Gujarat Sankat Mochan Yojana 2024 : ગુજરાતી સરકાર દ્વારા ગુજરાતના કુટુંબોને કુટુંબ દીઠ રૂપિયા 20,000 ની નાણાકીય સહાય આપવામાં આવે છે તો ચાલો જાણીએ આ યોજના દ્વારા કોને લાભ મળવા પાત્ર છે તેમજ આ યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ તેમજ આ યોજનાના લાભ માટે કેવી રીતે અરજી કરી શકાય તે વિશેની તમામ જાણકારી આ લેખ દ્વારા મેળવીએ.
સંકટ મોચન યોજના શું છે | Gujarat Sankat Mochan Yojana 2024
સામાન્ય રીતે ગુજરાત સરકારની આ યોજના દ્વારા ગુજરાતના એવા કુટુંબોને રૂપિયા 20,000 ની સહાય આપવામાં આવે છે જેના કુટુંબમાં મુખ્ય કમાવનાર વ્યક્તિનું અવસાન થયું હોય, આ વ્યક્તિ સ્ત્રી પણ હોઈ શકે છે અને પુરુષ પણ હોઈ શકે છે. આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે જે કુટુંબમાં મુખ્ય કામાવનાર વ્યક્તિનુ અવસાન થયું જાય તે કુટુંબ એકા એક આર્થિક અથડામણ માં ના ફસાય જાય અને સરકાર દ્વારા મળતી ₹20,000 ની આર્થિક સહાય થી થોડી આર્થિક રાહત મેળવે અથવા આ સહાયની મદદથી કોઈ નાનો વ્યવસાય વગેરે શરૂ કરી આવક મેળવી શકે.
સરકારી યોજના : એક સાથે સાત સરકારી યોજનાઓને મંજૂરી મળી, જાણો તમારા માટે કઈ યોજના લાભદાયી થશે.
સંકટ મોચન યોજના દ્વારા મળતા લાભ
આ યોજના દ્વારા જે કુટુંબમાં મુખ્ય કમાવનર વ્યક્તિનુ મૃત્યુ થયું છે તે કુટુંબને આ સહાય યોજના દ્વારા 20,000 રૂપિયા સીધા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવે છે. આ ઉપરાંત આ યોજનાનો લાભ દરેક કેટેગરીના લોકો મેળવી શકે છે.
આ યોજનાનો લાભ લેવા માટેની શરતો
- આ યોજનાનો લાભ ફક્ત ગરીબી રેખા નીચે આવતા લોકોને જ આપવામાં આવે છે.
- કમાવનાર મુખ્ય વ્યક્તિના અવસાન બાદ 2 વર્ષની અંદર આ યોજનામાં અરજી કરવાની રહેશે, 2 વર્ષ બાદ અરજી કરવામાં આવે તો તે અરજીને રિજેક્ટ કરી દેવામાં આવશે.
- મુખ્ય કામાવનાર વ્યક્તિ કે જેનું અવસાન થયું છે તેની ઉંમર 18 વર્ષ થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ.
- ગુજરાતના લોકો માટે જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી તમામ દસ્તાવેજ હોવા જોઈએ.
આ દસ્તાવેજ રજૂ કરવા પડશે
- અરજદારનું સરકાર માન્ય કોઈ પણ ઓળખ પત્ર
- અવસાન પામનાર વ્યક્તિ ના મરણનો દાખલો
- અવસાન પામનાર વ્યક્તિનો ઉંમરનો પુરાવો
- અરજદારની બેંક ખાતાની પાસબુકની નકલ
- અરજદાર ગરીબી રેખા નીચે આવે છે તે અંગેનો પુરાવો
- રહેઠાણના પુરાવા માટે લાઈટ બીલ, લાઇસન્સ, ચૂંટણી કાર્ડ વગેરે માંથી કોઈ એક રજૂ કરવાનું રહેશે.
- આ ઉપરાંત વધારે દસ્તાવેજ ની જરૂર પડતી નથી પરંતુ અલગ અલગ જગ્યાએ વધારે દસ્તાવેજની માંગણી કરી શકે છે.
આ યોજના અરજી કેવી રીતે કરવી
જો તમને ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમારે ગામના વીસીઈ પાસે જવાનું રહેશે ત્યાં તમને આ યોજના માટેની અરજી આપશે, આ અરજીમાં તમારે બધી જ વિગત સચોટ રીતે ભરવાની રહેશે ત્યારબાદ તમારે જરૂરી તમામ દસ્તાવેજ જોડવાના રહેશે અને આ અરજી ફરી જમા કરાવવાની રહેશે.
પરંતુ જો તમને ગ્રામ્ય વિસ્તારના રહેવાસી નથી તો તમારે સબંધિત જિલ્લા/તાલુકાના જન સેવા કેન્દ્ર, મામલતદાર કચેરી થી આ યોજના માટેનું અરજી ફોર્મ મેળવવાનું રહેશે અને આ અરજીમાં જરૂરી વિગતો ભરી દેવાની રહેશે તેમજ દસ્તાવેજ જોડવાના રહેશે અને આ અરજી જે તે કચેરી એ જમાં કરી દેવાની રહેશે.
મિત્રો જો તમારે હાલ ચાલુ સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવવી છે તો ઉપર મેનુ માં જઈ સરકારી યોજના પર ક્લિક કરશો એટલે અમારા દ્વારા અપાયેલ દરેક સરકારી યોજનાઓની માહિતી આવી જશે, ધન્યવાદ.