Infinix Note 40 Pro+ 5G Racing Edition Price: જે લોકો મોબાઇલમાં નેક્સ્ટ લેવલ ગેમિંગ અનુભવ મેળવવો છે તે લોકો માટે જોરદાર મોબાઈલ લોન્ચ થઈ ગયો છે, વળી આ મોબાઈલ બજેટ માટે પણ ફીટ છે. એવું જરૂરી નથી કે જે લોકોને ગેમીંગ પસંદ છે તે લોકો માટે જ આ મોબાઇલ સારો છે. આ મોબાઇલમાં ઘણા બધી સુવિધા છે જે સામાન્ય યુઝર માટે પણ ઉપયોગી છે. તો ચાલો જાણીએ આ મોબાઇલની ખાસિયતો.
Infinix Note 40 Pro+ 5G Racing Edition ની કેટલીક ખાસિયતો
Infinix Note 40 Pro+ 5G Racing Edition 5g મોબાઈલ માં તમને 12 જીબી રેમ સાથે 256 GB ઇન્ટર્નલ સ્ટોરેજ ની સુવિધા મળે છે. આ ઉપરાંત આ મોબાઇલમાં તમને જોરદાર ગેમિંગ એક્સપિરિયન્સ મળશે કારણકે આ મોબાઇલમાં Mediatek Dimensity 7020 નું ઓકટાકોર પ્રોસેસર જોવા મળે છે.
મેં ઉપર કહ્યું હતું તે મુજબ ફક્ત ગેમ માટે જ નહીં, Infinix Note 40 Pro+ 5G Racing Edition મોબાઇલમાં અન્ય સુવિધા પણ જોરદાર છે જેમ કે આ મોબાઈલના કેમેરાની વાત કરીએ તો પાછળનો કેમેરો 108MP સાથે ત્રીપલ કેમેરા સેટઅપ સાથે આવે છે એટલું જ નહીં આ મોબાઈલનો સેલ્ફી કેમેરો 32MP ધરાવે છે.
Infinix Note 40 Pro+ 5G Racing Edition Display
Infinix Note 40 Pro+ 5G Racing Edition ની ડિસ્પ્લે પણ જોરદાર છે, આ મોબાઇલ BMW ડિઝાઇન સાથે લોન્ચ કરવામાં આવ્યો છે અને ડિસ્પ્લે ની સાઈઝ 6.78” ધરાવે છે તેમજ આ મોબાઇલ માં 3D Curved AMOLED ડિસ્પ્લે જોવા મળે છે.
આ મોબાઇલમાં 120Hz ની રીફ્રેશ રેટની સુવિધા આપવામાં આવે છે, એટલે આ મોબાઇલ એકદમ માખણની જેમ ચાલશે ઉપરાંત Infinix Note 40 Pro+ 5G Racing Edition મોબાઈલ તમને ગોરીલા ગલાસમાં પ્રોટેક્શન સાથે મળી જશે. તો ચાલો હવે આ મોબાઈલની કિંમત વિશે વાત કરી લઈએ.
Infinix Note 40 Pro+ 5G Racing Edition Price
આ મોબાઇલ વધારે સસ્તો પણ નહિ અને વધારે મોંઘો પણ નહીં એટલે કે આ મોબાઈલ તમને ફ્લિપકાર્ટમાં 24,499 રૂપિયામાં મળી જશે, આ મોબાઇલ ની ફિચર્સ અને સુવિધા પ્રમાણે આ મોબાઇલ બજેટમાં જ છે.
Infinix Note 40 Pro+ 5G Racing Edition Battery
આ મોબાઇલની બેટરી વિક પોઇન્ટ કહી શકાય કેમ કે Infinix Note 40 Pro+ 5G સ્માર્ટ ફોન માં 4600mAh ની જ બેટરી જોવા મળે છે પરંતુ 100W નું ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ તો જોવા મળે છે. હા, આજકાલ દસ હાજર ના મોબાઈલમાં પણ 5000mAh ની બેટરી જોવા મળે છે પણ આ મોબાઇલ માં નથી પરંતુ અન્ય સુવિધા એક નંબર આપવામાં આવી છે.
તો મિત્રો Infinix Note 40 Pro+ 5G Racing Edition સ્માર્ટ ફોન તમને કેવો લાગ્યો, ખાસ કરીને જે લોકો ગેમ રમવાના શોખીન છે તે લોકો જરૂર જણાવજો. શું 24,499 રૂપિયામાં આ મોબાઈલ બરાબર છે કે પછી મોંઘો પડે ?