Gujarat sarakar ni yojana: કેમ છો મિત્રો, આજે અમે તમારા માટે એક જબરદસ્ત યોજના વિશેની માહિતી લાવ્યા છે. આ યોજના દ્વારા લાભાર્થીને ત્રણ વર્ષ સુધી નાણાકીય સહાય આપવામાં આવે છે જેના પ્રથમ વર્ષમાં રૂપિયા 1,43,000 અને બીજા અને ત્રીજા વર્ષે રૂપિયા 64,800-64,800 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવ્યા જેમકે આ યોજનાનો હેતુ, લાભ કોને કોને મળે છે તેમજ નિયમો, શરતો અને અરજી કરવાની રીત.
આ યોજનાનો મુખ્ય હેતુ | Gujarat Sarakar Ni Yojana
આ યોજનાનું નામ “રાજ્યમાં ગીર / કાંકરેજ ઓલાદના સંવર્ધન માટે આપવામાં આવેલ સાંઢના નિભાવ તથા ખરીદીની યોજના” છે. આ યોજના દ્વારા રૂપિયા 1,43,000 અને રૂપિયા 64,800-64,800 ની નાણાકીય સહાય આપવાનું મુખ્ય હેતુ એ જ છે કે ગુજરાત રાજ્યમાં ગીર અને કાંકરેજ જાતિના સાંઢની જાતિ વિલુપ્ત ના થઈ જાય તેમજ ગીર અને કાંકરેજ જાતિના સાંઢમાં વધારો થાય અને તેની સારી રીતે સાચવણી થાય.
આ યોજનાનો લાભ કેવી રીતે મળે છે ?
- જો સાંઢ કોઈ સરકાર મને બોર્ડ દ્વારા આપવામાં આવે છે તો લાભાર્થીને પહેલા વર્ષે 1,18,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.
- પરંતુ જો સરકાર માન્ય બોર્ડ પાસેથી સાંઢ મળતો નથી અને સાંઢની ખરીદી કરવી પડે એમ હોય તો સાંઢની ખરીદી માટે પ્રથમ વર્ષે લાભાર્થીને રૂપિયા 1,43,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
- આ સાંઢની સાચવણી અને દેખભાળ માટે ગુજરાત સરકાર બીજા વર્ષે રૂપિયા 64,800 નિ સહાય આપે છે.
- બીજા વર્ષની જેમ જ ત્રીજા વર્ષે આ સાંઢની સાચવણી અને દેખભાળ માટે રૂપિયા 64,800 નિ સહાય મળે છે.
આ યોજનાના કેટલાક નિયમો
નવી યોજના : આ યોજના દ્વારા કુટુંબ દીઠ રૂપિયા 50000 ની સહાય આપવામાં આવે છે.
આ યોજના દ્વારા ફક્ત ગીર અને કાંકરેજ જાતિના સાંઢની ખરીદી તેમજ તેની સાચવણી માટે સહાય આપવામાં આવે છે.
આ યોજના દ્વારા ત્રણ વર્ષ સુધી સહાય આપવામાં આવે છે, ચોથા વર્ષે સહાય મળતી બંધ થઈ જાય છે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર પાસે જરૂરી દસ્તાવેજ તેમજ આ યોજના માટે અરજી કરવી ફરજીયાત છે.
અરજી કેવી રીતે કરવી ?
- આ યોજનામાં અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગુજરાત સરકારનું સત્તાવાર આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવાનો રહેશે.
- આઇ ખેડૂત પોર્ટલના હોમેપેજ પર આવી ગયા બાદ, સૌથી ઉપર તમને યોજનાઓ નામનું વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે નવા પેજ પર અલગ અલગ વિભાગની યોજનાઓ દેખાશે પરંતુ તમારે સૌથી નીચે “પ્રાકૃતિક કૃષિ / ગોડાઉન સ્કીમ / ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ / બટાટા અને લાલ ડુંગળી માટે સહાય / સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” લખેલું જોવા મળશે તે વિકલ્પ પસંદ કરવાનો છે.
- ત્યારબાદ તમારે “ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ” પસંદ કરવાનો રહેશે.
- હવે તમને “રાજ્યમાં ગીર / કાંકરેજ ઓલાદના સંવર્ધન માટે આપવામાં આવેલ સાંઢના નિભાવ તથા ખરીદીની યોજના” દેખાશે, તેના વિભાગ માં અરજી કરો પર ક્લિક કરવાનું રહેશે.
- હવે આ યોજના માટેનું અરજી ફોર્મમાં પૂછેલી ધ્યાનથી ભરવાની રહેશે તેમજ જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના થશે.
આશા રાખું છું મિત્રો કે તમને આ યોજના વિશેની માહિતી મળી ગઈ હશે, આવી જ રીતે સરકારી યોજનાઓ ની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા તેમજ આ આર્ટીકલ તમારા whatsapp ગ્રુપમાં જરૂર શેર કરજો.