120MP કેમેરો, 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે વન પ્લસ દ્વારા લોન્ચ થયો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ મોબાઈલ-One Plus Nord CE 3 Lite Smartphone

One Plus Nord CE 3 Lite Smartphone : જો તમે મીડ રેન્જના ભાવમાં કોઈ મોબાઈલ શોધી રહ્યા છો તો તમારી આ શોધ અહીં જ ખતમ થઇ જશે, કેમકે હું તમારા માટે લાવ્યો છું એક જબરદસ્ત મોબાઈલની સંપૂર્ણ માહિતી. આ મોબાઇલના સ્પેસિફિકેશન જોઈને જ તમને આ મોબાઇલ ખરીદવાનું મન થઈ જશે. તો ચાલો આ મોબાઇલના એક પછી એક સ્પેસિફિકેશનની જાણકારી મેળવીએ.

One Plus Nord CE 3 Lite Smartphone Battery

લાંબા સમય સુધી મોબાઈલ વાપરતા લોકો માટે તો One Plus Nord CE 3 Lite Smartphone બેસ્ટ છે કારણ કે આ મોબાઇલમાં તમને 5000mAh ની બેટરી આપવામાં આવે છે. એટલું જ નહીં જો મોબાઈલ વાપરતા વાપરતા બેટરી લો થઈ જાય તો થોડા જ સમયમાં તમારો મોબાઈલ ફરી ફૂલ ચાર્જિંગ થઈ જશે કેમ કે આ મોબાઇલમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે.

જો બેટરી બરાબર હોય તો લોકોની બીજી નજર કેમેરા સેટઅપ પર હોય છે તો ચાલો કેમેરા વિશેની માહિતી પણ મેળવી લઈએ.

120MP નો ક્લીન કેમેરો મળે છે

One Plus Nord CE 3 Lite Smartphone મા 3 રિયર કેમેરાનું સેટઅપ જોવા મળે છે 108MP + 2MP + 2MP. આ ઉપરાંત સેલ્ફી લેવા માટે એક ફ્રન્ટ કેમેરો આપવામાં આવે છે, આ સેલ્ફી કેમેરો 16MP ધરાવે છે.

મીડ રેન્જના મોબાઇલમાં આવું જબરદસ્ત કેમેરા સેટ પ તો ભાગ્યે જ જોવા મળે છે, કેમેરા અને બેટરી ની માહિતી બાદ લોકોને ડિસ્પ્લે તેમજ લુક વિશે જાણવાની ઉત્સુકતા હોય છે તો ચાલો એના વિશે પણ માહિતી મેળવી લઈએ.

One Plus Nord CE 3 Lite Smartphone Display

One Plus Nord CE 3 Lite Smartphone ની માહિતી નીચે પ્રમાણે છે.

  • આ મોબાઇલમાં 6.72 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે જોવા મળે છે.
  • આ ઉપરાંત 120Hz રિફ્રેશરેટ જોવા મળે છે
  • આ મોબાઇલમાં 1800×2400 પિકસલ રિઝોલ્યુશનની સુવિધા આપવામાં આવે છે.
  • One Plus Nord CE 3 Lite Smartphone માટે તમને બે કલર ઓપ્શન મળે છે. ક્રોમેટીક ગ્રે અને પાસલ લાઈમ.

રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર

જે લોકો ગેમિંગના શોખીન હોય છે તે લોકો ખાસ કરીને રેમ સ્ટોરેજ અને પ્રોસેસર પર વધારે ફોકસ કરે છે તો ચાલો તેના વિશે પણ માહિતી મેળવી લઈએ, One Plus Nord CE 3 Lite Smartphone મા 8GB RAM જોવા મળે છે તેમજ 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવે છે આ ઉપરાંત 8GB RAM સાથે 256GB ઇન્ટર્નલ સ્ટોરેજ પણ આપવામાં આવે છે, જેની કિંમત એક-દોઢ હજાર વધારે હોય છે.

આ મોબાઈલ માં ઓક્ટાકોર કવાલકામ સ્નેપડ્રેગન 695 પ્રોસેસર આપવામાં આવે છે. હવે સૌથી જરૂરી બાબત આ મોબાઇલની પ્રાઇઝ વિશેની માહિતી મેળવી લઈએ.

One Plus Nord CE 3 Lite Smartphone In India

આ મોબાઈલના કલર અને તેના રેમ અને સ્ટોરેજના વેરીએન્ટ ના આધારે અલગ અલગ કિંમત રાખવામાં આવેલ છે, આ કિંમત 30/08/2024 મુજબ છે. આગળ જતાં કિંમત વધી પણ શકે છે અને ઘટી પણ શકે છે.

વીવોના ચાહક જરૂર જુએ : મીડ રેન્જની કિંમતમાં 12GB RAM અને 50MP ના કેમેરા સાથે લોન્ચ થયો Vivo Y36c 5g મોબાઈલ

મોબાઈલકિંમત
OnePlus Nord CE 3 Lite 5G (8GB RAM, 128GB) – Chromatic Gray₹16,463
OnePlus Nord CE 3 Lite 5G (8GB RAM, 128GB) – Pastel Lime₹16,619
OnePlus Nord CE 3 Lite 5G (8GB RAM, 128GB) – Chromatic Gray₹16,643
OnePlus Nord CE 3 Lite 5G (8GB RAM, 256GB) – Pastel Lime₹18,077

મિત્રો આ મોબાઈલની જે કિંમત રાખવામાં આવી છે, એ કિંમત પ્રમાણે આ મોબાઈલની ખાસિયતો ગજબ છે. જો તમે સોળ હાજર થી અઢાર હજાર ના બજેટમાં મોબાઈલ લેવાનું વિચારી રહ્યા છો તો વન પ્લસ ના આ મોબાઇલ વિશે એકવાર જરૂર વિચારજો, આ ઉપરાંત તમારો કોઈ મિત્ર આ રેન્જના ભાવમાં મોબાઈલ લેવાનું વિચારી રહ્યો છે તો તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.

Leave a Comment