OPPO Find X8 Ultra Specifications : ઓપ્પો કંપની દ્વારા મોબાઈલ નું નવું મોડલ લોન્ચ કરવામાં આવી રહ્યું છે, આ મોબાઈલમાં વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ની સુવિધા પણ આપવામાં આવે છે આ ઉપરાંત આ મોબાઈલનો કેમેરો, ડિસ્પ્લે, સ્ટોરેજ, લુક અને કિંમત પણ લાજવાબ છે તો ચાલો આ મોબાઇલને ઓવરવ્યૂ જોઈ લઈએ.
OPPO Find X8 Ultra Overview
આ મોબાઇલમાં તમને 6.82 ઇંચની ડિસ્પ્લે મળે છે, જે 1440 x 3168 પિકસેલ રિઝોલ્યુશન ધરાવે છે તેમજ આ મોબાઇલમાં 6000 mAh ની બેટરી 120W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળે છે તેમજ વાયરલેસ 50W ના ફાસ્ટ ચાર્જિંગ સાથે મળે છે. આ મોબાઈલ 12GB રેમ અને 512GB ઇન્ટર્નલ સ્ટોરેજ સાથે આવે છે તેમજ રીયલ કેમેરામાં ચાર કેમેરાનું સેટઅપ જોવા મળે છે, 200 MP + 50 MP + 50 MP + 50 MP. સેલ્ફી કેમેરો 50 MP નો આપવામાં આવ્યો છે.
તો ચાલો હવે આ મોબાઇલને દરેક સ્પેસિફિકેશન વિગતવાર માહિતી મેળવીએ.
OPPO Find X8 Ultra Display
આ મોબાઇલમાં તમને 6.82 ઇંચની ડિસ્પ્લે મળે છે અને અને રિઝોલ્યુશનની વાત કરીએ તો 1440 x 3168 પિકસેલ રિઝોલ્યુશન જોવા મળે છે તેમજ 120Hz રિફ્રેશ રેટ જોવા મળે છે. આ મોબાઇલમાં તમને Corning Gorilla Glass Victus પ્રોટેક્શન મળી રહે છે. તેમજ આ મોબાઇલમાં ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સેન્સર પણ જોવા મળે છે.
OPPO Find X8 Ultra Camera
OPPO Find X8 Ultra મોબાઇલમાં રીયર કેમેરાની વાત કરીએ તો, ચાર કેમેરા નું સેટઅપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 200 MP અને બાકીના ત્રણ કેમેરા 50 MP ના જોવા મળે છે તેમજ સેલ્ફી કેમેરાની વાત કરીએ તો, સેલ્ફી કેમેરો પણ 50 MP નો આપવામાં આવ્યો છે.
OPPO Find X8 Ultra Battery
આ મોબાઇલમાં તમને લાજવાબ ફાસ્ટ ચાર્જિંગ સાથે બેટરી જોવા મળે છે, આ મોબાઇલમાં 6000 mAh ની બેટરી 120W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે મળે છે તેમજ વાયરલેસ ચાર્જિંગ કરવું હોય તો 50W ના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે. એટલે કે આ મોબાઈલ ઝીરો ટકા થી સો ટકા સુધી ચાર્જિંગ થવામાં ગણતરીની મિનિટ જ લેશે.
આ મોબાઇલની રેમ, સ્ટોરેજ, પ્રોસેસર અને અન્ય સ્પેસિફિકેશન
OPPO Find X8 Ultra મોબાઇલમાં 12GB RAM અને 512GB ઇન્ટર્નલ સ્ટોરેજ જોવા મળશે તેમજ આ મોબાઇલના પ્રોસેસરની વાત કરીએ તો Qualcomm Snapdragon 8 Gen4 જોવા મળે છે તેમજ Android v15 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.
પરંતુ આ મોબાઇલમાં તમને 3.5mm હેડફોન જેક જોવા નહીં મળે આ ઉપરાંત મેમરી કાર્ડ સ્લોટ પણ આપવામાં આવતું નથી.
આ મોબાઈલ રિલીઝ થવાની તારીખ અને કિંમત
આ મોબાઈલ હજુ ભારતમાં રિલીઝ થયો નથી પરંતુ આ મોબાઈલ રિલીઝ થવાની સંભવિત તારીખ 08/01/2025 માનવામાં આવી રહી છે. તેમજ મળતા સમાચાર મુજબ આ મોબાઇલની ભારતમાં કિંમત ₹89,990 હશે.
Latest New Launch Mobile : મોટોરોલા નો આ મોબાઇલ ગ્લોબલી ધૂમ મચાવી રહ્યો છે જાણો Moto G55 5G Specification ની વિગતવાર માહિતી
જો તમે ઓપ્પો કંપનીના ચાહક છો અને તમારું બજેટ 80,000 રૂપિયા કરતા વધારે છે તો તમે આ મોબાઇલને રિલીઝ થવા માટે રાહ જોઈ શકો છો.
Disclaimer : તમને જણાવી દઈએ કે આ માહિતી હજુ ઓફિસિયલી જાહેર નથી થઈ પરંતુ લીક થયેલ માહિતી મુજબ આ મોબાઇલમાં ઉપર મુજબના સ્પેસિફિકેશન, રિલીઝ ડેટ અને કિંમત અંગેની જાણકારી છે.