tecno spark go 1 price in india : Tecno કંપીન એ 22 ઓગસ્ટના રોજ પોતાનો Tecno Spark Go 1 લોન્ચ કરી દિધો છે આ મોબાઇલ તમને હાલ સાવ સસ્તા માં મળી રહ્યો છે, ભારતમાં હાલ આ સ્માર્ટ ફોન ની કિંમત ₹7299 છે. આટલી સસ્તી કિંમતે આ મોબાઇલમાં ઘણા બધા ફિચર્સ આપવામાં આવે છે તો જો તમે એક સસ્તો અને સારો મોબાઈલ ની ખોજમાં છો તો તમારે આ મોબાઇલ વિશે જરૂર વિચારવું જોઈએ, તો ચાલો આ મોબાઈલના સ્પેસીફિકેશન વિશેની માહિતી મેળવીએ.
Tecno Spark Go 1 ના કેમેરા વિશે
Tecno Spark Go 1 મોબાઇલમાં તમને પાછળના કેમેરા પર ડયુલ કેમેરા સેટ અપ જોવા મળે છે, આ પાછળનો ડયુલ કેમેરો 13MP નો આપવામાં આવે છે. આ ઉપરાંત આ મોબાઈલના સેલ્ફી કેમેરાની વાત કરીએ તો આ મોબાઇલમાં સેલ્ફી કેમેરો 8MP નો આપવામાં આવે છે. હા, માનીએ કે કેમેરા વધારે જબરદસ્ત નથી પણ કિંમતને ધ્યાને લઇને જોઈએ તો આ જબરદસ્ત છે.
કેમેરા બાદ લોકો વધારે બેટરી વિશેની માહિતી જોતા હોય છે તો ચાલો Tecno Spark Go 1 ની બેટરી વિશેની માહિતી મેળવી લઈએ.
5000mAh ની પાવરફુલ બેટરી
આ Tecno Spark Go 1 મોબાઈલમાં તમને 5000mAh ની પાવરફુલ બેટરી આપવામાં આવે છે. ₹7299 માં 5000mAh ની બેટરી મળે છે, એ સારા માં સારું કહેવાય. આ ઉપરાંત આ મોબાઇલ 15 Watt ના ફાસ્ટ ચાર્જિંગ ને સપોર્ટ કરે છે.
આમ જો તમે મોબાઇલમાં કેમેરાનો વધારે ઉપયોગ કરતા નથી પણ તમે લાંબો સમય મોબાઈલ વાપરવાની આદત છે તો આ કિંમતમાં તમને સારું બેટરી બેક અપ મળે છે.
આ મોબાઇલ ની રેમ, સ્ટોરેજ અને પ્રોસેસરની માહિતી
ટેકનો ના આ Tecno Spark Go 1 લેટેસ્ટ મોડલમા 4GB RAM આપવામાં આવે છે તેમજ જો સ્ટરેજની વાત કરીએ તો 64GB ની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવે છે. એટલું જ નહીં જો તમને રેમ 8 જીબી સુધી વધારવા માંગો છો તો વર્ચ્યુઅલ રીતે 8GB સુધી વધારી શકો છો.
આ ઉપરાંત આ મોબાઇલમાં પ્રોસેસરની વાત કરીએ તો, Unisoc T615 પ્રોસેસર આપવામાં આવે છે.
Tecno Spark Go 1 માટે કલર ઓપ્શન અને ડિસ્પ્લે
ટેકનો કંપની એ Tecno Spark Go 1 માટે ત્રણ કલર ઓપ્શન આપ્યા છે.
- Lime Green
- Glittery White
- Startrail Black
આ ત્રણ કલર માંથી તમે તમારી પસંદના કલર નો મોબાઇલ ખરીદી શકો છો. હવે આ મોબાઇલની ડિસ્પ્લે ની માહિતી જોઈએ તો આ મોબાઇલમાં 6.67″ ની ડિસ્પ્લે આપવામાં આવે છે અને 120Hz ની રીફ્રેશ રેટ આપવામાં આવશે. 120Hz રીફ્રેશ રેટ માં તો મોબાઈલ સાવ સ્મૂથ ચાલશે.
લેટેસ્ટ મોબાઈલ : ફકત ₹10,000 માં Moto G45 5G મોબાઇલ આજે જ લોન્ચ કરવામાં આવ્યો, જાણો આ મોબાઈલની દરેક ખાસિયત
મોબાઈલની ભારતમાં કિંમત | Tecno Spark Go 1 Price In India
હાલ ભારતમાં Tecno Spark Go 1 ની કિંમત જોઈએ તો 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરીએંટ વાળા મોબાઈલ ની કિંમત ₹7299 રાખેલ છે. આ મોબાઇલ 24 ઓગસ્ટ ના દિવસે લોન્ચ થયો હતો પરંતુ આ મોબાઈલની ખરીદી 3 સપ્ટેમ્બર ના રોજ થી શરૂ થશે. તેથી જો તમે આ મોબાઇલ ખરીદવા ઈચ્છો છો તો 3 સપ્ટેમ્બર પછી જ ઓનલાઇન કે ઓફલાઈન આ મોબાઈલની ખરીદી કરી શકોશો.
તો મિત્રો સાત હાજર આસપાસના બજેટમાં જો તમે કોઈ મોબાઈલ લેવાનું વિચારી રહ્યા હોય તો આ Tecno Spark Go 1 વિશે જરૂર એકવાર વિચારજો, જો તમારો કોઈ મિત્ર નવો મોબાઈલ ખરીદવાની વિચારી રહ્યો છે તો તેને આ આર્ટિકલ શેર જરૂર કરજો, ધન્યવાદ.