₹8999 મા મળી રહ્યો છે લેટેસ્ટ 5g મોબાઈલ, કિંમત વધી જાય તે પહેલા ખરીદી લો-POCO M6 Pro 5G Mobile

POCO M6 Pro 5G Mobile: જો તમે એક લો બજેટમાં 5g મોબાઈલ ની શોધ કરી રહ્યા છો તો તમે સાચી જગ્યાએ આવ્યા છો, કારણ કે અહીં અમે તમને ફક્ત ₹8999 કિંમત પર એક બેસ્ટ 5g મોબાઈલ ના દર્શન કરાવવાના છે, તો રાહ શેની… જલ્દીથી આ મોબાઇલના દરેક સ્પેસિફિકેશન વિશેની માહિતી મેળવી લઈએ, જેથી તમે આ મોબાઇલ ખરીદવો કે નહીં તે વિશે સરળતાથી નિર્ણય લઈ શકો.

POCO M6 Pro 5G Mobile Battery

આ મોબાઇલની બેટરી પણ તેની એક ખાસિયત જ છે કારણ કે આ મોબાઇલમાં તમને 5000mAh ની બેટરી બેકઅપ જોવા મળે છે, અને ખાસ કરીને આજકાલ મોબાઈલ સાથે ચાર્જર એડેપ્ટર આપવામાં આવતું નથી પરંતુ આ મોબાઇલમાં તમને 22.5 વોટ ની ક્ષમતા ધરાવતું ફાસ્ટ ચાર્જર આપવામાં આવે છે પરંતુ આ મોબાઇલ 18 વોટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.

POCO M6 Pro 5G Mobile ની બેટરી તો કિંમત પ્રમાણે જોરદાર છે તો હવે આ મોબાઇલની ડિસ્પ્લે વિશેની માહિતી મેળવી લઈએ.

POCO M6 Pro 5G Mobile Display

આ મોબાઇલની ડિસ્પ્લે 6.79 ઈંચ ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે ધરાવે છે આ ઉપરાંત આ મોબાઇલની ડિસ્પ્લે વધારે માહિતી મેળવીએ તો આ મોબાઇલમાં 2460 x 1080 Pixels નું રિઝોલ્યુશન જોવા મળી રહે છે તેમજ 90Hz ની રિફ્રેશ રેટ સાથે જોવા મળે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં તમને 550 નીટસ પિક ની બ્રાઇટનેસ આપવામાં આવે છે અને સાથે સાથે કોર્નીગ ગોરીલા ગ્લાસનું પ્રોટેક્શન પણ આપવામાં આવે છે.

POCO M6 Pro 5G Mobile ની કેમેરા ક્વોલિટી

આ મોબાઈલ નો કેમેરો પણ તમને ખુશ કરી દેશે કારણ કે આ મોબાઇલમાં પ્રાઇમરી કેમેરો એટલે કે પાછળનું કેમેરો ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે જોવા મળે છે, જેમાં મેઇન કેમેરો 50MP નો છે અને બીજો 2MP નો પ્રોટ્રેઈટ કેમેરો આપવામાં આવે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં સેકન્ડરી કેમેરો એટલે કે ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો તે 8MP સાથે જોવા મળે છે.

લો બજેટ ના મોબાઈલ માં જો આવું કેમેરા સેટ અપ મળી જાય તો સારું જ કહેવાય.

આ મોબાઈલની રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર અંગેની માહિતી

જેવી રીતે દરેક મોબાઇલમાં બેટરી, કેમેરા અને ડિસ્પ્લે અંગેની માહિતી જરૂરી છે તેવી જ રીતે રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર પર પણ મોબાઈલની ક્વોલિટી નિર્ભર કરે છે.

₹8999 કિંમતના POCO M6 Pro 5G Mobile પર 4GB RAM અને 64GB ની ઇન્ટર્નલ સ્ટોરેજ આપવામાં આવે છે. એટલે કે જો તમે મોબાઈલના સામાન્ય વપરાશકર્તા છો તો આ મોબાઈલ તમારા માટે બેસ્ટ છે. કેમ કે આ કિંમત પર 5G મોબાઈલ મળવા મુશ્કેલ છે.

આ ઉપરાંત આ મોબાઇલમાં તમને Snapdragon 4 Gen 2 પ્રોસેસર જોવા મળે છે તેમજ ઓપરેટિંગ સિસ્ટમની વાત કરીએ તો આ મોબાઇલમાં Android 13 ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે.

ન્યુ લોન્ચ મોબાઇલ : 120MP કેમેરો, 8GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે વન પ્લસ દ્વારા લોન્ચ થયો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ મોબાઈલ

મિત્ર આ ₹8999 કિંમત 4GB RAM + 64GB ઇન્ટર્નલ સ્ટોરેજ ધરાવતા મોબાઈલ ની છે જો તમે 4GB RAM + 128GB ઇન્ટર્નલ સ્ટોરેજ ધરાવતો મોબાઈલ લેવા ઈચ્છો છો તો તેની પ્રાઇસ ₹10,000 ની આસપાસ જોવા મળે છે અને એક બાબત ખાસ નોંધવી કે આ કિંમતો તારીખ 31/08/2024 માટે છે શક્યતા રહેલી છે કે આગળ સમય જતા આ મોબાઇલની કિંમતમાં વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે.

આશા રાખું છું કે આ મોબાઈલની જરૂરી તમામ સ્પેસિફિકેશનની માહિતી તમને મળી ગઈ હશે જો તમે લો બજેટ માં 5g મોબાઈલ ની ખરીદી કરવા ઈચ્છો છો તો POCO M6 Pro 5G Mobile વિશે જરૂર વિચારજો અને જો તમારો મિત્ર આ પ્રકારનો મોબાઇલ ખરીદવા ઈચ્છે છે તો તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a Comment