PM Vishwakarma Toolkit E Voucher 2024 : ₹15,000 સીધા ખાતામાં ટ્રાન્સફર થાય છે, આ 18 પ્રકારના વ્યવસાયકરોને મળે છે સહાય

PM Vishwakarma Toolkit E Voucher 2024 : ભારત સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના દ્વારા અલગ અલગ અઢાર પ્રકારના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોને સાધનોની ટૂલકિટ ખરીદવા માટે રૂપિયા ૧૫ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે. જો તમે પરંપરાગત વ્યવસાયકાર છો તો તમારે આ યોજના કે ઈ વાઉચર માટેની માહિતી મેળવવી જોઈએ જે નીચે મુજબ છે.

PM Vishwakarma Toolkit E Voucher 2024

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ની આગેવાની હેઠળ પીએમ વિશ્વકર્મા યોજના ચાલે છે. દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ભારત દેશના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોનું જીવન ધોરણ સુધારવા ઈચ્છે છે. ઘણીવાર આવા વ્યવસાય કરો જેમકે કુંભાર, લુહાર, સુથાર, મોચી વગેરે પાસે પોતાનો વ્યવસાય આગળ વધારવા માટે નાણાકીય વ્યવસ્થા હોતી નથી તેથી જ ભારત સરકાર દ્વારા આવા પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારોને ઈ વાઉચર ન મદદથી રૂપિયા 15 હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે જેથી તેઓ તેના વ્યવસાયને લગતી સાધનોની ટૂલકિટ ખરીદી પોતાના વ્યવસાય આગળ વધારી શકે.

પીએમ વિશ્વકર્મા ટુલકીટ ઈ વાઉચર દ્વારા મળતા ફાયદાઓ

  • ઈ વાઉચર દ્વારા 18 પ્રકારના પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા લાભાર્થી વ્યવસાયકારોને રૂપિયા 15 હજારની આર્થિક સહાય આપવામાં આવે છે.
  • હાલ આવા પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વ્યવસાયકારો આર્થિક અથડામણને કારણે અન્ય પ્રકારના ધંધા કે જોબ શોધી રહ્યા છે તેઓને આ યોજના દ્વારા મળતી સહાયથી પોતાના વ્યવસાય ચાલુ રાખવા માટે પ્રેરણા મળે છે.
  • આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય લાભાર્થી વ્યવસાય કારના બેંક એકાઉન્ટમાં સીધા જ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે.
  • આ ₹15,000 નો ઉપયોગ કરી વ્યવસાયકાર પોતાની ઈચ્છા અનુસાર સ્વતંત્ર રીતે પોતાના વ્યવસાય ને લગતા સાધનોની ખરીદી કરી શકે છે.

પીએમ વિશ્વકર્મા ટુલકીટ ઈ વાઉચરનો લાભ કોણ મેળવી શકે

સૌપ્રથમ તો આ યોજનાનો લાભ સરકારે નિયત કરેલા 18 પ્રકારના વ્યવસાયકારો જ મેળવી શકે છે પરંતુ લાભ લેનાર વ્યવસાયકાર ની ઉમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ તેમજ તે ફરજિયાત ભારતનો નાગરિક હોય તો જ તેને આ યોજના દ્વારા લાભ મળે છે તેમજ પરિવાર દીઠ એક વ્યક્તિને જ આ યોજનાનો લાભ મળે છે.

પીએમ વિશ્વકર્મા ટુલકીટ ઈ વાઉચરનો લાભ માટે આ દસ્તાવેજો જરૂરી છે

વ્યવસાયકારનું આધારકાર્ડ તેમજ તેનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો ઉપરાંત વ્યવસાય કરે રહેણાંક પુરાવો રજૂ કરવા પડશે આ માટે વ્યવસાયકાર રેશનકાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા લાઈટ બિલ રજૂ કરી શકે છે આ ઉપરાંત લાભાર્થી બેંક ખાતાની પાસબુક તેમજ પાનકાર્ડ રજૂ કરવાના રહેશે.

જો તમે ઉપર મુજબની પાત્રતા ધરાવો છો તેમજ ઉપર દર્શાવેલા તમામ દસ્તાવેજ ધરાવો છો તો તમે આ યોજના માટેની ઓનલાઈન અરજી કરી શકો છો તે માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

PM Vishwakarma Toolkit E Voucher 2024 Online Apply

  • સૌપ્રથમ આ યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ pmvishwakarma.gov.in ઓપન કરવાની રહેશે.
  • હવે જો આ વેબસાઈટ પર તમે અગાઉ રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે મોબાઈલ નંબરની મદદથી રજીસ્ટ્રેશન કરવાનો રહેશે જેથી તમને યુઝર આઇડી અને પાસવર્ડ મળી જશે.
  • હવે જો તમારી પાસે યુઝર આઇડી અને પાસવર્ડ આવી જાય પછી તમારે આ યુઝર આઇડી અને પાસવર્ડની મદદથી લોગીન કરવાનો રહેશે.
  • હવે આ યોજના માટેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે અહીં તમારે પૂછવામાં આવેલી દરેક વિગત સાચી ફરવાની રહેશે.
  • આ વિગત ભરાઈ ગયા બાદ તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી ભરાઈ જશે.

Ayushman Bharat Yojana Gujarat: નવો સુધારો, હવે 10 લાખ રૂપિયાની મફત સારવાર અને મહિલાઓ માટે 15 લાખ

PM Vishwakarma Toolkit E Voucher 2024 માટે તમે આ રીતે ઓનલાઇન અરજી કરી શકશો. મિત્ર તમને આ યોજનાની જરૂરી માહિતી પસંદ આવી હોય તેમજ ભારત સરકાર અને ગુજરાત સરકારની આવી મહત્વપૂર્ણ યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો, ધન્યવાદ.

Leave a Comment