Ghas chara yojana : ગુજરાત સરકારના સતાવાર પોર્ટલ, આઇ ખેડૂત પોર્ટલ પર પશુઓના ઘાસચારા માટેની યોજના આપેલી છે, આજે આપણે આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. ઘાસચારા માટેની આ યોજના દ્વારા ઘાસચારામા થતા ટોટલ ખર્ચના 75% ખર્ચ રાજ્ય સરકાર આપે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર માહિતી મેળવીએ, જેથી તમે આ યોજનાથી માહિતગાર થાવ અને આ યોજના નું લાભ લઈ શકો.
ઘાસ ચારા માટેની યોજના | Ghas chara yojana
આ યોજનાનું નામ “ગ્રામપંચાયત, ગૌશાળા અને પાંજરાપોળોના ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના” છે. આ યોજનાના નામ પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આ યોજના ગ્રામ પંચાયત, ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને મદદ કરવા માટે છે. આ યોજના દ્વારા ગ્રામ પંચાયત ગૌશાળા અને પાંજરાપોળ જેવી સંસ્થાઓને ગૌચર જમીનમાં ઘાસચારો ઉગાડવા માટે સરકાર દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે, નાની મોટી સહાય નહીં… 15 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે.
હાલ ચાલુ યોજના : આ યોજના દ્વારા રૂપિયા 4000 સીધા ખાતામાં જમા કરાવવામાં આવે છે, છેલ્લી તારીખ પહેલા અરજી કરો
ઘાસચારા યોજના દ્વારા મળતા લાભ
ઘાસચારા માટેની આ યોજના દ્વારા ગ્રામ પંચાયત ગૌશાળા કે પાંજરાપોળ જેવી સંસ્થાઓને ગૌચર જમીનમાં ઘાસચારો ઉગાડવા માટે જેટલો ખર્ચ થાય તે ખર્ચના 75 ટકા ખર્ચ ની સહાય મળે છે. માની લો કે એક હેક્ટર ગૌચર જમીનમાં ઘાસચારો ઉગાડવા માટે એક લાખ રૂપિયા નો ખર્ચ થાય છે તો આ યોજના દ્વારા આ ખર્ચના 75% એટલે કે 75 હજાર રૂપિયાની સહાય મળે છે. એટલે કે એક લાખના ખર્ચ પર જે તે સંસ્થાએ ફક્ત 25000 રૂપિયા ખર્ચવાના રહેશે.
પરંતુ આ યોજના માટે કેટલાક નિયમો આપેલા છે જે તમારે જાણવા જોઈએ.
આ યોજના માટેના નિયમો
- આ યોજના દ્વારા ગૌચર જમીનમાં ઘાસ ચારો ઉગાડવા માટે થતા ટોટલ ખર્ચના 75% સહાય મળે છે અથવા ₹75 હજાર. બે માંથી જે ઓછું હોય તે.
- આ યોજના દ્વારા વધુ માં વધુ 20 હેકટર ગૌચર જમીનમાં ઘાસચારો ઉગાડવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.
- આ યોજના દ્વારા વધુમાં વધુ 15 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે, 15 લાખ રૂપિયા કરતાં વધારે સહાય નહીં મળે.
અરજી કરવા માટે છેલ્લી તારીખ
તમે તમારા ગામની ગ્રામ પંચાયત, ગૌશાળા કે પાંજરાપોળ સંસ્થા માટે આ યોજનામાં અરજી કરવા ઈચ્છો છો તો તમને જણાવી દઈએ કે આ યોજનાની છેલ્લી તારીખ વિશેની માહિતી સરકાર દ્વારા આપવામાં આવી નથી ફક્ત 2024-25 માટેની યોજના એવું લખેલ છે. એટલે ટૂંક સમયમાં આ યોજનામાં અરજીની શરૂઆત થઈ જશે, જેવી જ સરકાર દ્વારા આ યોજનામાં અરજી કરવા માટેની તારીખો જાહેર થાય ત્યારે જ અમે તમને જણાવી દેશું તો અમારી સાથે જોડાયા રહેજો.
આ યોજના માટે અરજી કરવાની શરૂઆત થતાં જ તમે નીચે મુજબના સ્ટેપ ફોલો કરી અરજી કરી શકો છો.
અરજી કરવા માટેના સ્ટેપ
- સૌ પ્રથમ આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરો
- હવે યોજનાનો નામનો વિકલ્પ પસંદ કરો
- હવે નવા પેજ પર સૌથી નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” લખેલ હશે તે પસંદ કરો.
- હવે “ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ” નામનો વિકલ્પ પસંદ કરો.
- હવે પહેલી જ “ગ્રામપંચાયત, ગૌશાળા અને પાંજરાપોળોના ગૌચર માટે ઘાસચારા વિકાસની યોજના ( 2024-25 )” નામની યોજના હશે.
- સરકાર દ્વારા તારીખ જાહેર થતાં આ યોજના માટે “અરજી કરો” નું ઓપ્શન આપવામાં આવશે.
- આ ઓપ્શન ખુલ્યા બાદ તમે અરજી કરી શકશો.
આશા રાખું છે કે તમને આ યોજના વિશેની માહિતી ઉપયોગી થઈ હશે, જો તમારા ગામ માં ગાયો માટે ગૌશાળામાં ઘાસ ચાર માટે સમસ્યા હોય તો તમારા ગામનાં વોટ્સએપ ગ્રુપમાં આ આર્ટિકલ જરૂર શેર કર જો, ધન્યવાદ.