Difference Between Rupay And Visa Card : સામાન્ય રીતે ભારતમાં ડિજિટલ પેમેન્ટ ખૂબ જ વધી રહ્યું છે સાથે સાથે લોકો એટીએમ કાર્ડનો પણ ખૂબ જ મોટી માત્રામાં ઉપયોગ કરે છે. ભારત વિશ્વની સૌથી મોટી બજાર છે એટલે સ્વભાવિક વાત છે કે ભારતમાં સૌથી વધારે પૈસાની લેવડ દેવડ થતી હોય છે. ખાસ કરીને શહેરી વિસ્તારના લોકો રોકડા રકમ પર પેમેન્ટ કરવાના બદલે એટીએમ કાર્ડ અને યુપીઆઈ પેમેન્ટ નો ઉપયોગ કરતા હોય છે.
લોકો એટીએમ કાર્ડનો ઉપયોગ તો કરે છે પરંતુ હજુ સુધી લોકોને ખબર નથી હોતી કે માસ્ટર કાર્ડ, રૂપે કાર્ડ અને વિઝા કાર્ડમાં શું તફાવત હોય છે તેમજ ક્યા પ્રકારના કાર્ડનો ઉપયોગ કરવાથી વપરાશ કરતા ને વધારે ફાયદો થાય છે. તો આજે આપણે આ આર્ટીકલ માં રૂપિયા કાર્ડ અને બીજ કાર્ડ વચ્ચેનો તફાવત તેમજ બંને કાર્ડની વિશેષતાઓ વિશે માહિતી મેળવીશું.
Difference Between Rupay And Visa Card
સૌ પ્રથમ આપણે રૂ પે કાર્ડની વાત કરીશું, રૂ પે કાર્ડ ફક્ત ભારતની અંદર પૈસાની લેવડ દેવડ માટે બનાવવામાં આવ્યું છે. રૂપે કાર્ડમાં પૈસાની લેવડદેવડ ફક્ત ભારતની અંદર થતી હોવાથી પ્રોસેસિંગ ફી પણ ઓછી હોય છે આ ઉપરાંત રૂપે કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાથી પ્રમાણમાં ઝડપથી ટ્રાન્ઝેક્શન થાય છે.
હવે વિઝા કાર્ડની વાત કરીએ તો વિઝા કાર્ડ દ્વારા ભારતની અંદર તો પૈસાની લેવડદેવડ કરી જ શકાય છે આ ઉપરાંત વિદેશમાં પણ પૈસાની લેવડ કરી શકાય છે. એટલે કે ઇન્ટરનેશનલ ઉપયોગીતા માટે વિઝા કાર્ડ ઉપયોગી છે. પરંતુ વિઝા કાર્ડ વપરાશમાં લેવાથી પ્રોસેસિંગ ફી વધારે ચૂકવવી પડે છે આ ઉપરાંત વિઝા કાર્ડ દ્વારા ટ્રાન્જેક્શન કરવાથી ટ્રાન્ઝેક્શન સ્પીડ પણ પ્રમાણમાં ઓછી જોવા મળે છે.
ક્યું કાર્ડ લેવું જોઈએ
જો તમારે રૂપે કાર્ડ કે વિઝા કાર્ડ, બે કાર્ડ માંથી એક કાર્ડની પસંદગી કરવામાં આવે તો તે પસંદગી તમારી ઉપયોગીતાના આધારે થશે. જો તમે પૈસાની લેવડ દેવડ ફક્ત ભારતની અંદર જ કરતા હોય તો તમારા માટે રૂપે કાર્ડ જ બેસ્ટ છે પરંતુ જો તમે ઇન્ટરનેશનલ સ્તરે પૈસાની લેવડ દેવડ કરો છો તો તમારે વિઝા કાર્ડ જ પસંદ કરવું જોઈએ.
આ ઉપરાંત જો તમારે સતત વિદેશી પ્રવાસ પર જવું પડતું હોય તો તો તમારે રૂપે કાર્ડ અને વિઝા કાર્ડ માંથી વિઝા કાર્ડ જ પસંદ કરવું જોઈએ.
આશા રાખું છું મિત્રો કે તમને રૂપે કાર્ડ અને વિઝા કાર્ડ વચ્ચેનો તફાવત સમજાઈ ગયો હશે તેમજ જો તમને આ બંને કાર્ડ માંથી ક્યુ કાર્ડ લેવું તેનું કન્ફ્યુઝન હતું તો તે પણ કન્ફ્યુઝન દૂર થઈ ગયું હશે, જો તમારો કોઈ મિત્ર કાર્ડ દ્વારા પૈસાની લેવડ દેવડ વધારે કરે છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.