Borewell subsidy Yojana 2024 : ગુજરાતમાં બાગાયતી વિભાગ તરફથી ખેડૂતોને બોરવેલ બનાવવા માટે રૂપિયા 50 હજાર સુધીની સહાય આપવા માટે નવી યોજના બહાર પડી છે, આ યોજના માટેના ફોર્મ ભરવાની શરૂઆત પણ થઈ ગઈ છે. તો જો તમારે બોરવેલ બનાવવો હોય પરંતુ નાણાકીય તંગીને લીધે તમારું કામ અટકેલું છે તો તમે આ યોજના દ્વારા નાણાકીય સહાય મેળવી તમે તમારા ખેતર માટે બોરવેલ બનાવી શકો છો. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ જેમકે ક્યા ક્યા ડોક્યુમેન્ટસની જરૂર પડશે, કેટલી તારીખ સુધી ફોર્મ ભરાશે તેમજ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા.
બોરવેલ સબસીડી યોજના | Borewell subsidy Yojana 2024
ગુજરાત સરકાર દ્વારા બાગાયત ખેત ઉત્પાદન કરતા ખેડૂતો માટે એક યોજના જાહેર કરાઈ છે. આ યોજના દ્વારા ખેડૂતોને ખેત ઉત્પાદન માટે જો બોરવેલ બનાવવો છે તો ગુજરાત સરકાર તરફથી 50,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય મેળવવા માટે જે તે ખેડૂતે ગુજરાતના આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. પરંતુ આ યોજના દ્વારા તમે બોરવેલ બનાવવા ઈચ્છો છો તો તમારે કેટલીક શરતોનું પાલન કરવું પડશે.
બોરવેલ સબસીડી યોજના માટે નિયમો અને શરતો
- આ યોજના ફક્ત ગુજરાતના રહેવાસી ખેડૂતો માટે જ છે.
- બોરવેલ સબસીડી યોજના દ્વારા ફક્ત અને ફકત ઓઇલપામનું વાવેતર કરતા ખેડૂતો માટે જ છે એટલે કે જે ખેડૂતો ઓઇલપામની ખેતી કરે છે તે ખેડૂતોને આ યોજના દ્વારા 50,000 રૂપિયા સુધીની સહાય મળશે.
- આ ઉપરાંત આ યોજનાનો લાભ આજીવન ફક્ત એક જ વાર મળે છે.
- 50,000 રૂપિયા સુધીની સબસીડી મેળવવા માટે ખેડૂત પાસે જરૂરી દસ્તાવેજ હોવા જોઈએ.
બોરવેલ સબસીડી યોજના દ્વારા મળતું સહાય ધોરણ
Borewell subsidy Yojana 2024 દ્વારા લાભાર્થી ખેડૂતો કે જેઓ ઓઇલપામની ખેતી કરે છે તેઓને બોરવેલ બનાવવા માટે જેટલો ખર્ચ થાય તે ખર્ચ ના 50% રૂપિયા અથવા 50,000 રૂપિયા. આ બે માંથી જે ઓછું હોય તે મુજબની સબસીડી આપવામાં આવે છે.
ઉદાહરણ તરીકે જો તમારે બોરવેલ બનાવવામાં 90,000 રૂપિયાનો ખર્ચ થાય તો સરકાર તરફથી ખર્ચના 50% એટલે કે 45,000 રૂપિયા સબસીડી મળવાપાત્ર થશે પરંતુ જો બોરવેલ બનાવવા માં દોઢ લાખ નું ખર્ચ થાય તો આ ખર્ચ ના 50% નહીં મળે પરંતુ 50,000 રૂપિયા જ સબસીડી મળશે. એટલે કે વધુમાં વધુ ખેડૂતને રૂપિયા 50 હજારની સબસીડી મળવા પાત્ર થાય છે.
બોરવેલ સબસીડી યોજનામાં અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- જો ખેડૂતને લાગુ પડતો હોય તો જાતિનો દાખલો રજૂ કરવાનો થશે
- જો લાગુ પડતો હોય તો દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર
- જમીનના દસ્તાવેજ જેમકે 7/12 અને 8-અ
- આધાર કાર્ડ ની ઝેરોક્ષ
- બેંક ખાતાની પાસબુક
- જો સંયુક્ત જમીન ધરાવતા હોય તો સંમતિ પત્રક
અરજી કરવા માટેની તારીખો
આ યોજનામાં અરજી કરવા માટે તમારે તારીખ 18/08/2024 થી 30/09/2024 સુધી આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે.
બોરવેલ સબસીડી યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
- આ યોજના દ્વારા ₹50,000 સુધીની સબસીડી મેળવવા માટે તમારે ઓનલાઇન અરજી કરવા માટે સૌપ્રથમ મોબાઇલમાં આઇ ખેડૂત પોર્ટલ ઓપન કરવાનો રહેશે.
- અહીં તમને “યોજનાઓ” નામનું એક વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે એક નવું પેજ ખુલશે અહીં તમારે “બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” લખેલું હશે તેની સામે ક્લિક કરવાનું રહેશે.
- હવે નવા પેજ પર “ફળ પાકોના વાવેતર” વિભાગમાં તમને “બોરવેલ/પંપ સેટ/વોટર હાર્વેસ્ટ સ્ટ્રકચર” લખેલું દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમને આ યોજના વિશેની માહિતી દર્શાવતું ભેજ ખુલી જશે.
- આ પેજ પર તમારે “અરજી કરો” નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ઓનલાઈન અરજી કરવા માટે સૂચનાઓ અને સ્ટેપ દેખાશે.
- આ સૂચનાઓ અને સ્ટેપ ની જાણકારી પ્રમાણે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે.
આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી બની હશે તો આવી જ રીતે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારની તમામ સરકારી યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ જો તમારા કોઈ ખેડૂત મિત્રને બોરવેલ બનાવવો છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.