Post Office Gram Suraksha Yojana : પોસ્ટ ઓફિસની આ યોજના ના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે આ યોજના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે બનાવવામાં આવી છે. જો તમે તમારા રૂપિયાનું રોકાણ કરવા ઈચ્છો છો તો આ યોજના તમારા માટે બેસ્ટ છે કેમ કે આ યોજના દ્વારા તમે ₹50 ઇન્વેસ્ટ કરીને 30 લાખ રૂપિયાનું રિટર્ન મેળવી શકો છો. હા, તમે સાચું જ વાચ્યું. વિશ્વાસ ન આવે તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાચી જુઓ વિશ્વાસ આવી જશે.
Post Office Gram Suraksha Yojana
પોસ્ટ વિભાગ દ્વારા આ યોજનાની શરૂઆત 1995મા જ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે કરવામાં આવી હતી. આ યોજનામાં 19 વર્ષ થી 55 વર્ષના ભારતીય નાગરિકો કરી શકે છે ઉપરાંત તમે પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના માં 10,000 રૂપિયાથી 10,00,000 રૂપિયા સુધી રોકાણ કરી શકો છો અને ખાસ બાબત એ છે કે આ યોજના માં તમને માસિક, ત્રિમાસિક, છ માસિક કે વાર્ષિક પ્રીમિયમ ભરવા માટેની સુવિધા પણ આપવામાં આવે છે.
Post Office Gram Suraksha Yojana દ્વારા મળતા લાભ
- આ યોજના દ્વારા તમને લોનની સુવિધા પણ આપવામાં આવે છે.
- પોસ્ટ વિભાગની આ યોજના માં તમે મેચ્યોરીટી પર 30 લાખ સુધીનું રિટર્ન મેળવી શકો છો.
- આ યોજનામાં લાભાર્થીને જીવન બીમા સુરક્ષા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે.
- ઈમરજન્સી ની પરિસ્થિતિમાં ત્રણ વર્ષ પછી આ યોજનાના ખાતા માંથી પૈસા ઉપાડી શકો છો.
- આ યોજનામાં 1000 રૂપિયાના રોકાણ પર વાર્ષિક 60 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવે છે.
₹50 ના રોકાણ પર 30 લાખ રૂપિયાનું રિટર્ન
જો તમે આ યોજનામાં દિવસના ₹50 રૂપિયાનું રોકાણ કરો છો એટલે કે માસિક રોકાણ ₹1500 થશે અને વાર્ષિક ₹18,000 નું રોકાણ થશે. આ રોકાણ જો તમે 19 વર્ષની ઉંમરે કરો છો અને તમારી 55 વર્ષની ઉંમર સુધી આવી રીતે રોકાણ કરો છો તો તમે 36 વર્ષ આવી રીતે 18,000 રૂપિયાનું રોકાણ કરશો.
36 વર્ષ સુધી 18-18 હજાર રૂપિયા રોકાણ કરવાથી તમારી ટોટલ રોકાણ ધનરાશિ 6,48,000 રૂપિયા થશે. આ રોકાણ કરેલ રાશિ પર તમને 36 વર્ષ બાદ 30-35 લાખ રૂપિયા મળશે.
પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના માટે અરજી પ્રક્રિયા
જો તમારે પોસ્ટ ઓફિસ ગ્રામ સુરક્ષા યોજના માટે ખાતું ખોલાવવું હોય તો સૌ પ્રથમ તમારે તમારી નજીકની પોસ્ટ ઓફીસ માં જવાનું રહેશે અહી તમારે પોસ્ટ વિભાગના જે તે કર્મચારી પાસેથી આ યોજના માટેનું અરજી ફોર્મ માંગવાનું રહેશે.
આ ઉપરાંત આ કર્મચારી પાસે થી આ યોજના વિશેની માહિતી પણ મેળવી લેવી કેમ કે ભારત સરકાર દ્વારા સમયે સમયે આ યોજનાઓમાં ફેરફાર કરવામાં આવે છે.
અરજી ફોર્મ મેળવ્યા બાદ અરજીમાં પુછેલ દરેક વિગત ધ્યાનથી ભર્યા બાદ આ અરજી સાથે જરૂરી તમામ દસ્તાવેજ જોડવા. હવે આ અરજી પોસ્ટ ઓફિસના કર્મચારીને પરત આપવાની રહેશે. હવે કર્મચારી દ્વારા આ યોજના માટેનું ખાતું ખોલી દેવામાં આવશે.
Difference Between Rupay And Visa Card : જાણો ક્યું કાર્ડ વાપરવાથી ફાયદો થશે, તફાવત અને ખાસિયતો