ikhedut drone yojana : જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી નો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ માણસના કાર્યો લઘુ ઝડપી અને સરળ બન્યા છે. હવે ખેતીમાં પણ વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ વધી રહ્યો છે, પહેલા ન જમાનામાં ખેડૂતો ખેતર ખેડવા તેમજ વાવણી કરવા માટે બળદોનું ઉપયોગ કરતા હતા પરંતુ હવે ટ્રેક્ટર દ્વારા આ દિવસોનું કામ અમુક કલાકોમાં જ થઈ જાય છે અને એ પણ ખૂબ ઓછી મહેનતે.
તેવી જ રીતે પહેલા ખેડૂતો ખેતરમાં દવાના છંટકાવ માટે હાથથી ચાલતા પંપ નો ઉપયોગ કરતા હતા ત્યારબાદ બેટરી વાળા પંપનો ઉપયોગી થવા લાગ્યો અને ખેડૂતની મહેનત ઓછી થઈ પરંતુ હવે વિજ્ઞાન અને ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે તેથી હવે ખેતરમાં દવાના છંટકાવ માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે, તેથી ગુજરાત સરકાર પણ ખેતીમાં વિજ્ઞાન અને ટેકનોલોજી નો ઉપયોગ વધે તે માટે ખર્ચનો 90% નાણાકીય સહાય આપે છે.
શું છે આઇ ખેડુત ડ્રોન સહાય યોજના | ikhedut drone yojana
ડ્રોન સહાય યોજનાનું મુખ્ય ઉદેશ્ય એ જ છે કે ખેડૂતો ખેતીકામ માં વધુમાં વધુ વિજ્ઞાન અને ટેકનોલોજી નો ઉપયોગ કરવા માટે પ્રેરાય તેમજ ખેડૂત અધ્યતન વિજ્ઞાન અને ટેકનોલોજી નો ઉપયોગ કરી પોતાના ખેતીકામને વધુ ઝડપી બનાવી અને સરળ બનાવે તે માટે સરકાર નાણાકીય સહાય પૂરી પાડે છે જેથી ખેડૂતને હાલ ખૂબ જ ઝડપથી વિકસતી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે આર્થિક સંકટનો સામનો ના કરવો પડે.
ikhedut drone yojana દ્વારા મળતા લાભ
- જો ખેડૂત ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે છે તો દવાના છંટકાવ માટે થયેલા એકર દીઠ ખર્ચના 90% જેટલો ખર્ચ ગુજરાત સરકાર આપશે.
- પરંતુ એક એકર દીઠ વધુ માં વધુ ₹500/- ની સહાય આપવામાં આવે છે.
- આ ઉપરાંત આ સહાય 5 એકરની મર્યાદામાં જ આપવામાં આવશે.
ઉદાહરણ તરીકે ખેડૂત તેના ખેતરમાં ડ્રોન દ્વારા છંટકાવ કરે છે અને એક એકર માં દવા છાંટવા માટે 600 રૂપિયાનો ખર્ચ થયો તો 600 રૂપિયાના 90% એટલે 540 થાય પણ આ ખેડૂતને 540 રૂપિયાની સહાય નહીં મળે પરંતુ 500 રૂપિયાની સહાય એકર દીઠ મળે છે. હવે આ રીતે આ ખેડૂતે 6 એકર પર ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કર્યો તો આ ખેડૂતને 5 એકર ની મર્યાદામાં એટલે ₹2500 રૂપિયાની સરકાર દ્વારા સહાય મળશે. છઠ્ઠા એકરનો તમામ ખર્ચ ખુદ ખેડૂતને જ કરવાનો રહેશે.
- ikhedut drone yojana નો લાભ એક વર્ષમાં એકવાર મળે છે, એટલે કે દર વર્ષે તમે આ યોજનાનો લાભ એકવાર લઈ શકશો.
આઇ ખેડુત ડ્રોન સહાય યોજના ના નિયમો
- જો ખેડૂતને ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરે છે તો જ તેને આ યોજના દ્વારા લાભ મળશે.
- ગુજરાતના ખેડૂતો જ આ યોજનાનો લાભ મેળવી શકશે.
- આ યોજનામાં અરજી કરવા માટેના તમામ દસ્તાવેજ ખેડૂત પાસે હાજર હોવા જોઈએ.
- આ યોજના દ્વારા એક ખેડૂતને એક વર્ષમાં વધુમાં વધુ ₹2500 ની નાણાકીય સહાય મળે છે. એક વર્ષ માં એક ખેડૂતને ₹2500 કરતા વધારે સહાય મળતી નથી.
અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજની યાદી
- અરજી કરનાર ખેડૂતનું આધારકાર્ડ
- અરજી કરનાર ખેડૂતનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જમીનના જરૂરી દસ્તાવેજ જેમ કે 7/12 અને 8-અ
- ખેડૂતે બેંક ખાતાની પાસબુક ની નકલ રજુ કરવી પડશે
અરજી કરવા માટે છેલ્લી તારીખ
આ યોજના દ્વારા લાભ મેળવવા માટે અરજી કરવાની શરૂઆત થઈ ચૂકી છે, આ યોજના માટે તમે તારીખ 03/07/2024 થી 28/02/2025 સુધી અરજી કરો શકશો. જો તમે અત્યારે જ અરજી કરવા માંગતા હોય તો નીચે મુજબના સ્ટેપ અનુસરી ને અરજી કરી શકશો.
અરજી કરવા માટેના સ્ટેપ્સ
- સૌ પ્રથમ ખેડૂત મિત્ર એ આઇ ખેડુત પોર્ટલ ઓપન કરવાનું રહેશે.
- આઇ ખેડુત પોર્ટલ ઓપન થતા જ ઉપરની બાજુ એ “યોજનાઓ” આવું લખેલું દેખાશે. તેનાં પર ક્લિક કરો.
- હવે તમને અલગ અલગ વિભાગની યોજનાઓ દેખાશે અહી તમારે “ખેતીવાડી ની યોજના” પસંદ કરવાનું રહેશે.
- હવે નવા પેજ પર તમને “ડ્રોન થી છંટકાવ” વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમને આ યોજનાની માહિતીના દર્શન થશે, અહી એક “અરજી કરો” નું ઓપ્શન હશે તેના પર ક્લિક કરો.
- હવે અહી તમને આ યોજનામાં અરજી કરવામાં સ્ટેપ અને માર્ગદર્શન મળી રહેશે તે મુજબ તમે અરજી કરી શકો છો.
ગુજરાત સરકારની નવી યોજના : 75 લાખ રૂપિયા સુધીની સહાય મળી રહી છે, બાગાયતી ખેતી માટેની નવી યોજના
આશા રાખું છું ખેડૂત મિત્રો કે તમને આ યોજનાની માહિતી ઉપયોગી લાગી હશે, જો તમે આ યોજનાનો લાભ મેળવવા ઈચ્છો છો તો છેલ્લી તારીખ પહેલાં જરૂર અરજી કરી દે જો ઉપરાંત તમારા ખેડૂત મિત્રને પણ આ યોજના વિશેની માહિતી શેર કરજો જેથી તે પણ આ યોજના દ્વારા દર વર્ષે લાભ મેળવી શકે, ધન્યવાદ.