Realme 13+ 5G Mobile: જો તમને ગેમ રમવાનો શોખ છે, જો તમને ફોટા પાડવાનો શોખ છે, જો તમે એવું ઈચ્છે રહ્યા છો કે મોબાઇલને ચાર્જિંગ મ મુકતા મોબાઈલ ફટાફટ ચાર્જિંગ થઈ જાય અને લાંબો સમય સુધી ચાર્જિંગ ટકી રહે તો તમે સાચી જગ્યાએ આવ્યા છો કારણ કે Realme 13+ 5G Mobile માં તમને બધી જ સુવિધા મળી રહેશે. તો ચાલો આ મોબાઈલના દરેક સ્પેસિફિકેશન અને એક પછી એક વિગતવાર જોઈએ.
સૌપ્રથમ આ મોબાઇલની બેટરી બેકઅપ અને ચાર્જિંગ સપોર્ટ વિશેની માહિતી મેળવી લઈએ.
5000mAh ની મેસીવ બેટરી બેકઅપ
Realme 13+ 5G Mobile માં 5000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવે છે એટલું જ નહીં આ મોબાઈલમાં તમને 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે જેથી થોડી મિનિટોમાં જ આ મોબાઈલ ફૂલ ચાર્જ થઈ જાય છે.
Realme 13+ 5G Mobile Display And Colour Option
મોબાઈલ ગમે તેવો હોય પરંતુ લોકો સૌ પ્રથમ મોબાઇલના લુક અને ડિઝાઇન ને આધારે જજ કરતા હોય છે તેથી આ મોબાઇલ માટેના કલર અને ડિસ્પ્લે અંગેની માહિતી મેળવીએ.
આ મોબાઇલમાં 6.67 ઇંચની ફુલ એચડી પ્લસ એમોલેડ ડિસ્પ્લે જોવા મળે છે.
આ મોબાઇલમાં 2400 x 1080 પિક્સલ રિઝોલ્યુશન આપવામાં આવ્યું છે.
Realme 13+ 5G Mobile ની રિફ્રેશ રેટ 120Hz છે.
હવે આ મોબાઈલના કલર ઓપ્શન વિશે વાત કરીએ, આ મોબાઇલમાં ત્રણ કલર ઓપ્શન મળે છે.
- ડાર્ક પર્પલ
- સ્પીડ ગ્રીન
- વીકટરી ગોલ્ડ
જે લોકો ફોટા પાડવાના શોખીન છે તે લોકો માટે હવે કેમેરા વિશેની માહિતી પણ જણાવી દઈએ.
Realme 13+ 5G Mobile Camera
આ મોબાઈલના પાછળનો કેમેરો એટલે કે બેક કેમેરામાં ડ્યુઅલ કેમેરા સેટ અપ જોવા મળે છે જેમાં પ્રથમ કેમેરો 50MP અને બીજો કેમેરો 2MP નો આપવામાં આવે છે. આ ઉપરાંત ફ્રન્ટ કેમેરો પંચ હોલ ડિસ્પ્લે ના ટોપ નોચ પર આપવામાં આવે છે, આ સેલ્ફી કેમેરો 16MP નો આપવામાં આવે છે.
આ મોબાઇલની રેમ, સ્ટોરેજ અને પ્રોસેસર
Realme 13+ 5G Mobile મા રેમ અને ઇન્ટરનલ સ્ટોરેજ આધારે અલગ અલગ વેરીએન્ટ છે જેની માહિતી નીચે મુજબ છે.
- 8GB+128GB
- 8GB+256GB
- 12GB+256GB
આ મોબાઇલમાં Mediatek Dimensity 7300 Energy Octa Core પ્રોસેસર આપવામાં આવ્યું છે તેમજ આ મોબાઈલ એન્ડ્રોઇડ 14 ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્ય કરે છે.
હવે સૌથી જરૂરી બાબત આ મોબાઈલની કિંમત વિશેની માહિતી મેળવી લઈએ.
Realme 13+ 5G Price In India
આજની તારીખે એટલે કે 31/08/2024 ના રોજ આ મોબાઈલના અલગ અલગ વેરીએન્ટના આધારે ભારતમાં આ મોબાઈલની કિંમત નીચે પ્રમાણે છે.
મોબાઈલના અલગ અલગ વેરીએન્ટ | ભારતમા હાલ કીંમત |
8GB+128GB | ₹22,999 |
8GB+256GB | ₹24,999 |
12GB+256GB | ₹26,999 |
Latest Low Budget Mobile : ₹8999 મા મળી રહ્યો છે લેટેસ્ટ 5g મોબાઈલ, કિંમત વધી જાય તે પહેલા ખરીદી લો
મિત્રો મળતી માહિતી અનુસાર આ મોબાઈલની ખરીદીની શરૂઆત 6 સપ્ટેમ્બર થી થવાની છે તો જો તમારે આ મોબાઇલ ખરીદવો હોય તો અત્યારે જ ઓનલાઇન ચેક કરતા રહેજો કેમ કે ઘણી વાર પ્રિ બુકિંગ માટે પણ ઓફરો આપવામાં આવતી હોય છે, ધન્યવાદ.