહેશે.
- અહીં હોમપેજ પર સૌથી ઉપર “યોજનાઓ” નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
- હવે નવા પેજ પર તમને અલગ અલગ વિભાગની યોજનાઓ માટે ચાર પાંચ ઓપ્શન દેખાશે, અહીં તમારે “પશુપાલનની યોજનાઓ” નામના ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
- હવે તમને પશુપાલનની જેટલી પણ યોજના ચાલુ છે તેનું લીસ્ટ દેખાશે અહીં તમારે “એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય” નામની યોજના પસંદ કરવાની રહેશે.
- હવે આ યોજના વિશેની માહિતી દર્શાવતું પેજ ખુલી જશે અહીં તમને “અરજી કરો” નામનો વિકલ્પ પણ દેખાશે આ વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમને આ યોજના પર અરજી કરવાની માર્ગદર્શન તેમજ સ્ટેપ ની માહિતી દેખાશે, ત્યાં દર્શાવેલા સ્ટેપ અને માર્ગદર્શન મુજબ આગળ અરજી પ્રક્રિયા કરો.
મિત્ર આશા રાખું છું કે તમને આ યોજના વિશેની જરૂરી તમામ માહિતી અહીં જ મળી ગઈ હશે, જો તમારા કોઈ મિત્રને પશુપાલનનો વ્યવસાય શરૂ કરવો છે તો તેને આ લેખ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.